SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિતિમા ચિંતામણિતુલ્ય T393 (दंडान्वय:→ नूनं चैतन्येन विहीनया प्रतिमया नो कापि पूजाकृतां उपक्रिया प्राप्या। तत इयं व्यर्थेति मति: मिथ्या। पूजिता सा देवमणिवत् पूजाभावत एव शर्मदा इत्येतद् बुधानां वचस्तन्मतगर्वपर्वतभिदावज्रम्॥) ___ 'प्राप्या नूनमुपक्रिया' इत्यादि वृत्तमवगतार्थम् । एवं युक्त्या शम्भोर्भक्त्या सूत्रव्यक्त्या लुम्पाकाश्चित्तोद्रिक्ता मायासिक्ता: क्लृप्ता रिक्ताः किम्पाका: । एतत्पुण्यं शिष्टैर्गुण्यं, निर्वैगुण्यं सद्बोधैस्तत्त्वं बोध्यं नीत्या शोध्यं नैवायोध्यं निष्क्रोधैः ॥ १॥ ‘आत्मारामे शुक्लाश्यामे हृद्विश्रामे विश्रान्तास्त्रुट्यद्वन्धाः श्रेयःसन्धाश्चित्सम्बन्धादभ्रान्ताः। अर्हद्भक्ताः युक्तौ रक्ता विद्यासक्ता येऽधीता निष्ठा तेषामुच्चैरेषा तर्कोल्लेखा निर्णीता' ॥२॥॥६९॥ ॥सर्वमपि लुम्पकमतं निराकृतम् ॥ જેમ માત્ર શોકથી જ સ્પર્ધાયેલી હોય છે.” II૬૮ કાવ્યાર્થઃ- “ચૈતન્ય વિનાની પ્રતિમાથી પૂજા કરનારાઓને કોઇ ઉપકાર પ્રાપ્ત થતો નથી. તેથી આ પ્રતિમા વ્યર્થ છે એવી બુદ્ધિ ખોટી છે. પૂજાયેલી પ્રતિમા પૂજાઅંગેની ભાવનાથી જ ચિંતામણિ રત્નની જેમ સુખદેનારી બને છે. પ્રાજ્ઞ પુરૂષોના આ વચન પ્રતિમાલીપકના પૂર્વોક્ત મતના ગર્વપર્વતને ભેદી નાખવા વજ સમાન છે. પ્રતિમા ચિંતામણિતુલ્ય આ કાવ્યનો અર્થ સુગમ છે. (પ્રતિમા સ્વયં ભલે ફળ ન આપે, પણ પરમાત્માનું સ્મરણવગેરે કરાવવાદ્વારા પૂજકના શુભભાવમાં આલંબનભૂત બને છે. આ શુભભાવો મોહનીય-અંતરાયવગેરે કર્મોનો ક્ષયોપશમવગેરે કરવાદ્વારા પૂજકને આધ્યાત્મિકભૌતિક ઊભય પ્રકારના ફળ દેનારા બને છે. માટે વિવેકી આત્માએ અવશ્ય પ્રતિમા=સ્થાપના-નિક્ષેપાના પરમાત્માનું શરણું સ્વીકારવું જ જોઇએ, તેમાં પણ દ્રવ્ય-ભાવ પરમાત્માની ગેરહાજરીમાં તો આ સ્થાપનાના પરમાત્મા જ મુખ્ય શરણ્ય છે. વળી, અત્યારના અ સ્થાપનાનિક્ષેપાના પરમાત્માને પરમાત્મબદ્ધિથી પજવાથી સંસ્કારની એક મૂડી ઊભી થાય છે. પછી પરભવમાં સાક્ષાત પરમાત્મા છે પરમાત્માની સ્થાપના નજરે ચડી જાય, ત્યારે એ સંસ્કારો જાગૃત થઇને જાતિસ્મરણવગેરે કરાવવાદ્વારા આરાધનાના તૂટી ગયેલા દોરને ફરીથી સાંધી આપે છે. વળી, માત્ર મનના ભાવો કરતાં ભાવપૂર્વકની ક્રિયાઓ વધુ દૃઢ સંસ્કાર ઊભા કરે છે. તથા, મોટે ભાગે માત્ર મનના ભાવો જાતિસ્મરણમાં ભાગ ભજવતા નથી, જ્યારે કેટલીકવાર ભાવ વિના કરેલી ક્રિયા પણ જાતિસ્મરણ કરાવી દે છે. આમ બાહ્ય સાધનો પરભવમાં જાતિસ્મરણવગેરે કરાવવામાં ખૂબ સહાયક બને છે. માટે પણ પ્રતિમા સ્વીકરણીય છે.) “આ પ્રમાણે શંભુ (=પરમાત્મા-અરિહંત)ની ભક્તિથી રચેલી અને સૂત્રથી વ્યક્ત થતી યુક્તિથી ચિત્તમાં ઉદ્ધિક્ત(=મોહથી ભરેલા ચિત્તવાળા) થયેલા તથા કિંપાક જેવા(આપાત રમણીય પરિણામ દારુણ) અને માયાથી સિંચાયેલા પ્રતિમાલોપકો સર્વથા ખાલી છે. (અર્થાત્ યુક્તિ વિનાના છે.) સર્બોધવાળા, ક્રોધ વિનાના(=ઉપશાંત) શિષ્ટ પુરુષોએ આ પવિત્રતત્ત્વને ગુણકારી અને દોષ વિનાનું સમજવું. તથા તેમાં રહેલી ક્ષતિ દૂર કરી નીતિથી પરિશુદ્ધ કરવું, પણ યુદ્ધ નકરવું. (અર્થાત્ એમાં વિરોધ દર્શાવવાદ્વારા સામા ન પડવું.)' I૧. “શ્યામલતા(=કપટ) વિનાના ઉજ્વળ(=નિર્મળ) અને મનોહર વિશ્રામવાળા આત્મારામમાં (આત્મારૂપ બગીચામાં) વિશ્રામ(=આરામ) કરેલા, તથા તૂટતાં બંધવાળા(અર્થાત્ તૂટી રહેલા કર્મબંધવાળા) તથા શ્રેય (=કલ્યાણ અથવા મોક્ષ)ની પ્રતિજ્ઞાવાળા- જ્ઞાનના સંબંધને કારણે (જ્ઞાની હોવાથી)-અભ્રાંત, યુક્તિમાં રત(ત્રયુક્તિપ્રિય) અને વિદ્યામાં આસક્ત એવા જે અરિહંતભક્તો છે, તેઓએ આ નિર્ણત થયેલા તર્કોના ઉલ્લેખો અત્યંત ભણેલા છે.( તેઓને આ તર્કો અત્યંત પરિચિત છે.)' III ૬૯ો આ પ્રમાણે પ્રતિમાલોપકોની બધી માન્યતાઓનું નિરાકરણ કર્યું - શુભમ્
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy