SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ 346 પ્રતિમાશતક કાવ્ય-૧૭) भगवान् तापसाश्रमात् पितृव्यभूतकुलपतिसम्बन्धिनः, तेषां तापसानामप्रीतिम्=अप्रणिधानं मत्वा मनःपर्यायेण, किम्भूतम् ? परमं प्रधानमबोधिबीजं गुणद्वेषेण, ततस्तापसाश्रमाद् गतः, 'हते'ति 'उपदर्शने'। अकालेऽपि= प्रावृष्यपि ॥ ६॥ ‘इय सव्वेणं वि सम्मं सक्कं अप्पत्तियं सइ जणस्स। णियमा परिहरिअव्वं इयरम्मि सतत्तचिंताओ' ॥ ७॥ ‘इय'-एवं सर्वेणापि परलोकार्थिना सम्यगुपायत: शक्यमप्रणिधानं सदासर्वकालं जनस्य-प्राणिनिवहस्य नियमाद्-अवश्यंतया परिहर्त्तव्यं न कार्यम् । इतरस्मिन् अशक्येऽप्रणिधाने स्वतत्त्वचिन्तैव कर्तव्या='ममैवायं दोष' इति बहिर्मुखत्वेऽन्तर्मुखत्वे चौदासीन्यम्॥७॥ उक्ता भूमिशुद्धिः।। काष्ठादिशुद्धिमाह- 'कट्ठादि वि दलं इह सुद्धं जं देवताऽऽदुपवणाओ। नो अविहिणोपणीयं सयं च कारावियं जन्नो'॥८॥ काष्ठाद्यपि दलं कारणमत्र विधाने शुद्धमिति विधेयनिर्देशः । यद्देवताद्युपवनादादिना भिन्नक्रमेण श्मशानग्रहः, नाऽविधिना बलीवर्दादिमारणेनोपनीतम् आनीतं, स्वयं च नो कारितं यदिष्टकादि, तत्कारिवर्गतः क्रीतमुचितक्रयेणेत्युक्तेः ॥ ८॥ तस्सवि य इमोणेओ सुद्धासुद्धपरिजाणणोवाओ। तक्कहगहणाओ सो जो सउणेयरसन्निवाओ उ'॥९॥ तस्यापि चायं वक्ष्यमाणो ज्ञेयः शुद्धाशुद्धप्राप्तिपरिज्ञानोपायः કુલપતિની વિનંતિથી કુલપતિના આશ્રમમાં પ્રથમ ચોમાસું કરવા ગયા. ત્યાં પ્રભુ મન:પર્યાયજ્ઞાનથી તાપસોની પોતાના પ્રત્યેની અપ્રીતિ-અપ્રણિધાન જાણી વર્ષાકાળરૂપી અકાલે(=વિહારમાટે અયોગ્યકાલે) પણ ત્યાંથી નીકળી ગયા, (ભગવાન સમજતા હતા કે, “ધર્મ, ધર્મની સામગ્રી અને ધર્મ પ્રત્યેની અપ્રીતિ સભ્યત્વની પ્રાપ્તિરૂપ બોધિના અભાવમાટે પરમ કારણ બને છે.”) કારણ કે આ અપ્રીતિ ગુણપ્રત્યેના દ્વેષથી જન્મી છે. ૬“તેથી બધાએ (પરલોકમાં હિતની કાંક્ષાવાળા બધાએ) સમ્યગૂ ઉપાયોથી શક્ય હોય ત્યાં સુધી બધા જીવોની અપ્રીતિથી અવશ્ય દૂર રહેવું. ઇતરમાંક અશક્યમાં સ્વતત્ત્વ ચિંતન કરવું.” જે ગુણદ્વેષીવગેરેની અપ્રીતિ દૂર કરવી અશક્ય હોય, તેઓઅંગે તો સ્વતત્ત્વની વિચારણા જ કરવી (૧) બાહ્યભાવે પોતાનો જ આ દોષ છે' એવો વિચાર કરવો, તથા (૨) અંતર્મુખતાથી તો ઔદાસીન્ય-નિર્લેપભાવ જ રાખવો. (આઈ વિચારણીય મુદ્દા –(૧) ધર્મકાર્યમાં સહજ ઘણાને અપ્રીતિનો સંભવ હોય છે. (૨) થોડોક ભોગ, ઉદારતા અને સૌજન્યથી મોટાભાગનાની અપ્રીતિ ટાળી શકાય. (૩) કેટલાક ભારે કર્મીને ધર્મસાથે જ વિરોધ હોય છે. તેઓને ધર્મનકરો તો જ પ્રીતિ હોય, અન્યથા અપ્રીતિ હોય. (૪) આવી વ્યક્તિઓની અપ્રીતિ દૂર કરવા ધર્મ નહીં મુકવો. (૫) તેમજ તેમના પર દ્વેષ પણ ન કરવો, પરંતુ (૬) તેઓ પ્રત્યે ઉપેક્ષા-ઔદાસીન્યભાવ રાખવા. ત્યાં તેમના દોષોને વિચારવા કરતાં પોતાના પુણ્યની કચાશને કે પોતાના પરભવીય પુરુષાર્થને દોષિત તરીકે વિચારવા વધુ યોગ્ય છે. કારણ કે (૭) આમ કરવાથી તેઓ પર પણ પોતાનો મૈત્રીભાવ અને કરુણાભાવ ટકી શકે.) l૭ી આ પ્રમાણે ભૂમિની શુદ્ધિ બતાવી. આ દ્વાર પૂર્ણ થયું. કાષ્ઠશુદ્ધિ દ્વાર હવે લાકડાવગેરેની શુદ્ધિ બતાવે છે- લાકડાવગેરે દળો-સામગ્રી પણ તે જ શુદ્ધ સમજવી કે જે (૧) દેવતાના બાગ વગેરેમાંથી (વગેરેથી - સ્મશાનવગેરેમાંથી. મૂળમાં “આદિ પદ દેવતા સાથે જોડાયો હોવા છતાં તેનો અન્વય ઉપવનસાથે કરવો. એટલે કે દેવતાઉપવન વગેરેમાંથી એમ અર્થ કરવો.) ન લવાયા હોય તથા (૨) અવિધિથી (બળદવગેરેને કષ્ટ પહોંચાડવાદ્વારા) લવાયા ન હોય અને (૩) પોતે કરાવ્યા ન હોય, પોતે જ ઇંટવગેરે પકાવીને બનાવવા નહિ, કારણ કે તેમાં મહારંભ છે. તેથી બીજાએ બનાવેલા તૈયાર હોય, તે જ ઇટવગેરે ઉચિત મૂલ્ય આપી ખરીદી લેવા. ll૮ાા તેની પણ(લાકડા વગેરેની) શુદ્ધ કે અશુદ્ધ પ્રાપ્તિને જાણવાનો ઉપાય આ છે – ‘તેની કથા (=લાકડાવગેરેની ખરીદી અંગેનો વાર્તાલાપ) અને તે લાકડાવગેરેના ગ્રહણવખતે શુભ-અશુભ શુકનો થવા.' લાકડા લેતી વખતે વાતચીતથી, વેંચનારના બોલવાવગેરેથી એ લાકડાવગેરે ઉપરોક્ત લક્ષણથી શુદ્ધ છે કે અશુદ્ધ તેની ખબર
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy