________________
(સમાપ્તપુનરાત્તત્વ ચર્ચા
पुनः कीदृशी ? अनालोकिता=सादरमवीक्षितेत्यर्थः । अनालोकितपदस्य सादरमनालोकितत्वेऽर्थान्तरसङ्कामितवाच्यत्वादन्यथा चक्षुष्मतः पुरःस्थितवस्तुनोऽनालोकितत्वानुपपत्तेः । कैः ? विस्फुरन्मोहोन्मादघनप्रमादमदिरामत्तैः। विस्फुरन्=विविधं परिणमन् यो मोहोन्मादो घनप्रमादश्च, तावेव ये मदिरे ताभ्यां ये मत्तास्तैः । न च प्रमादस्य मोहेनैव गतार्थत्वादाधिक्यम्, अनाभोगमतिभ्रंशादिरूपस्य तस्य ग्रहणात् । न चान्वयपरिसमाप्तौ अस्य विशेषणस्योपादानात् समाप्तपुनरात्तत्वदोषदुष्टत्वमत्रेति शङ्कनीयम्, सर्वोत्कृष्टत्वेन सर्वादरणीयत्वे लब्धे यदि
આમ પ્રમાદ મોહ કરતાં કંઇક વિશેષરૂપ છે. તેથી તેનો મોહથી અલગરૂપે ઉલ્લેખ આધિક્યદોષથી દુષ્ટ નથી. સમાસપુનરાત્તત્વ ચર્ચા
શંકા - કાવ્યમાં ‘મૂર્તિ’પદ વિશેષ્ય છે. અને ‘વિજયતે’પદ ક્રિયાપદ છે. ‘મૂર્તિ’પદનો ‘એન્દ્રશ્રેણિનતા’ વગેરે વિશેષણોસાથે અન્વય થયા બાદ ‘વિજયતે' ક્રિયાપદસાથે અન્વય થવાથી અન્વયપરિસમાપ્તિ થાય છે અને શાબ્દબોધ પ્રાપ્ત થાય છે. હવે ‘અનાલોકિતા’ વિશેષણસાથે અન્વય કરવા ‘મૂર્તિ’રૂપ વિશેષ્યપદનું ફરીથી ઉપાદાન કરવામાં ‘સમાપ્તપુનરાત્તત્વ’ નામનો કાવ્યદોષ લાગુ પડશે.
સમાધાનઃ- તમારી વાત ગલત છે. જ્યાં સુધી આશંકાનું નિવારણ ન થાય, ત્યાં સુધી આકાંક્ષા શાંત થતી નથી. પ્રસ્તુત કાવ્યમાં ‘અનાલોકિતા’ વિશેષણસાથે વિશેષ્યનો અન્વય ન થાય, ત્યાં સુધી આશંકાનું નિવારણ થતું નથી. તેથી આકાંક્ષા ઊભી રહે છે.
પ્રશ્ન :- ‘અનાલોકિતા’ પદ સાથે અન્વય ન થાય ત્યાં સુધી કઇ આશંકા રહે છે ?
ઉત્તરઃ
· આશંકા એ એ છે કે પ્રતિમા જો સર્વોત્કૃષ્ટ હોવાથી બધાને આદરણીય હોય, તો પ્રતિમાલોપકો કેમ પ્રતિમાનો આદર કરતા નથી ?
પ્રશ્ન:- ‘અનાલોકિતા’ પદસાથે અન્વય કરવાથી શું આ આશંકાનું નિવારણ થઇ શકશે ?
ઉત્તર ઃ– હા, ‘મોહના ઉન્માદવાળા અને પ્રચુર પ્રમાદમાં પડેલા પ્રતિમાલોપકોથી અવલોકન નહિ કરાયેલી’ એ પ્રમાણેના વિશેષણપદસાથે ‘મૂર્તિ’રૂપ વિશેષ્યપદનો સંબંધ થવાથી ઉપરોક્ત આશંકાનું નિવારણ થાય છે. પ્રતિમાલોપકો પ્રતિમાનો આદર ન કરે તેમાં કશું અજુગતું નથી. કેમકે તે પ્રતિમાલોપકો મોહમૂઢ અને પ્રમાદી હોવાથી પ્રેક્ષાવા=શિષ્ટ નથી. તેથી તેઓ પ્રતિમાનો અનાદર કરે છે. પણ તેટલામાત્રથી પ્રતિમાના સર્વોત્કૃષ્ટપણામાં જરા પણ હાનિ આવતી નથી ઇત્યાદિ અર્થ પ્રાપ્ત થતો હોવાથી ‘પ્રતિમા સર્વોત્કૃષ્ટ હોય તો પ્રતિમાલોપકો કેમ પ્રતિમાનો આદર કરતા નથી ?’ એ આશંકાનું નિવારણ થાય છે. અને એ નિવારણમાં કારણ બનતું હોવાથી ‘અનાલોકિતા’ પદ સાથેના અન્વયમાં સમાપ્તપુનરાત્તત્વ દોષ નથી.
શંકા ઃ- તો પછી ‘સમાપ્તપુનરાત્તત્વ’ દોષ ક્યાં લાગે ?
સમાધાન :- જે વિશેષણ વિશેષ્યના પ્રસ્તુત અર્થનું ઉપપાદક ન હોય – અર્થાત્ વિશેષ્યના પ્રસ્તુતઅર્થને
© क्रियान्वयेन शान्ताकाङ्क्षस्य विशेष्यवाचकपदस्य विशेषणान्तरान्वयार्थं पुनरनुसन्धानम् । नियताकाङ्गारहितान्वयबोधोत्तरं विशेष्यवाचकपदस्य पुनरनुसन्धानमिति समुदितार्थ: । - मुक्तावली रामरूद्रीटीकायाम् ।
જી વાક્યઆદિના શાબ્દબોધમાં કેટલીક નિયત આકાંક્ષાઓ માનેલી છે. દા.ત. વિશેષણપદ અને વિશેષ્યપદને પરસ્પર આકાંક્ષા છે. ક્રિયાપદને કારકપદ સાથે નિયત આકાંક્ષા છે. જ્યારે આ નિયત આકાંક્ષાવાળા પદોનો અન્વય થાય છે ત્યારે આકાંક્ષા શાંત થાય છે. આવી નિયત આકાંક્ષાઓ પૂરી થઇ ગયા બાદ વાક્યનો અન્વયબોધ થાય છે. એક વખત આ રીતે અન્વયબોધ થયા પછી કો'ક વિશેષણ સાથે બોધના અનુસંધાનમાટે ફરીથી વિશેષ્યપદની આકાંક્ષા ઊભી કરવામાં સમાપ્તપુનરાત્તત્વદોષ લાગે છે – એવો એક મત છે.