SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ 357 દિવ્યસ્તવથી ભાવસ્તવ પામવાની પ્રક્રિયા . उदाहरणेनोक्तस्वरूपव्यक्तिमाह- 'असुहतरंडुत्तरणप्पाओ दव्वत्थवोऽसमत्थो उ। णईमाइसु इयरो पुण समत्थबाहुत्तरणकप्पो' ॥ ४५ ॥ अशुभतरण्डोत्तरणप्रायः कण्टकानुगतशाल्मलीतरण्डोत्तरणतुल्यो द्रव्यस्तवः सापायत्वादसमर्थश्चः, तत एव सिद्ध्यसिद्धेर्नद्यादिषु स्थानेषु । इतर: पुनर्भावस्तवः समर्थबाहूत्तरणकल्पस्तत एव मुक्तेः ॥४५॥ 'कडुओसहाइजोगा मंथररोगसमसंणिहोवावि। पढमो विणोसहेणंतक्खयतुल्लो अबीओ उ'॥४६॥ कटुकौषधादियोगाद् मन्थररोगशमसन्निभो वाऽपि विलम्बितरोगोपशमतुल्यो वाऽपि प्रथमो-द्रव्यस्तवः, विनौषधेन स्वत एव तत्क्षयतुल्यश्च रोगक्षयकल्पश्च द्वितीयो=भावस्तव इति ॥ ४६॥ अनयो: फलमाह'पढमाउ कुसलबंधो तस्स विवागेण सुगइमाईया। तत्तो परंपराए बिइओ विय होइ कालेणं'॥४७॥ प्रथमाद् द्रव्यस्तवात् कुशलबन्धो भवति सरागयोगात्। तस्य कुशलबन्धस्य विपाकेन हेतुना सुगत्यादयः सुगतिसम्पद्विवेकप्रभृतयः। ततो द्रव्यस्तवात्परम्परया द्वितीयोऽपि भावस्तवो भवति कालेनाभ्यासतः॥ ४७॥ શંકા - જો નિરભિળંગ યોગ શુભ ગણાતો હોય, તો સાભિધ્વંગયોગ શુભ શી રીતે ગણાશે? કારણ કે બન્ને પરસ્પર વિરુદ્ધ છે. તેથી દ્રવ્યસ્તવને શુભયોગ શી રીતે માની શકાય? અને જો અભિમ્પંગ હોય તો પણ શુભયોગ સંભવી શકતો હોય, તો અભિન્કંગ અકિંચિત્કર છે અને શુભયોગના સાભિધ્વંગ અને નિરભિમ્પંગએમ ભેદ પાડવાની કોઈ જરૂર નથી. સમાધાન - અભિવૃંગની હાજરીમાં પણ શુભયોગ સંભવતો હોવાથી દ્રવ્યસ્તવ નિરર્થક નથી અને અભિવૃંગ પણ અકિંચિત્કર નથી, કારણ કે શુભયોગથી પ્રાપ્ત થતા ફળમાં પણ જે વિચિત્રતા દેખાય છે-સાધુના શુભયોગો પ્રાયઃ પ્રધાનપણે નિર્જરા ફળ દેનારા છે અને શ્રાવકના દ્રવ્યસ્તવજનિત શુભયોગો પ્રાયઃ પ્રધાનપણે પુણ્ય ફળ દેનારા છે. આ જે તફાવત દેખાય છે, તેમાં ક્રમશઃ અભિવૃંગનો અભાવ અને અભિવૃંગયુક્તતા કારણ છે. “શુભયોગ સામાન્ય..” ઇત્યાદિ-નિર્જરા કે પુણ્યવગેરે તમામ શુભ ફળો શુભયોગથી જન્યઃઉત્પન્ન થાય છે. અહીં શુભફળત્વ' જાતિ વ્યાપક છે. “નિર્જરા–” અને “શુભઆશ્રવત્વ'(=પુણ્યત્વ) વ્યાપ્ય જાતિઓ છે(=શુભફળના પેટા ભેદ છે.) એમાં નિર્જરા–જાતિથી અવચ્છિન્ન(=નિર્જરા–જાતિવાળું) ફળ છે નિર્જરા તેના પ્રત્યે નિરભિમ્પંગ શુભયોગ કારણ છે. તથા પુણ્યત્વજાતિથી અવચ્છિન્ન ફળ છે પુણ્ય. આ પુણ્યફળ પ્રત્યે સાભિધ્વંગ શુભયોગ કારણ છે. આ પ્રમાણે ઉપરોક્ત કથન યુક્તિયુક્ત બનાવી શકાય છે. આન્યાયમાર્ગ છે. ll૪૪ો આસ્વરૂપને ઉદાહરણદ્વારા સ્પષ્ટ કરે છે- જેમ કાંટાથી યુક્ત શાલ્મલીના લાકડામાંથી બનાવેલો તરાપો અપાયયુક્ત છે અને નદી પાર કરવા સમર્થ નથી. બસ દ્રવ્યસ્તવ પણ આ તરાપા જેવો છે, કારણ કે તેનાથી મોક્ષ અસિદ્ધ છે. જ્યારે નદીવગેરેને સમર્થ બાહુથી તરવાસમાન ભાવસ્તવ છે, કારણ કે ભાવતવથી જ મુક્તિ છે. ll૪પા બીજું ઉદાહરણ દર્શાવે છે અથવા કડવા ઔષધવગેરેના યોગથી લાંબા કાળે રોગની ઉપશાંતિતુલ્ય દ્રવ્યસ્તવ છે અને ઔષધ વિના સ્વતઃ જ રોગક્ષય તુલ્ય ભાવસ્તવ છે. ૪૬ો અહીં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવથી મળતા ફળમાં કાળભેદ બતાવ્યો. તથા દ્રવ્યસ્તવમાં લાંબા કાળે પણ માત્ર ઉપશાંતિ બતાવી, ક્ષય નહીં. જ્યારે ભાવસ્તવ શીઘ ક્ષયકારક છે. દ્રવ્યસ્તવથી ભાવસ્તવ પામવાની પ્રક્રિયા - હવે બન્નેના ફળ બતાવે છે- પ્રથમ(દ્રવ્યસ્તવ)થી કુશળ(=શુભકર્મ)નો બંધ થાય છે (કારણ કે આ સરાગ શુભયોગ છે.) આ કુશળકર્મના વિપાકથી સુગતિવગેરે વગેરેથી સંપત્તિ-વિવેકવગેરે)ની પ્રાપ્તિ થાય છે. તે પછી તે દ્રવ્યસ્તવથી પરંપરાએ કાળે(=દ્રવ્યસ્તવના વારંવારના અભ્યાસથી) ભાવસ્તવ પ્રાપ્ત થાય છે. ll૪૭ આ જ વાત વિરોષથી બતાવે છે- “જિનબિંબની પ્રતિષ્ઠા કરવાના શુભભાવથી પ્રાપ્ત થયેલા અને સર્વકારણસામગ્રીઓ ભેગી
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy