SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ 296 પ્રતિમાશતક કાવ્ય-૨૨ समाहारद्वन्द्वात्तादयं चतुर्थी। एतदर्थंचप्राणिनः क्रियासु प्रवर्तमाना: कर्माददते, तत्र जात्यर्थंक्रौञ्चारिवन्दनादिकाः क्रिया विधत्ते, तथा यान् यान् कामान् ब्राह्मणादिभ्यो ददाति, तांस्तानन्यजन्मनि पुनर्जातो भोक्ष्यते। तथा मनुनाप्युक्तं → 'वारिदस्तृप्तिमाप्नोति, सुखमक्षयमन्नदः। तिलप्रदः प्रजामिष्टामायुष्कमभयप्रदः'। अत्रैकमेव सुभाषितमभयप्रदानमिति तुषमध्ये कणिकावदित्येवमादिकुमार्गोपदेशाद्धि हिंसादौ प्रवृत्तिं विदधाति। तथा मरणार्थमपि पितृपिण्डदानादिषु क्रियासु प्रवर्तते। यदि वा ममानेन सम्बन्धी व्यापादितस्तस्य वैरनिर्यातनार्थं वधबन्धादौ प्रवर्तते। यदि वा मरणनिवृत्त्यर्थमात्मनो दुर्गाद्युपयाचितमजादिना बलिं विधत्ते यशोधर इव पिष्टमयकुक्कुटेन, तथा मुक्त्यर्थमज्ञानावृत्तचेतसः पञ्चाग्मितपोऽनुष्ठानादिषु प्राण्युपमर्दकारिषु प्रवर्तमाना: कर्माददते। यदि वा जातिमरणयोर्विमोचनाय हिंसादिकाः क्रिया: कुर्वते। जाइजरामरणभोअणाए' इति पाठान्तरम् । तत्र भोजनार्थं कृष्यादिकर्मसु प्रवर्तमाना वसुधाजलज्वलनपवनवनस्पतिद्वित्रिचतुष्कपञ्चेन्द्रियव्यापत्तये व्याप्रियन्त इति। तथा दुःखप्रतिघातमुररीकृत्यात्मपरार्थमारम्भमासेवन्ते, तथाहि-व्याधिवेदनात लावकपिशितमदिराद्यासेवन्ते, तथा वनस्पतिमूलत्वपत्रनिर्यासादिसिद्धशतपाकादितैलार्थमायादिसमारम्भेण पापं कुर्वन्ति स्वतः, कारयन्त्यन्यैः, कुर्वतोऽन्यान् समनुजानते, इत्येवमतीतानागतकालयोरपि मनोवाक्काययोगैः कर्मादानं विदधतीत्यायोजनीयमित्यादि। [आचाराङ्ग १/१/ ૧/૨૦-૨૨ ટી.] તે કામભોગોની પ્રાપ્તિ પરભવમાં સુલભ બની જાય... એવી માન્યતાથી બ્રાહ્મણોને કામભાગો ધરે. મનુએ પણ કહ્યું છે – “પાણી આપનારો વૃદ્ધિ પામે છે. અન્ન આપનારો અક્ષયસુખ પામે છે. તલ દેનારો ઇષ્ટસંતતિ પામે છે. અને અભય આપનારો આયુષ્ય પામે છે.” અહીં(મનુસ્મૃતિમાં) આ એક જ સુભાષિત અભયદાનની વાત કરે છે. આ વાત ફોતરાના ઢગલા વચ્ચે ધાન્યના એક કણ જેવી છે. આવા પ્રકારના ખોટા રસ્તાના રવાડે ચડાવી દેનારા ઉપદેશોથી બિચારો અન્ન જીવ! હિંસાવગેરેમાં પ્રવૃત્તિ કરવા મંડી પડે છે. એ જ પ્રમાણે મરણને અપેક્ષીને પણ જીવો મૃત પિતાને પિંડદાન, શ્રાદ્ધવગેરે અજ્ઞાનમૂલક ચેષ્ટાઓ કર્યા કરે છે. અથવા તો મારા સંબંધીને આ વ્યક્તિએ મારી નાખ્યો છે. તેથી હું પણ આને મારી નાંખી કે જેલભેગો કરી વેરનો બદલો લઉં... એમ વિચારી વધવગેરેમાં પ્રવર્તે છે. અથવા તો પોતાનું મરણ અટકાવવા દુર્ગાવગેરે દેવ-દેવીઓ આગળ બકરાવગેરેને બલી તરીકે ધરે છે. અથવા તો સમરાદિત્ય કથામાં આવતા યશોધરચરિત્રના નાયક થશોવરની (પૂર્વભવમાં) જેમ લોટના મરઘા વગેરેથી બલિ ધરે છે. એ જ પ્રમાણે મુક્તિને માટે પણ અજ્ઞાનથી ઘેરાયેલા મનવાળા જીવો પંચાગ્નિતપવગેરે સાધનારૂપ જીવહિંસાની ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. (બિચારા! મુક્ત થવા ક્રિયા કરે અને નવા નવા કર્મોથી બંધાતા જાય.. દિલ્હી જવા દોડે છે, અને મદ્રાસ પહોંચી જાય છે...) અથવા, જન્મ-મરણથી મુક્ત થવા તેઓ હિંસાવગેરે ક્રિયા કરે છે. અથવા “જાઇ-મરણ-ભોઅણાએ આવો પાઠાંતર છે. અહીં ‘ભોઅણ' ભોજન=આહાર. અનેક જીવો ભોજનમાટે ખેતી વગેરે કાર્યો કરી પૃથ્વી, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ, બેઇજિય, તેઇન્દ્રિય, ચઉરિક્રિય તથા પંચેન્દ્રિય જીવોના વઘમાં પ્રવૃત્ત થાય છે. તથા દુઃખના પ્રતિકારનો નિશ્ચય કરી જીવો પોતાના માટે કે બીજાના માટે આરંભો આદરે છે. જેમકે રોગ, પીડાવગેરેથી પીડિત થયેલા તેઓ પક્ષીના માંસ-દારુ વગેરેનું ભક્ષણ કરે છે. તથા જુદી જુદી વનસ્પતિઓના મૂળ, છાલ, પાંદડા, રસ વગેરેમાંથી શતપાક તેલ વગેરે બનાવવા અગ્નિવગેરેના આરંભો કરી, કરાવી અને કરનારની અનુમોદના કરી ચીકણા કર્મો બાંધે છે. આ જ પ્રમાણે, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં પણ મન, વચન, કાયાના યોગોથી કર્મબંધની પ્રવૃત્તિઓ કર્યા કરે છે. એમ સંબંધ જોડવો વગેરે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy