SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમારતક કાવ્ય-૨) लुम्पाकेषु निरूक्तविशेषणविशिष्टान्धरूपोत्प्रेक्षा कल्पितोपमानमादायोपमा वेति यथौचित्येन योजनीयं तत्तदलङ्कारग्रन्थनिपुणैः। स्यादेतत्, भावार्हद्दर्शनं यथा भव्यानांस्वगतफलं प्रत्यव्यभिचारि, तथा न निक्षेपत्रयप्रतिपत्तिरिति तदनादर इति। मैवम्, स्वगतफले स्वव्यतिरिक्तभावनिक्षेपस्याप्यव्यभिचारित्वाभावात् । न हि भावार्हन्तं दृष्ट्वाऽभव्या दूरभव्या वा प्रतिबुध्यन्त इति, स्वगतभावोल्लासनिमित्तभावस्तु निक्षेपचतुष्टयेऽपि तुल्य इति । एतेन અનુભૂતિ થાય છે. તેવખતે પરમાત્માજ હું છું અને હુંજ પરમાત્મા છું એવો પરમાત્મા સાથેનો અભેદ્મણિધાનયોગ પ્રાપ્ત થાય છે. પછી અંદર અને બહારસર્વત્ર માત્ર પરમાત્મા જ દેખાય છે. આવા પ્રકારના ઉત્કૃષ્ટકક્ષાના ભાવોલ્લાસથી પ્રગટેલા આ આત્મિક સંવેદનથી જ સર્વકલ્યાણની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે પરમાત્માસાથેના અભેદપ્રણિધાનનો ક્રમ બતાવ્યો. (આ અભેપ્રણિધાનની પ્રક્રિયા અઘરી નથી. માત્ર દષ્ટિ બદલવાની જરૂર છે. કેમકે સંસારરસિક જીવ પણ આવી અભેદ પ્રણિધાનની પ્રક્રિયા અનુભવે જ છે. નામ, ચિત્ર અને શરીરરૂપ નામઆદિ ત્રણ નિક્ષેપાથી એક જીવ બીજી વ્યક્તિના પરિચયમાં આવે છે. અને જ્યારે આકર્ષણ અને પરિચય વધતા વધતા સ્નેહનો પ્રાદુર્ભાવ થાય છે, ત્યારે તે વ્યક્તિ વારે ઘડીએ નજર સામે તરવરે છે. પ્રેમભાવવધતા એપ્રેમપાત્ર વ્યક્તિ હૃદયપરસ્થાન જમાવે છે. પછી તો બહારથી મળે ત્યારે અને બહારથી ન મળે ત્યારે મનોકલ્પનાથી તેની સાથે મીઠી વાતચીતો ચાલ્યા જ કરે છે. એ વાતચીત પતી ગયા પછી પણ હંમેશામાટેનું સંભારણું બની જાય છે. સ્નેહની માત્રા વધતા એ વ્યક્તિ જાણે સર્વ શરીરનો કબજો લઇ બેઠી હોય તેવું અનુભવાય છે. પછી તે વ્યક્તિ સાથે ‘તું જ હું અને હું જ તું એવો અભેદભાવ આવે છે. પછી સર્વત્ર એ પ્રેમાળ વ્યક્તિનો જ ભાસ થયા કરે છે. બસ આ જ પ્રક્રિયા પરમાત્માસાથે કરવાની છે. માત્ર પાત્ર બદલવાના છે.) આ પ્રમાણે અભેદપ્રણિધાન દ્વારા પ્રત્યેક વસ્તુ, ક્રિયા અને વ્યવહારમાં પરમાત્માના દર્શન થઇ શકે છે. પરંતુ આ શક્ય તો જ બને જો પરમાત્માના નામઆદિ ત્રણને સ્વીકાર્યા હોય અને વારંવાર નામઆદિસાથે સંબંધ જોડ્યો હોય. (નામઆદિત્રણનો અને દ્રવ્ય તથા ભાવની ગેરહાજરીમાં વિશેષ કરીને સ્થાપનાનો સ્વીકારજ, (૧) તસ્યા(તેનો હું પરોક્ષમાં પ્રભુનું સ્મરણ અને - આત્મસમર્પિતભાવ)માંથી (૨) તવાહ(પ્રત્યક્ષમાં પ્રભુનું સંવેદના અને સમર્પણભાવ-તારો હું) (૩) આગળ વધતાં વાદશોહં(તારા જેવો હું પરમાત્મા સાથે આત્મસ્વરૂપનું સંવેદન - ભેદપ્રણિધાન) તેમાંથી (૪) તમહં(તું જ હુંપરમાત્માસાથે કથંચિત્ અભેદપ્રણિધાન) અને અંતે (૫) અહમહં(‘હું જ હું પરમાત્માસાથેનો સર્વથા અભેદપ્રણિધાનયોગ) આ ક્રમ પામવાનો શ્રેષ્ઠ ઉપાય છે. જગતમાં પણ દેખાય છે કે જેના પ્રત્યે અતિસ્નેહ હોય છે, તેના નામના શ્રવણથી, ચિત્રના દર્શનથી અને શરીરના દૂરથી પણ નિરીક્ષણથી રોમાંચ ખડા થઇ જાય છે. આનંદ આનંદ થઇ જાય છે. તો જેઓને પરમાત્મા પ્રત્યે અવિહડ સ્નેહની ગાંઠ બંધાઇ ગઇ હોય, તેઓ પરમાત્માના નામના જાપની, અને પ્રતિમાના દર્શનની તક ક્યારેય જવાદે ખરો?) આમ આ ચર્ચાથી એમ ફલિત થાય છે કે ભાવોલ્લાસ નામવગેરે ત્રણ નિપાને આધીન છે. તેથી ત્રણ નિપાના આદર વિના (=બહુમાનપૂર્વકના સેવન વિના) ભાવનિક્ષેપાનો આદર થઇ શકે નહિ ભાવોલ્લાસની નૈસર્ગિકતા અનેકાંતિક પૂર્વપક્ષ - જ્યારે તથાભવ્યત્વવગેરે સામગ્રી અનુકૂળ થાય છે, ત્યારે નામવગેરે ત્રણ નિપાના આલંબન વિના પણ સ્વાભાવિક રીતે જ જીવમાં શુભભાવની ઝલક ઉત્પન્ન થઇ જાય છે. તેથી ભાવોલાસને પ્રગટ કરવા નામઆદિ ત્રણ નિક્ષેપા આવશ્યક નથી. ઉત્તરપક્ષ - જૈનમતે નામઆદિ ત્રણ નિક્ષેપા વિના સહજ જ ભાવોલ્લાસ થાય, એવો એકાંત નિયમ નથી. તમારી નિરાલંબન શુભભાવની આ વાત એકાંત નિશ્ચયની છે. જ્યારે જૈનમ નિશ્ચય અને વ્યવહારરૂપ બે પૈડાંપર ચાલતો રથ છે. આમ જૈનમતને વ્યવહારનય પણ ઇષ્ટ છે. વ્યવહારનય ભાવોલ્લાસમાટે બાહ્ય આલંબન-નિમિત્તોને પણ આવશ્યક માને છે. જીવોને ધર્મની શરૂઆતના કાલમાં ધર્મમાં આકર્ષણ, રસ અને ભાવોલ્લાસ પ્રાયઃ બાહ્ય નિમિત્તોના આધારે આવે છે કેમકે ધર્મના આદિકાલના જીવો નિમિત્તવાસી હોય છે. વળી જો તમને નામઆદિ ત્રણ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy