SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ 32oT પ્રતિમાશતક કાવ્ય-૬૫) संपरिबुडे सीहासणवरगते यावि विहरति, इमंच णं कच्छुलणारए दंसणेण अइभद्दए विणीए अंतो २ य कलुसहियए मज्झत्थोवत्थिए य अल्लीणसोमपियदसणे सुरूवे अमइलसगलपरिहिए कालमियचम्मउत्तरासंगरइयवत्थे, दण्डकमण्डलुहत्थे जडामउडदित्तसिरए, जन्नोवइयगणेत्तियमुंजमेहलवागलधरे हत्थकयकच्छपीए, पियगंधब्वे धरणीगोयरपहाणे संचरणावरणओवयणउप्पयणिलेसणीसु य संकामणिअभिओगपण्णत्तिगमणीथंभणीसु य बहुसु विज्जाहरीसु विज्जासु विस्सुयजसे इढे रामस्स य केसवस्स य पज्जुन्नपईवसंबअनिरूद्धणिसढउम्मुयसारणगयसुमुहदुम्महाईण जायवाणं अद्भुट्ठाणं कुमारकोडीणं हिययदइए संथवए कलहजुद्धकोलाहलप्पिए, भंडणाभिलासी बहुसु य समरसयसंपराएसु दंसणरए समंतओ कलहसदक्खिणं अणुगवेसमाणे असमाहिकरे दसारवरवीरपुरिसतिलोक्कबलवगाणं आमंतेऊण तं भगवतीं पक्कमणिं गगणगमणदच्छं उप्पइओ गगणमभिलंघयंतो गामागारनगरखेडकब्बडमडंबदोणमुहपट्टणसंवाहसहस्समंडियंथिमियमेइणीतलंणिब्भरजनपदं वसुहंओलोइंतो रम्मंहत्थिणारं उवागए पंडुरायभवणंसि अइवेगेण समोवइए। तए णं से पंडुराया कच्छुल्लनारयं एज्जमाणं पासति २ पंचहिं पंडवेहिं कुंतीए य देवीए सद्धिं आसणातो अब्भुटेति २ कच्छुल्लनारयंसत्तट्ठपयाइंपच्चुग्गच्छइ २ तिक्खुत्तो आयाहिणपयाहिणं करेति २ वंदति णमंसंति महरिहेण आसणेणं उवणिमंतेति। तए णं से कच्छुल्लनारए उदगपरिफोसियाए दब्भोवरिपच्चत्थुयाए भिसियाए णिसीयति २ पंडुरायं रज्जे जाव अंतेउरे य कुसलोदंतं पुच्छइ, तए णं से पंडुराया कोंतीदेवी નારદ-દ્રોપદીનો પ્રસંગ અહીં તે અંગેનો “શાતાધર્મકથા અંગનો પાઠ ટીકાના અંશસાથે બતાવે છે... તે વખતે પાંચ પાંડવોદ્રૌપદી દેવી સાથે રોજના વારાના ક્રમથી ઉત્તમ ભોગો ભોગવતા હતા. અન્યદા, ક્યારેક પાંચ પાંડવો, કુંતી, દ્રોપદી અને અંતઃપુરના પરિવારથી પરિવરેલા પાંડુરાજા શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજમાન હતા. તે વખતે કલ્યાણકારી દર્શનવાળો, વિનીત - પણ કેલિપ્રિય હોવાના કારણે ક્યારેક ક્યારેક કલુષિત ચિત્તવાળો, મધ્યસ્થતા(=બ્રહ્મચર્યવ્રતના ગ્રહણથી સમતા) પામેલો, આશ્રિતોને માટે સૌમ્ય, પ્રિયદર્શન, સુરૂપવાન, ઉજ્વળ વલ્કલ વસ્ત્રધારી, કૃષ્ણમૃગચર્મના ઉત્તરાસંગવાળો, હાથમાં દંડ તથા કમંડલને ધારણ કરેલો, જટારૂપમુગટથી શોભતા મસ્તકવાળો, જનોઇ ગણેત્રિકા (રૂદ્રાક્ષની માળા વિશેષ) તથા મુંજમથકંદોરાને ધારણ કરેલો, હાથમાં કચ્છપિકા(ઉપકરણવિશેષ - વિણાવિશેષ)ને રાખતો, ગીતપ્રિય, તથા આકાશગામી હોવાથી પૃથ્વીપર અલ્પપરિભ્રમણ કરતો, સંચરણી, આવરણી, અવસરણી, ઉત્પતની, શ્લેષણી, સંક્રામણી, અભિયોગિની, પ્રજ્ઞપ્તિ, ગમની, અંભિની વગેરે અનેક વિદ્યાધરવિદ્યાઓમાં પ્રસિદ્ધયશવાળો, રામ(=બલરામ) તથા કેશવ(=કૃષ્ણ)ને પ્રિય, તથા પ્રદ્યુમ્ન, પ્રદીપ, શાંબ અનિરુદ્ધ, નિસઢ, સારણગ, સુમુખ, દુર્મુખવગેરે સવાકરોડ યાદવકુમારોને હૃદયવલ્લભ, કલહે(=વાગ્યુદ્ધ), યુદ્ધ(=શસ્ત્રયુદ્ધ) અને કોલાહલ(=ઘણા લોકોનો ઘોંઘાટ)પ્રિય, ભાંડનપ્રિય, ઘણા યુદ્ધો જોવામાં રસિક, બીજાઓને કલહ કરાવી અસમાધિ કરાવતો-ઇત્યાદિ અનેક ગુણ-વિશેષણોથી યુક્ત કચ્છલ નારદ(=નારદનામનો તાપસ) દશાઈવર, વીરપુરુષ રૈલોક્ય-બળ વર્ગ ઇત્યાદિ... (વિશેષણોથી વિશિષ્ટ કૃષ્ણવગેરેની) સાથે આમંત્રણ કરી(મંત્રણા કરી?) તે ભગવતી પક્કમણી (?) આકાશ-ગમનમાં દક્ષ, આકાશતલને ઓળંગતો તેનારદ હજારો ગામ, નગર, આકર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટણ, સંબાહ(રચનાવિશેષ, સ્થાનવિશેષ અને વસતિવગેરે કારણે જુદા-જુદા નામથી ઓળખાતા આ બધા ચહેવાના સ્થાનો છે.)થી શોભતી સિમિત ભૂમિતલવાળી તથા નિરંતર જનપદવાળી પૃથ્વીને ઓળંગતો સુરમ્ય હસ્તિનાપુર નગરમાં આવ્યો અને અત્યંતવેગથી પાંડુરાજાના રાજમહેલમાં પ્રવેશ્યો. નારદ ઋષિને
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy