SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ (33) પ્રતિમાશતક કાવ્ય-૬૬) ___ 'तत्पाणि'इत्यादि। तत्-तीर्थेशप्रतिमार्चनं, पाणिग्रहणोत्सवे द्रौपद्या प्रौढ्या औत्सुक्येन कृतमिति न चेत् प्रमाणं, तदा स्व:सदा सूर्याभादिना निर्मितं वन्दनादिकमपि स्थित्युत्सव-इन्द्रमहोत्सवस्थितिकाले प्रौढ्यैवेति किं तथा किं न प्रमाणं तव ? क्लिष्टेच्छा कामभोगादीच्छा, तद्विरहो द्वयोरपि द्रौपदीसूर्याभयोः समः-तुल्यः। भक्तेर्गुणोऽपि द्वयोस्तुल्य एव । कथम् ? इति चेत् ? नागादिप्रतिमार्चनात्तदपेक्षयेह द्रौपद्या जिनार्चने खलु निश्चितं विशेषप्रथा विशेषदृष्टिः व्यक्ता प्रकटा । नागादिप्रतिमार्चने हि भद्रया सार्थवाह्या पुत्रप्रार्थनादिकृतं श्रूयते । तथा દિ तते णं सा भद्दा सत्थवाही धण्णेणं सत्थवाहेणं अब्भणुन्नाता समाणी हट्टतुट्ठ जाव हयहियया विपुलं ક્લિષ્ટ ઇચ્છા(=કામભોગોની ઇચ્છા)નો અભાવ બન્નેનો(દ્રૌપદી અને સૂર્યાભનો) સરખો જ હતો, તથા બન્નેનો ભક્તિનો ગુણ પણ તુલ્ય જ હતો, કારણ કે નાગવગેરેની પૂજા કરતા અહીં (દ્રૌપદીકૃતજિનપ્રતિમાપૂજાસ્થળે) વિશેષદૃષ્ટિની ઉપસ્થિતિ સ્પષ્ટ જ છે. પ્રતિમાલપક - વિવાહઅવસરે શ્રેષ્ઠ વરને વરવાની ઉત્સુકતાવાળી દ્રૌપદી જિનપ્રતિમાપૂજન કરે એટલામાત્રથી પ્રતિમા પૂજનીયતરીકે પ્રમાણિત જાહેર થતી નથી. કોણ જાણે કેવા કોડ અને અભિલાષાઓથી એ પૂજા દ્રોપદીએ કરી હશે? અથવા તો એક કુલાચારતરીકે પણ પૂજા કરી હોય. ઉત્તરપક્ષ - વિવાહના ઉત્સવ વખતે આ પૂજા થઇ હોવામાત્રથી તમે જો આ પૂજાને પ્રમાણતરીકે સ્વીકારતા નહો, તો ઇન્દ્રમહોત્સવ કલ્પકાળે સૂર્યાભવગેરે દેવોએ જિનેશ્વરોને કરેલા વંદનવગેરે પણ પ્રમાણ તરીકે નહિ સ્વીકારી શકાય. (સૂર્યાભવગેરે દેવો વિમાનના અધિપતિદેવ તરીકે ઉત્પન્ન થાય છે, ત્યારે તે અધિપતિદેવોનો ઇન્દ્રઅભિષેક કરવાનો દેવોનો કલ્પ છે. આ કલ્પ અજમહોત્સવ કહેવાય છે.) પૂર્વપક્ષ - અલબત્ત, સૂર્યા વગેરે દેવોએ કરેલા તે વંદન મહોત્સવકાળને આશ્રયીને હતા. છતાં એ વંદનવગેરે વખતે તે વંદનઆદિના ફળતરીકે સૂર્યા વગેરે દેવોને કામભોગ વગેરેની ઇચ્છા ન હતી. તેથી તેઓની નિરાશસભાવની વંદનવગેરે ક્રિયા પ્રમાણભૂત છે. ઉત્તરપાઃ - બસ, આ જ પ્રમાણે દ્રૌપદીની જિનપૂજા વિવાહોત્સવવખતે હોવા છતાં વિષયેચ્છારૂપ દુષ્ટ આશયથી મિશ્રિત ન હોવાથી પ્રમાણભૂત જ છે. પૂર્વપશ - સૂર્યાભઆ મહોત્સવકાળે પણ ભગવાનને વંદનવગેરે કરવાનું ચૂકયો નહિ. એમાંતેની જિનભક્તિ સ્પષ્ટ તરી આવે છે. ઉત્તર૫ક્ષ - એ જ પ્રમાણે વિવાહરૂપ જીવનના મહત્ત્વના પ્રસંગે પણવિધિસરની જિનપૂજાને છોડવાદ્વારા દ્રોપદીએ પોતાની પરમાત્મભક્તિ જ છતી કરી છે. વળી ‘સારા પતિ મેળવવાની ઇચ્છાથી કે કુળાચારના નામપર દ્રોપદીએ યાગવગેરે તથા મિથ્યાત્વી દેવોની પૂજા કરવાનું છોડી એવી ક્લિષ્ટ ઇચ્છા વિના જ પરમાત્મપૂજા કરી એ જ સ્પષ્ટ દર્શાવે છે કે જિનપૂજા કરવામાં દ્રૌપદીપાસે ચોક્કસ વિશેષદૃષ્ટિ હતી અને પરમાત્મા પ્રત્યે નિર્મળ ભક્તિ જ હતી. ભદ્રા સાર્થવાહીનું દૃષ્ટાંત ભદ્રા સાર્થવાહી(સાર્થવાહપત્ની)એ નાગવગેરેની પૂજા કરી પુત્રની પ્રાર્થના વગેરે કર્યું હતું એમ આગમમાં સંભળાય છે. તે પાઠ આ પ્રમાણે છે – તે વખતે ભદ્રા સાર્થવાહીએ વન સાર્થવાહની રજા મળવાથી ખુશ થઇને મોટા પ્રમાણમાં આહાર-પાન
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy