SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૬૨) से अप्पबले'- आत्मनो बलं-शक्त्युपचय आत्मबलं, तन्मे भावीति कृत्वा नानाविधैरुपायैरात्मपुष्टये तास्ता: क्रिया ऐहिकामुष्मिकोपघातकारिणीर्विधत्ते, तथा हि-मांसेन पुष्यते मांस'इति कृत्वा पञ्चेन्द्रियघातादावपि प्रवर्ततेऽपराश्चालुम्पनादिकाः सूत्रेणैवाभिहिताः। एवं ज्ञातिबलं स्वजनबलं मे भावीति । तथा तन्मित्रबलं मे भविष्यति येनाहमापदं सुखेनैव निस्तरिष्यामि। तथा प्रेत्यबलं मे भविष्यतीति बस्त्यादिकमुपहन्ति। तथा देवबलं मे भावीति पचनपाचनादिकाः क्रिया विधत्ते । राजबलं मे भविष्यतीति राजानमुपचरति। चोरा भागं दास्यन्तीति चौरानुपचरति। अतिथिबलं वा मे भविष्यतीत्यतिथिमुपचरति। अतिथिर्हि नि:स्पृहोऽभिधीयत इति। उक्तं च → 'तिथिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना। अतिथिं तं विजानीयाच्छेषमभ्यागतं विदुः ॥ इति । एतदुक्तं भवति-तद्वलार्थमपिप्राणिषु दण्डोन नि:क्षेप्तव्यः । एवं कृपणश्रमणार्थमपि वाच्यमित्येवं पूर्वोक्तैर्विरूपरूपैर्नानाप्रकारैः पिण्डदानादिभिः कायैर्दण्डसमादानमिति। दण्ड्यन्ते-व्यापाद्यन्ते प्राणिनो येन स दण्डस्तस्य सम्यगादानं ग्रहणं समादानं। तदात्मबलादिकं मम नाभविष्यद्यद्यहमेतनाकरिष्यमित्येवं सम्प्रेक्षया पर्यालोचनया, एवं सम्प्रेक्ष्य वा भयात् क्रियते। एवं तावदिहभवमाश्रित्य दण्डसमादानकारणमुपन्यस्तमामुष्मिकार्थमपि परमार्थमजानानैर्दण्ड ઉત્તરપક્ષ:- દેવબળથી કે પાપમુક્તિના આલંબનથી કરાતી જિનપૂજા પણ દંડસમાદાન-દંડના ગ્રહણસેવનરૂપ નથી, કારણ કે અહીં પણ અનશનવગેરેને “દંડ રૂપ માનવાનો પ્રસંગ ઊભો જ છે. વળી જે આલોક અને પરલોકને વિરુદ્ધ હોય, તેવા જ આરંભો દંડસમાદાનતરીકે માન્ય છે. જિનપૂજા તો ઉભયલોકને અવિરુદ્ધ છે, તેથી દંડરૂપ નથી. આમ આ સૂત્રથી પણ જિનપૂજા વિગીત=નિંદનીય સિદ્ધ થતી નથી. આ બાબતમાં આ સૂત્રની ટીકા સાક્ષીરૂપ છે. આત્મબળ=પોતાની શક્તિનો સંચય. “પોતાની શક્તિનો સંચય થાય” એમ વિચારી પોતાને આનંદ અને શક્તિ દેનારા અનેક સાધનોદ્વારા આલોકમાં અને પરલોકમાં નુકસાન કરનારી ક્રિયાઓ કરે છે. જેમકે “માંસ ખાવાથી શરીરમાં માંસ વધે એમ વિચારી પશુ-પંખીવગેરે પંચેન્દ્રિયજીવોની હિંસામાં પ્રવૃત્ત થાય. બીજી (આ જ હેતુથી) ચોરી-લુંટ વગેરે કરાતી એ ક્રિયાઓ સૂત્રમાં જ દર્શાવી છે. આ જ પ્રમાણે પોતાનું જ્ઞાતિ-સ્વજનબળ થાય... અર્થાત્ પોતે શક્તિસંપન્ન સ્વજનવાળો બને એમ વિચારી તથા પોતે મિત્રબળવાળો થાય, જેથી પોતે સુખેથી આપત્તિઓને પાર પામી જાય ઇત્યાદિ વિચારથી પણ પૂર્વોક્ત ક્રિયાઓ કરે. તથા પરલોકમાં બળની આશંસાથી બસ્તિવગેરેનો ઉપઘાત કરે તથા દેવબળની આકાંક્ષાથી “રાંધવું રંધાવવું વગેરે ક્રિયાઓ કરે છે. તથા રાજબળ-રાજસહાયની અપેક્ષાથી રાજાની સેવા વગેરે કરે છે. “ચોરો ચોરીનો ભાગ આપશે” એવી વાંછાથી ચોરોની સેવા કરે છે. અતિથિબળની કામનાથી અતિથિઓને સત્કારે છે. જે નિસ્પૃહ હોય તે જ અતિથિ કહેવાય, કહ્યું જ છે કે – બધી તિથિ તથા પર્વ-ઉત્સવોનો જે મહાત્માએ ત્યાગ કર્યો છે, તેને જ અતિથિ માનવો, બીજા બધાને અભ્યાગત (પરોણા મહેમાન) સમજવા.” આ બધા કારણે પણ દંડનું સેવન કરવું જોઇએ નહિ. તથા કૃપણ(=ભિખારી) અને શ્રમણવગેરે માટે પણ પૂર્વોક્ત સ્વરૂપવાળી જુદા-જુદા પ્રકારની પિંડદાનવગેરે ક્રિયાઓ દ્વારા દંડનું સેવન થાય છે. અર્થાત્ આ બધી ક્રિયાઓ પણ દંરૂપ છે. માટે અનાચરણીય છે. જે ક્રિયાથી જીવોની હિંસા થાય તે દંડ' કહેવાય. સમાદાન=દંડનું સારી રીતે ગ્રહણ. (૧) “જો હું આ ક્રિયા ન કરું તો ઉપરોક્ત આત્મબળવગેરે બળો મારા થશે નહિ.” આવી વિચારણાથી અથવા (૨) ભયથી પણ આ “દંડી સ્વીકારે છે. દંડ સમાદાનના આ બે કારણ બતાવ્યા. આમ આલોકને આશ્રયી આ દંડસમાદાન બતાવ્યા.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy