SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ દ્િષ્ટનો નિષેધ – જિનશાસનપદ્ધતિ 293 न्यूनत्वमिति रामदासादिपामरोक्तं श्रद्धेयम् । एवं सति परिवारहेडं' इत्यादेराधिक्यापत्तेः, परिवाराद्यर्थस्यापि तत्त्वतो गृहार्थत्वादिति यत्किञ्चिदेतत्। अथाविवक्षात एव तदपाठ इत्यत आह-या खलु जैनमार्गविदिता हिंसा सा किं प्रसङ्गोद्भवं दोषं निहन्तुं वारयितुं स्फुटं नामग्राहं निषेध्या न स्यात् ? अपितुस्यादेव, किंवत् ? आधाकर्मिकवत्, ननु प्रतिलोममेतत्, एवं सत्यर्थदण्डाधिकारे पूजार्थवधस्याधाकर्मिकस्येवापाठोपपत्तेरिति चेत् ? सत्यं, तर्हि भगवत्यादावाधाकर्मिकस्येव तस्य स्फुटं निषेधौचित्यमन्यत्र प्रपञ्चेन निरूपितस्यैवात्रोपलक्षणत्वसम्भवादित्यत्र तात्पर्यात्। नन्वेतदशिक्षितोपालम्भमात्रं- 'तत्थ खलु भगवया परिण्णा पवेइया, [१/१/१/१०] इमस्स चेव जीवियस्स परिवंदणमाणणपूयणाए, जाईमरणमोअणाए दुक्खपडिघातहेउं' इत्याचारे प्रथमाध्ययने રામદાસવગેરે પ્રતિમાલોપકોનો પૂર્વપક્ષ - ગૃહસ્થ જે કંઇ પણ અર્થદંડ કરે છે, એ બધો ઘરમાટે જ હોય છે, તેથી સર્વત્ર અગારાર્થ જ પ્રધાનપણે હોય છે. એ અગાર ઘરસંબંધી ઇચ્છાથી જ પ્રગટતી બીજી ઇચ્છાઓનો સમાવેશ અગારાર્થમાં જ આવી જાય છે. જિનપૂજા પણ તેવા પ્રકારની ઇચ્છા હોવાથી તેનો સમાવેશ પણ અગારાર્થ=અગારહેતુક દંડમાં આવી જ જાય છે, તેથી પૂજાર્થદંડ-હેતુનો અલગ ઉલ્લેખ ન કરે, એટલામાત્રથી સૂત્રમાં ન્યૂનતાદોષ નથી અને પૂજા અર્થદંડ તરીકે અસિદ્ધ પણ નથી. ઉત્તરપક્ષ - બુદ્ધિમાનને તમારી આ દલીલ શ્રદ્ધાપાત્ર બનતી નથી, કારણ કે તમે બતાવેલા આશયથી જ સૂત્રકારે જો ધર્માર્થદંડનો ઉલ્લેખ કર્યો હોય, તો... એ જ કારણસર પરિવાર'(=પરિવારહેતુક) ઇત્યાદિ પદો પણ રાખવાની જરૂર નહોતી, કારણ કે પરિવારવગેરેમાટેનો દંડ પણ તત્ત્વથી તો અગારહેતુક જ છે. તેથી આ સૂત્ર અધિકતાદોષની કાતિલ નજરમાં સપડાઇ જશે. એટલે તમારે તો ‘ત્રણ સાંધતા તેર તૂટે એવી હાલત છે. | દુષ્ટનો નિષેધ - જિનશાસનપદ્ધતિ પૂર્વપક્ષ - સૂત્રકાર મહર્ષિઓની સૂત્રરચના વિચિત્ર હોય છે અને વિવક્ષાને આધીન હોય છે. પ્રસ્તુતમાં સૂત્રકારે બિનહિમાદેવ' ઇત્યાદિ અર્થદંડ ન બતાવ્યા, તેમાં જિનપ્રતિમાર્થક પૂજા વગેરે આરંભ અર્થદંડ નથી' એ હેતુ નથી. પરંતુ “સૂત્રકારે જિનપૂજાર્થક અલગ અર્થદંડની વિવક્ષા નથી કરી’ એ જ હેતુ છે. ઉત્તરપક્ષ - આ બરાબર નથી. કારણ કે સર્વશ્રેષ્ઠ અહિંસાને વરેલું જૈનશાસન આધાર્મિક વગેરે જેમાં પણ હિંસા જુએ છે, તે દરેકનો સ્પષ્ટ=નામ લેવાપૂર્વક નિષેધ કર્યા વિના રહેતું નથી, અને હિંસાના પ્રસંગથી થતાં દોષોને વારે છે. તેથી જો પૂજા હિંસાત્મક હોત, તો તેનો આધાર્મિક દાનની જેમ સ્પષ્ટ નિષેધ કરત. પૂર્વપશઃ- તમે અહીં “આધાર્મિક'નું વિપરીત દષ્ટાંત આપીને તમારા જ પગે કુહાડી મારી છે. આધાકર્મિક દાન અર્થદંડતરીકે ઉભયપક્ષને માન્ય હોવા છતાં અર્થદંડના અધિકારમાં જેમ તેનો ઉલ્લેખ કર્યો નથી. તેમ પૂજારૂપ અર્થદંડનો પણ ઉલ્લેખ નથી કર્યો, એમ સરળતાથી સિદ્ધ થઇ શકે છે. તેથી અર્થદંડના પાઠમાંન હોવા માત્રથી કંઇ પૂજા અર્થદંડ તરીકે મટી જતી નથી. નહિતર તો આધાકર્મિકને પણ અર્થદંડ માની શકાશે નહિ. ઉત્તરપક્ષ - તમારી વાત દેખાવમાં બરાબર છે. પણ આધાર્મિક દાનનો ભગવતી સૂત્રમાં સ્પષ્ટ નિષેધ મળે છે. તેથી તેનો અહીં અર્થદંડ તરીકે શબ્દથી ઉલ્લેખ ન હોવા છતાં ઉપલક્ષણથી સમાવેશ થાય છે. જ્યારે પૂજાનો આગમમાં ક્યાંય નિષેધ દેખાતો નથી. તેથી અર્થદંડતરીકે ઉપલક્ષણથી પણ પૂજાનો સમાવેશ થઇ ન શકે, કારણ કે બીજા ગ્રંથોમાં જેનું નિરૂપણ વિસ્તારથી કર્યું હોય, તેનો જ અહીં ઉપલક્ષણથી સમાવેશ કરવો ઉચિત છે. જેનો બીજા કોઇ ગ્રંથમાં નિષેધ ન મળતો હોય, એનો અહીં શબ્દથી સાક્ષાત ઉલ્લેખ ન હોવા છતાં, ઉપલક્ષણમાત્રથી સમાવેશ કરી લેવો એ કેટલું વાજબી છે? એ તમે જ વિચારો.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy