SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૭૧ 396 २८] ‘आसन्नसिद्धिआणं विहिपरिणामो हु होइ सयकालं । विहिचाओ अविहिभत्ती, अभव्वजीअदूरभव्वाणं' ॥ ३ // [सम्बोधप्रक॰ १९३, दर्शनशुद्धिप्रक० २७] सर्वत्र सम्यग्विधिर्ज्ञेयः कार्यश्च सर्वशक्त्या पूजाादिपुण्यक्रियायां, प्रान्ते च सर्वत्राऽविध्याशातनानिमित्तं मिथ्यादुष्कृतं दातव्यमिति श्राद्धविधौ । [गा. ६ टी. ] विधिभक्त्युपयोगादिसाचिव्ये देवपूजादिकममृतानुष्ठानमेव, अन्ततो विध्यद्वेषस्यापि सत्त्वे प्रथमयोगाङ्गसम्पत्त्याऽनुबन्धतो विधिरागसाम्राज्ये 'एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः ' [योगबिन्दु १५९ पू०] इति वचनात् तद्धेत्वनुष्ठानरूपं, तद् द्वयमपि चादेयं भवति, विषगराननुष्ठानानामेव हेयत्वादित्यध्यात्मचिन्तकाः । अत एवाभोगानाभोगाभ्यां द्रव्यस्तवस्य यद् द्वैविध्यमुक्तं ग्रान्थिकैस्तदुपपद्यते । तदाहु 'देवगुणपरिन्नाणा तब्भावाणुगयमुत्तमं विहिणा । आचारसारं जिणपूअणं आभोगदव्वथओ' ॥ १ ॥ ' चरित्तलाभो होइ लहु सयलकम्मणिद्दलणो। ता एत्थ सम्ममेव हि पयट्टिअव्वं सुदिट्ठीहिं' ॥ २ ॥ 'पूआविहिविरहाओ अपरिन्नाणा उ जिणगयगुणाणं । सुहपरिणामकयत्ता एसोऽणाभोगदव्वथओं' ॥ ३ ॥ 'गुणठाणठाणगत्ता एसो, एवं पि गुणकरो चेव । सुहसुहयरभावविसुद्धिहेउओ बोहिलाभाओ' ॥ ४ ॥ 'असुहक्खएण धणियं धन्नाणं आगमेसिવિધિપક્ષને દૂષિત નહીં કરનારા પણ ધન્ય છે.’ ॥૨॥ ‘આસન્નભવ્યસિદ્ધિક(=નજીકમાં મોક્ષવાળા)જીવને હંમેશા વિધિનો જ પરિણામ(=ભાવ) હોય છે, અભવ્ય તથા દૂરભવ્યોને વિધિનો ત્યાગ અને અવિધિની ભક્તિ સહજ છે.’ ॥૩॥ તેથી સર્વત્ર અનુષ્ઠાનોમાં સમ્યવિધિનું જ્ઞાન મેળવી પોતાની સર્વશક્તિથી પૂજાવગેરે પવિત્ર ક્રિયામાં વિધિ આદરવી જોઇએ, અને દરેક ક્રિયાને અંતે અવિધિ અને આશાતના નિમિત્તે ‘મિચ્છામિ દુક્કડમ્’ આપવું. આમ વિધિ, ભક્તિ અને ઉપયોગની હાજરીમાં થતાં અનુષ્ઠાનો અમૃત અનુષ્ઠાન છે. વિધિપ્રત્યેના અદ્વેષથી થતું અનુષ્ઠાન પણ અનુબંધથી વિધિપ્રત્યેના રાગને ખેંચી લાવનારું હોવાથી પરિણામથી તો વિધિના રાગથી સભર જ છે, કારણ કે વિધિના અદ્વેષની હાજરી યોગના(=મોક્ષસાધક પ્રવૃત્તિનાં) પ્રથમ અંગની સંપ્રાપ્તિરૂપ છે. (ષોડશકમાં યોગપ્રવૃત્તિના આઠ અંગમાં અદ્વેષને પ્રથમ અંગ તરીકે બતાવ્યો છે.) આ પ્રથમ યોગાંગની પ્રાપ્તિ વિધિના રાગને ખેંચી લાવે છે અને વિધિરાગની હાજરીમાં તતુઅનુષ્ઠાન બને છે, કારણ કે “આનો(=અમૃતઅનુષ્ઠાન પ્રત્યેનો) રાગ હોવાથી આ(=ધર્મના આદિકાળમાં રહેલાનું ધર્માનુષ્ઠાન) શ્રેષ્ઠ છે, એમ યોગશો જાણે છે.’ એવું વચન છે. આમ વિધિપ્રત્યેના અદ્વેષથી થતું અનુષ્ઠાન પણ ફલતઃ તતુ અનુષ્ઠાન છે. અમૃત અનુષ્ઠાન અને તદ્ભુતુ અનુષ્ઠાન આ બે અનુષ્ઠાન આદેય છે. વિષ,ગરલ અને અનનુષ્ઠાન આ ત્રણ અનુષ્ઠાન હેય છે. એમ અધ્યાત્મચિંતકોનું મંતવ્ય છે. ઉપરોક્ત બે અનુષ્ઠાનો આદેય હોવાથી જ ગ્રંથકારોએ દ્રવ્યસ્તવના આભોગ અને અનાભોગ એમ જે બે ભેદ પાડ્યા છે, તે યુક્તિસંગત ઠરે છે. શ્રાદ્ધવિધિમાં આ પ્રમાણે કહ્યું જ છે કે → દેવના ગુણોના જ્ઞાનથી અને તે ભાવથી સભર તથા વિધિથી ઉત્તમ (બનેલું) આચારપ્રધાન જિનપૂજન આભોગ દ્રવ્યસ્તવ છે.’ ।।૧ ॥ ‘આ દ્રવ્યસ્તવથી જલ્દીથી સઘળા ય કર્મોનો ભૂક્કો બોલાવી નાખતાં ચારિત્રનો લાભ થાય છે. તેથી આમાં(=આભોગ દ્રવ્યસ્તવમાં) સુદૃષ્ટિ=સમજુ જીવોએ સારી રીતે પ્રવૃત્ત થયું.' ॥૨॥ ‘પૂજાની વિધિના અભાવથી થતું તથા જિનમાં રહેલા ગુણોઅંગેના અજ્ઞાનથી થતું પણ શુભપરિણામ પેદા કરતું અનુષ્ઠાન © विषं लब्ध्याद्यपेक्षातः इदं सच्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं लघुत्वापादनात्तथा ॥१॥ दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः । एतद्वितिनीत्यैव, कालान्तरनिपातनात् ॥२॥ अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते । सम्प्रमुग्धं मनोऽस्येति, ततश्चैतद्यथोदितम् ।।३।। एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः । सदनुष्ठानभावस्य, शुभभावांशयोगतः ॥४॥ जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुङ्गवाः ॥५॥ इति विषाद्यनुष्ठानलक्षणदर्शकश्लोका योगबिन्दौ १५६ - १६० ।
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy