________________
ફિશાસ્ત્રીય હિંસા ધર્માર્થહિંસા
35) (दंडान्वयः→ भोः ! पापाः ! जगद्वैद्योक्तिशङ्काभृतां भवतां मिथ्यात्वमरुत्प्रकोपवशत: सर्वाङ्गकम्पोऽपि किं न भविष्यति ? यो वधः कुसमये धर्माङ्गतया दृष्टोऽत्र सा धर्मार्थिका हिंसा, न तु सत्क्रियास्थितिरिति श्रद्धव સદ્ધવગમ્II)
'भोः पापाः'इति। भोः पापा:!=पापान्वेषिणः=कुमतयः ! भवतां जगद्वैद्यस्य भगवत उक्तौ शङ्काभृतां मिथ्यात्वरूपो यो मरुद्-वायुस्तस्य प्रकोपवशतः किं सर्वाङ्गकम्पोऽपि न भविष्यति ? तत्र वयं के प्रतिकर्तारः, वैद्यवचनविचिकित्सकस्य रोगिणो ब्रह्मणापि प्रतिकर्तुमशक्यत्वात्। न सुवैद्योक्तिविचिकित्सावन्तो भविष्यामः, उक्तरोगौषधमुपदिश्यतामिति विवक्षायामाह- यो वधः कुसमये-कुशास्त्रे धर्माङ्गतया धर्मकारणतया दृष्टः, अत्रपरीक्षकलोके सा धर्मार्थिका हिंसा, न तु सत्क्रियास्थितिरप्रमत्तयोगेन हिंसाया अनभ्युपगमाद्(उपरमात् ?) इतीयं
કુશારગીય હિંસા ધર્માર્થહિંસા અહીં ઉત્તરદાતા કવિ પોતાના વૈદ્ય તરીકેનો અભિનય પ્રગટ કરવાના આશયથી પ્રતિમાલોપકની કંપતી જીભની દવા દર્શાવે છે–
કાવ્યાર્થ:- હે પાપીઓ=પાપગવેષક કુમતિઓ! જગત આખા માટે ઘવંતરિ વૈદ્ય સમાન ભગવાનના વચનમાં પણ તમે શંકા રાખો છો, તેથી તમારા આખા શરીરમાં “મિથ્યાત્વ” વાયુના પ્રકોપથી કંપ કેમ નહિ થાય? (માત્ર જીભના કંપથી સરતું નથી. પણ મહામિથ્યાત્વના સેવનથી તો તમને તેથી પણ વધુ કષ્ટ થવાનો સંભવ છે. કારણ કે “સંઘનો એ મોટો ભાગ અન્ન છે' એમ કહીને જ તમે સંઘની-સંઘસભ્યોની મોટી નિંદા કરી છે. કારણ કે પૂર્વે બતાવેલા સ્થાનાંગના પાઠમુજબ સંઘસભ્યો સમ્યગ્દર્શનાદિ માર્ગને જ માર્ગરૂપે સ્થાપે છે, આરાધે છે. જ્ઞાનીના વચનપર શ્રદ્ધા રાખતો વર્ગ પણ તત્ત્વથી જ્ઞાની જ છે, એમને અજ્ઞાની ન કહેવાય. તમારી વાત ન સ્વીકારે એટલા માત્રથી એમને અતત્ત્વજ્ઞ કહી ઉતારી પાડવાની આ બુદ્ધિ અને તેઓની શ્રદ્ધાયુક્ત ધર્મક્રિયાને ધાર્મિક હિંસા કહી વગોવવાની ચેષ્ટા મહામિથ્યાત્વ વિના કેમ સંભવે? અને જો તમારે તે કષ્ટથી બચવું હોય, તો) કુશાસ્ત્રોમાં જે વધ ધર્મના અંગ=કારણ તરીકે બતાવ્યો છે, તે વધ જ ધર્માર્થ હિંસારૂપ છે, નહિ કે સન્ક્રિયાનો આચાર,” આ શ્રદ્ધા જ સારામાં સારું ઔષધ છે.
વૈદ્યના વચનમાં શંકા કરતા રોગીને બ્રહ્મા પણ સારો કરી શકતો નથી. તેમ ભગવાનના વચનમાં પણ ખોટી શંકા રાખનારાનું મિથ્યાત્વ કોઇ દૂર કરી શકે નહિ.
પ્રતિમાલપક - અમે ભગવાનરૂપવેદ્યના વચનોમાં શંકા નહિ કરીએ. હવે તમે વેદ્ય બનીને એ બતાવો કે, આગમમાં જે ધર્માર્થ હિંસા બતાવી છે, તે જિનપૂજાને લાગુ પડતી નથી' તમારું આ વચન અમારામાટે કેવી રીતે ઔષધરૂપ બનશે, જેથી પૂજાને ધર્મરૂપ કહેવામાં અમારી જીભ કંપે નહિ અને મિથ્યાત્વરૂપ વાયુના પ્રકોપથી અમારું શરીર પણ કંપે નહિ.
ઉત્તરપક્ષઃ- જો તમે આવી તૈયારીવાળા છો, તો સાંભળો! આગમમાં જ્યાં જ્યાં ધર્માર્થ હિંસાની વાત આવે, ત્યાં ત્યાં તે હિંસાથી પરદર્શનકારોએ ધર્મનાકારણ તરીકે બતાવેલી હિંસા જ સમજવાની છે. જેઓ જિનપૂજાવગેરે સલ્કિયા આચારનું અપ્રમત્તપણે પાલન કરે છે, તેઓનું તે આચારપાલન અપ્રમત્તયોગરૂપ છે. તેથી હિંસા તરીકે માન્ય નથી કારણ કે પ્રમાદયોગથી થતી પ્રવૃત્તિ જ હિંસા તરીકે પ્રમાણમાન્ય છે. આવી સાચી શ્રદ્ધાનું વારંવાર સેવન જ તમારા મિથ્યાત્વરોગને દૂર કરતો અકસીર ઇલાજ છે. જો આ પ્રમાણે શ્રદ્ધા નહિ કરો અને હિંસામાત્રને અધર્મની કોટીમાં મૂકવાની મૂર્ખામી કરશો, તો તમારે સુબુદ્ધિ મંત્રીને પણ મહાહિંસક અને મંદબુદ્ધિવાળો માનવાની આપત્તિ આવશે. સુબુદ્ધિમંત્રીએ રાજાને પુલના સાચા સ્વરૂપનો ખ્યાલ આપવા ૪૯ દિવસની મહેનત દ્વારા ખાઇના પાણીને