SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૨ दृष्टमित्यर्थः । मुहुरिष्ट्या मननं मुहुर्दृष्ट्या च ध्यानमुपनिबद्धं, तेन तत्त्वप्रतिपत्त्युपायसामग्रयमावेदितम् । तदाह योगाचार्यवचनानुवादी हरिभद्रसूरिः→ आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च। त्रिधा प्रकल्पयन् प्रज्ञा, लभते तत्त्वमुत्तमम्॥ [योगदृष्टिसमु.१०१] इति । तेन भावनिक्षेपाध्यात्मोपनायकत्वेन नामादिनिक्षेपत्रयस्याऽर्हत्प्रतिमां स्थापनानिक्षेपस्वरूपत्वेनाऽनादृतवतां भावभावनिक्षेपं पुरस्कुर्वता-वाङ्मात्रेण प्रमाणयतां दर्पणे निजमुखालोकार्थिनामन्धानामिव का मति:? न काचिदित्यर्थः, निक्षेपत्रयाऽनादरे भावोल्लासस्यैव कर्तुमशक्यत्वात् । शास्त्र इव नामादित्रये हृदयस्थिते सति भगवान् पुर इव परिस्फुरति हृदयमिवानुप्रविशति, मधुरालापमिवानुवदति, सर्वाङ्गीणमिवाऽनुभवति तन्मयीभावमिवापद्यते। तेन च सर्वकल्याणसिद्धिः। तदाह → નિક્ષેપ કૃદંત બન્યું છે. “દભિહિત ન્યાયથી (ધાતુને ઘવગેરે કૃત્રત્યયો લાગે ત્યારે સત્વભાવ પામે છે. તેથી ક્રિયાપદના બદલે નામ બને છે અને વિશેષણ થાય છે. “કૃત્ (પ્રત્યયથી) કહેવાયેલો ભાવ દ્રવ્યની જેમ પ્રકાશે છે - આ શબ્દાર્થ છે.) કૃદંતપદ વિશેષણરૂપ બને છે. તેથી ‘નામાદિનિક્ષેપ'નો અર્થ “નિક્ષેપ કરાતા નામવગેરે એવો કરવો. નિક્ષેપ કરાતા ભાવ તીર્થકરસાથે આ નામવગેરે ત્રણ અભેદબુદ્ધિનું કારણ બને છે. અર્થાત્ ભાવજિનના અભેદધ્યાનમાં ભાવજિનના નામાદિ ત્રણ આલંબનભૂત છે. આ પ્રમાણે શાસ્ત્રવચન છે. તેથી શિષ્ટપુરુષો આ વાતને વારંવાર ઇષ્ટ તરીકે સ્વીકારે છે અને તેઓને વારંવાર સ્વપ્રાતિજજ્ઞાનથી તેવા અનુભવરૂપે આ વાત દષ્ટ પણ છે. આમ નામઆદિ ત્રણ નિક્ષેપા ભાવજિન સાથેની અભેદબુદ્ધિનું કારણ બને છે એ વાત આગમરૂપ હોઇ ઇષ્ટ છે અને અનુભવસિદ્ધ હોઇ દષ્ટ છે. આ પ્રમાણે વારંવાર ઇષ્ટ તરીકે મનન કરવાથી અને અનુભવદૃષ્ટિ દ્વારા ધ્યાન ધરવાથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ આ પ્રમાણેનું મનન અને ધ્યાન પ્રાપ્તિની ઉપાયસામગ્રી બને છે. શાસ્ત્રના પદાર્થોનું જ્ઞાન કર્યા પછી તે પદાર્થોનું મનન કરવું જોઇએ અને “મને સંમત છે” “મને માન્ય છે” “મારે માટે આ જ યોગ્ય છે' ઇત્યાદિરૂપે ચિંતવન કરવું. આમ કરવાથી એ પદાર્થો પ્રત્યે પૂરેપૂરી શ્રદ્ધા ઉત્પન્ન થવાથી જ્ઞાન આત્મપરિણતિરૂપ બને છે. પછી શાસ્ત્રમાં પદાર્થો જે રૂપે નિરૂપ્યા છે, તે જ રૂપે અનુભવ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. વારંવારના અભ્યાસથી એ પ્રમાણે જ અનુભવ થાય છે. આ વારંવારના અનુભવ ધ્યાનની સામગ્રી બને છે. તે પછી શાસ્ત્રમાં કહેલા પદાર્થોનું ધ્યાન સુલભ થવાથી જ્ઞાન તત્ત્વસંવેદનરૂપ બને છે. આમ શ્રુતજ્ઞાનપર મનનરૂપ ચિંતાજ્ઞાન અને તેના પર વિશિષ્ટ અનુભવાદિથી રચાયેલું તાત્પર્યબોધરૂપ ભાવનાશાનતત્ત્વને પ્રાપ્ત કરાવી આપે છે. તત્ત્વનો સ્વાનુભવ થાય છે અને તત્ત્વરમણતાના પરમાનંદની પ્રાપ્તિ થાય છે.) યોગાચાર્ય(પતંજલિ)ના વચનને અનુસરતા પ.પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ યોગદૃષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં કહ્યું છે કે “આગમ(=આમવચન)થી, અનુમાનથી તથા વારંવાર અનુશીલનરૂપ ધ્યાનાભ્યાસના રસથી-આ ત્રણ પ્રકારથી પ્રજ્ઞાનો વ્યાપાર કરવાથી ઉત્તમતત્વની પ્રાપ્તિ થાય છે.” (યોગદષ્ટિસમુમાં ધ્યાન' ને બદલે ‘યોગ પદ છે. યોગબિંદુમાં ધ્યાન પર છે. પરંતુ “તત્ત્વ' ને બદલે ‘યોગ’ પદ છે.) પ્રસ્તુતમાં પણ ટીકાકાર કહેવા માંગે છે કે “જિનના નામાદિ ત્રણ નિક્ષેપા ભાવજિન સાથેના અભેદભાવમાં આલંબન હોવાથી ભાવની જેમ પૂજ્ય છે.' એવા શાસ્ત્રવચનનું અમે વારંવાર ઇષ્ટ તરીકે મનન કર્યું છે. તથા અમને વારંવાર તે જ પ્રમાણે અનુભવ પણ થયો છે. તેથી અમને એવું તત્ત્વ પ્રાપ્ત થયું છે કે નામઆદિ ત્રણે ય નિક્ષેપા ભાવનિક્ષેપરૂપ જે અધ્યાત્મ છે, અથવા ભાવનિક્ષેપભૂત સાક્ષાત્ જિનના સાંનિધ્યથી જે અધ્યાત્મ=શુભ ભાવ પ્રગટે છે, તેના ઉપનાયક=તેને લાવનારા-પ્રગટ કરનારા છે. તેથી આ ત્રણે નિક્ષેપા ભાવતુલ્ય છે. ભાવજિનના નામશ્રવણથી, ભાવજિનની સ્થાપનાના દર્શનથી અને ભાવજિનના દ્રવ્યના પરિચયથી જે રોમાંચ પ્રગટે છે અને જે ભાવોલ્લાસ હિલોળે ચડે છે, તેનું વર્ણન કરવાની શક્તિ અમારી નથી. ખરેખર! જો નામ આદિ ત્રણ નિક્ષેપપ્રત્યે 0 योगदृष्टौ योगाभ्यासरसेनेति पाठः। ॐ योगबिन्दौ योगमुत्तममिति पाठः ।
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy