________________
હરિભદ્ર – “રાજ્યાદિદાનદૂષણનિવારણ અષ્ટક
219
दोषस्य परिहारातिदेशमाह- ‘एवं विवाहधर्मादौ तथा शिल्पनिरूपणे। न दोषो ह्युत्तमं पुण्यमित्थमेव विपच्यते'। [अष्टक २८/५] विवाहधर्म:=परिणयनाचारः, आदिना राजकुलग्रामधर्मादिपरिग्रहः। शिल्पनिरूपणे-घटलोहचित्रवस्त्रनापितव्यवहारोपदेशे न दोषो भगवतः, यस्मादुत्तमं कर्म-तीर्थकरनामकर्म इत्थमेव-विवाहशिल्पादिनिरूपणप्रकारेणैव विपच्यते स्वफलं ददाति। विपाकप्राप्तेऽप्यश(स ?)क्तत्वादनुचितप्रवृत्यभावान्न बन्ध इति नातिप्रसङ्गः। अभ्युच्चयमाह- 'किचेहाधिकदोषेभ्यः सत्त्वानां रक्षणं तु यत् । उपकारस्तदेवैषां प्रवृत्त्यङ्गं तथाऽस्य an[ગષ્ટ ૨૮/૬] ૩ કારોહિતવર, ક્ષ =સત્તાનાં, પ્રવૃત્તાવમૂ=RUY, J=ગાલુરા માદ - 'एत्तो च्चिय णिहोसं सिप्पाइविहाणमो जिणिंदस्स। लेसेण सदोसपि हु बहुदोसनिवारणत्तेणं'।त्ति ॥ [पञ्चाशक ७/३५] उक्तमर्थं दृष्टान्तेन समर्थयन्नाह- 'नागादे रक्षणं यद्वद्गर्ताद्याकर्षणेन तु । कुर्वन्न दोषवांस्तद्वदन्यथाऽसम्भवादयम्'॥ [अष्टक २८/७] तद्वद् राज्यादि, यत्तु अयं जगद्गुरुः सर्वथा दोषाभावेन किमिति न रक्षणं करोतीत्यत्राहअन्यथा-अल्पस्याप्यनर्थस्यानाश्रयणलक्षणप्रकारेणासम्भवाद्रक्षणस्येति शेषः । उक्तञ्च- 'तत्थ पहाणो अंसो વણકર અને હજામ આ પાંચના શિલ્પ. ઉત્તમકર્મ=તીર્થકરનામકર્મ આ વિવાહનિરૂપણવગેરેદ્વારા જ પોતાનું ફળ આપે છે. આમતે કર્મવિપાક પામ્યું હોવા છતાં - તેથી જ તેવી પ્રવૃત્તિ હોવા છતાં તે વખતે ભગવાન આ બધા કાર્યોમાં આસક્ત ન હોવાથી – નિર્લેપભાવવાળા હોવાથી ત્યારે અનુચિત પ્રવૃત્તિ ન હોવાથી નવો બન્ધ થતો નથી. તેથી અતિપ્રસંગ નથી. (કર્મનું ફળ જો વિવાહવગેરેનું નિરૂપણ હોય, તો તે વખતે અશુભયોગ અને ઉપયોગને આશ્રયી નવો કર્મબંધ થશે. તેથી ભગવાનની મુક્તિ થશે નહિ. ઇત્યાદિ રૂપ અતિપ્રસંગ સમજવો.)
હવે સાર કહે છે-“વળી અહીં જીવોનું અધિક દોષોથી રક્ષણ હોવાથી આ જીવોપર ઉપકારરૂપ જ છે અને આ (પ્રભુની) પ્રવૃત્તિનું અંગ(=કારણ) છે.' //૬ // કહ્યું જ છે કે “આ હેતુથી જ જિનેન્દ્રનું શિલ્પવગેરે અંગેનું વિધાન નિર્દોષ છે. કારણ કે અંશે સદોષ હોવા છતાં બહુ દોષોનું નિવારણ કરે છે.”આ અર્થમાં દૃષ્ટાંત બતાવે છે- “ખાડામાંથી ખેંચી કાઢીને સાપવગેરેથી રક્ષણ કરનારો જેમ દોષવાળોનથી, તેમ અન્યથા અસંભવિત હોવાથી આ (રાજ્યપ્રદાનવગેરે કરતા જિનેશ્વર) પણ દોષિત નથી.' //૭/ (અહીં વિચારવા જેવી વાતો (૧) ઉત્સર્પિણી કાળમાં શિક્ષા, વિવાહદિ આચારો, રાજનીતિવગેરેના નિરૂપણ વગેરે કુલકરો કરે છે. (૨) અવસર્પિણીમાં પણ દક્ષિણાદ્ધના મધ્યખંડને છોડી બાકીના પાંચ ખંડોમાં ત્યાં
ત્યાંના કુલકરો આ કાર્ય કરે છે. (૩) શ્રી આદિનાથ પ્રભુને છોડીને બાકીના ૨૩ તીર્થકરો આ કાર્ય કરતાં નથી, (૪) તીર્થંકરનામકર્મનો વિપાકોદય તો કેવળજ્ઞાનવખતે-તેરમાગુણસ્થાનકે માન્ય છે. તો પછી પ્રસ્તુતમાં તીર્થકરનામકર્મ નામનું ઉત્તમ પુણ્ય આ વિવાહાદિનિરૂપણદ્વારાજ સ્વફળ આપે છે એમ કેમ કહ્યું? અહીં પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકરગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજે આપેલાં સમાધાનો એ છે – આમ તો તીર્થસ્થાપનાદિ જે વિશિષ્ટકાર્યો તીર્થકરને છોડી બીજા ન કરી શકે, ત્યાં તીર્થંકરનામકર્મનો ઉદય કારણ મનાય. જ્યારે ઉપરોક્ત કાર્યો તો કુલકરો કરી શકે છે, તેથી અહીં (૧) એમ સમજવું કે શ્રીટઋષભદેવનું આકુલકરયોગ્ય પુણ્ય તીર્થંકરનામકર્મ સાથે ભળી ગયું હોવાથી અને તેથી ઉત્કૃષ્ટ કોટિનું થયું હોવાથી બીજાઓ જેવી વ્યવસ્થા કરે, તેથી વધુ સુવ્યવસ્થિત વ્યવસ્થા કરે, અથવા (૨) આ કર્મ તીર્થંકર નામકર્મના અવાંતરભૂત કર્મરૂપે સમજવાનું અથવા (૩) તીર્થકરના જે જન્માભિષેકાદિ કાર્યો તીર્થંકરનામકર્મના વિપાકોદય વિના પણ થાય છે, ત્યાં જેમ જિનનામકર્મના પ્રદેશોદયથી થાય છે, અથવા તીર્થંકરનામકર્મને સહભાવી પ્રકૃષ્ટ સૌભાગ્યાદિકર્મથી થાય છે. આ બધા કર્મ તીર્થંકર નામકર્મને અવિનાભાવી-તીર્થંકરનામકર્મના બંધસાથે બંધાયેલા
ત્યાં તીર્થંકરનામકર્મની વિરક્ષા કરી શકાય. તેમ પ્રસ્તતમાં પણ સમજવું અને આ બધા કર્મનો ભોગ તીર્થંકરનામકર્મના વિપાકોદયમાટે આવશ્યક હોવાથી પણ એવી વિવક્ષા થઇ શકે. ટૂંકમાં તીર્થંકરનામકર્મની સાથે બંધાયેલા હોવાથી, તેના પ્રદેશોદયસાથે હોવાથી, અથવા તેની હાજરીમાં બીજા ઉત્તમકર્મો ગૌણ-અવાંતર થતાં હોવાથી અહીં તીર્થંકરનામકર્મની વિવક્ષા કરી હોય તેવી સંભાવના લાગે છે. શંકાકાર અવિચક્ષણ અન્યને પણ બીજા કુલકરો વિવાહાદિની પ્રરૂપણા કરે તે સાથે વાંધો નથી, પણ વિશુદ્ધધર્મના સ્થાપક તીર્થકર આ કાર્યો કરે તે અંગે આપત્તિ આપી છે, તે ખ્યાલ રાખવો.)