SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જિનપ્રતિમાની સર્વોત્કૃધ્ધા અને આદરણીયતા 'जैनेश्वरी मूर्तिः सदा विजयते' इत्यन्वयः। जिनेश्वराणामियं जैनेश्वरी मूर्तिः प्रतिमा सदा व्यक्त्या प्रवाहतश्च निरन्तरं विजयते सर्वोत्कर्षेण वर्तते। अत्र जयतेरर्थ उत्कर्षः 'पराभवे तथोत्कर्षे जयत्यन्ते त्वकर्मकः' इत्याख्यातचन्द्रिकावचनात्। सर्वाधिकत्वं वेरुपसर्गस्येति बोध्यम्। मूर्तिः कीदृशी ? ऐन्द्रश्रेणिनता-इन्द्राणामियम्=ऐन्द्री सा चासौ श्रेणिश्चेति कर्मधारयः, तया नता=नमिकर्मीकृता । एतेन एतदपलापकारिणामैन्द्रः शापो ध्रुव इति व्यज्यते। पुनः कीदृशी? प्रतापभवनम्-प्रतापस्य कोशदण्डजस्य तेजसो भवनं गृहम् । उक्ततेजः स्थाप्यगतं स्थापनायामुपचर्य व्याख्येयम्। एतेन एतदपलापकारिणो भगवत्प्रतापदहनेनैवोपहता भविष्यन्तीति व्यज्यते। पुनः कीदृशी ? મળી રહ્યો છે. ઇદ્રોની હારમાળાથી જિનપ્રતિમાને નમન કરાયું છે.” (આ કથનથી એમ ફલિત થાય છે કે ઇકો જિનપ્રતિમ પ્રત્યે પૂર્ણ બહુમાન અને પૂજ્યભાવ ધરાવે છે. તેથી જ તેઓ જિનપ્રતિમાનો અનાદર સહન કરી શકે તેમ નથી. તેથી જિનપ્રતિમાનો અનાદર કરનારાઓ ઇંદ્રના કોપનું ભાન બન્યા વિના રહે નહિ. પિતાને પૂજ્યભાવે ચંદનનો લેપ કરતો દિકરો બીજી વ્યક્તિ પોતાના પિતા પ્રત્યે થુંક ઊડાડે તે સહન કરી શકે નહિ.). (૨) પ્રતાપભવન... કોશ=ભંડાર અને દંડ – આ બેથી પ્રગટતું તેજ પ્રતાપ કહેવાય. જિનપ્રતિમા આ પ્રતાપનું નિવાસસ્થાન છે. આ વિશેષણથી નિશ્ચિત થાય છે કે પ્રતિમાનો પૂજનીય તરીકે નિષેધ કરનારાઓ ભગવાનના પ્રતાપરૂપી અગ્નિમાં ભસ્મસાત્ થયા વિના રહેશે નહિ. (અર્થાત્ પરમાત્માનો પ્રતાપ એવો અજબગજબનો છે કે પરમાત્માની પ્રતિમા સામે પડનારો જિનપ્રતિમાને કોઈ નુકસાન કરી શક્તો નથી. પણ આમ સામે પડનારો પોતે જ પોતાના પાપના તાપમાં નષ્ટ થાય છે. સૂર્યસામે ધૂળ ઊડાડનારો સૂર્યને ઢાંકી શક્તો નથી પણ પોતાની જ આંખને ધૂળથી ભરી દે છે.) શંકા - ભગવાન ભલે તેજસ્વી હોય. પણ તેમની પ્રતિમામાં કંઇ તેજ નથી. કેમકે પ્રતિમા પથ્થરની બનેલી છે. તેથી પ્રતિમાને પડકારવામાં કોઇ દોષ નથી. સમાધાનઃ-પ્રતિમામાં સ્વતઃ તેજ ભલે ન હોય, તો પણ ભગવાનગત તેજ તો પ્રતિમામાં રહ્યું જ છે. કેમકે પ્રતિમા પરમાત્માની સ્થાપનારૂપ છે. અને સ્થાપ્યરૂપ પરમાત્મામાં રહેલા ગુણો ઉપચારથી સ્થાપનારૂપ પ્રતિમામાં સંભવી શકે છે. તેથી સ્થાપ્ય પરમાત્મામાં રહેલું તેજ સ્થાપનારૂપ પ્રતિમામાં સંભવે છે. તેથી આ તેજયુક્ત પ્રતિમાનો વિરોધ કરવામાં ડહાપણ નથી. (૩) ભવ્યાકિ નેત્રામૃત. જે ભવ્યજીવો આ પ્રતિમાના સાદર દર્શન કરે છે, તે ભવ્યજીવોના ચક્ષુસંબંધી બધા જ દોષો-રોગો દૂર થાય છે અને તેઓને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. નજીકમાં મોક્ષગામી ભવ્યજીવોને જ પ્રતિમાના દર્શનથી પરમ આહ્વાદની અનુભૂતિ થાય છે. અને તેઓમાટે જ પ્રતિમા અમૃતતુલ્ય કાર્ય કરતી હોવાથી “અમૃત’ બને છે. આ વિશેષણ એવું નિવેદન કરે છે કે જેઓની આંખ પ્રતિમાને નીરખીને આનંદથી ઊભરાતી નથી અને હર્ષના અતિરેકથી છલકાતી નથી, તેઓ કાં તો અભવ્ય છે, કાં તો દૂરભવ્ય છે; કેમકે તેઓને વાસ્તવમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ નથી. પિતાની ગેરહાજરીમાં જેઓ પિતાની પ્રતિકૃતિને પૂજવાને બદલે પ્રતિકૃતિની ઠેકડી ઊડાવે છે, તેઓને પિતાપર પ્રેમ છે તેમ શી રીતે કહી શકાય? બસ તેજ પ્રમાણે પરમાત્માની પ્રતિમાને વખોડનારાઓને પરમાત્માપર પ્રેમ હોય તે શંકાસ્પદ છે. અને પરમાત્મા પ્રત્યે પ્રેમભાવ વિના ભવનો અંત સંભવે નહિ. (૪) સિદ્ધાન્ત... ઇત્યાદિ.. આગમમર્મજ્ઞ પુરુષો પ્રતિમાની પ્રામાણિકતાને પ્રેમથી પુરસ્કારે છે. અર્થાત્ તેઓ કોઇની શેહમાં તણાઇને નહીં, પરંતુ પૂરી શ્રદ્ધાથી પ્રતિમાને પૂજનીયતરીકે સ્વીકારે છે. કેમકે તેઓ શાસ્ત્રજ્ઞ છે. કેમકે સિદ્ધાંતનું જ્ઞાન અને પ્રતિમાનો વંદનીયઆદિરૂપે પ્રમાણભૂતતરીકે સ્વીકાર (અથવા, સિદ્ધાંતની પ્રમાણતા અને પ્રતિમાનો પૂજનીયતરીકે સ્વીકાર) પરસ્પર નાંતરીયકભાવ(=આ હોય, તો આ હોય જ, આના વિના આ ન જ હોય - એવો ભાવ) ધરાવે છે. શાસ્ત્રના રહસ્યનું જ્ઞાન પ્રતિમાના સ્વીકારમાં પરિણમ્યા વિના રહેતું નથી. તેથી જેઓ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy