SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ 201 દેવતાનું સ્વરૂપ - મીમાંસકમતે नाद्देशनादेशितत्वम्। इत्थमेवेन्द्राय स्वाहेत्येव प्रयोगः, न तु शक्राय स्वाहेति पर्यायान्तरेणापीत्यचेतनैव देवता। यद् ‘अग्नये प्रजापतये च०' इत्यादौ देवताद्वयकल्पने गौरवाद्वाक्यभेदप्रसङ्गाच्च चकारबलाच्च विशिष्टस्यैव देवतात्वं, 'अग्निप्रजापतिभ्यां स्वाहा' इत्येव प्रयोगः । धृतिहोमे धृतित्वादेर्देवतात्वरक्षायै चतुर्थ्यन्तमितिचतुर्थ्यन्ततेत्यर्थकं, 'धृतिः स्वाहा' इत्यादौ प्रथमाया एव चतुर्थ्यर्थविधानात् । अथ देवतोद्देशेन हविस्त्यागो देवतानिष्ठकिञ्चिजनकस्तत्स्वरूपाजनकत्वेसति तदुद्देशेन क्रियमाणत्वात्, ब्राह्मणोदेश्यकत्यागवत् । घृतोद्देशेन क्रियमाणे दध्नि व्यभिचारवारणाय सत्यन्तम्। तच्च परिशेषात्स्वामित्वादि। इति सिद्धं देवताचैतन्यमिति चेत् ? न, अप्रयोजकत्वात्, तनिष्ठकिञ्चिज्जननाय क्रियमाणत्वस्यौपाधिकत्वाच्च । न हि हविस्त्यागो देवतानिष्ठकिञ्चिदुद्देशेन क्रियते किन्तु પદસંબંધી ત્યાગ” એવો વાક્યર્થ થયો. તેથી જ “બ્રાહ્મણાય સ્વાહા' ઇત્યાદિ પ્રયોગ થતા નથી. કારણ કે “સ્વાહા' વગેરે પદના યોગમાં દેવતાસંબંધી ચતુર્થી વિભક્તિ જ યોગ્ય છે. બ્રાહ્મણવગેરે ઉપરોક્ત લક્ષણવાળા દેવતા નથી. તેથી ત્યાં દેવતાચતુર્થી નથી, પણ (સંપ્રદાન કારકના બોધઅર્થે) સંપ્રદાનત્વબોધક જ ચતુર્થી છે. તેથી જ વ્યાકરણમાં પણ દેવતાચતુર્થી, સંપ્રદાનચતુર્થી વગેરે અંગે અલગ-અલગ સૂત્રો બનાવ્યા છે. “આકાશાય સ્વાહા' અહીં દેશનાદેશિતચતુર્થીન હોવાથી-આકાશ દેવતાન હોવાથી, દેવતાચતુર્થી નથી. તેમ જ આકાશવગેરેને સંપ્રદાન સંગત ન હોવાથી સંપ્રદાનચતુર્થી પણ નથી. તેથી તેવા સ્થળોએ ‘નમઃ સ્વસ્તિ' વગેરે સૂત્રથી ઉપપદચતુર્થી સમજવી. મંત્ર, લિંગવગેરેથી જ્યાં દેવતાત્વનો બોધ થયો હોય, ત્યાં મંત્ર-લિંગાદિથી તેવા પ્રકારની શ્રુતિ (=વેદવાણી)ની કલ્પના થતી હોવાથી ત્યાં દેશનાદેશિતચતુર્થી જ સમજવી અને દેવતાત્વ પણ દેશનાદેશિત જ સમજવું. આમ હોવાથી જ, ઇન્દ્રાય સ્વાહા” તેવો જ પ્રયોગ થાય, પણ “શકાય સ્વાહા” તેવો પ્રયોગ ન થાય, અહીં શક્રપદ ઇન્દ્રપદનો પર્યાયવાચી હોવા છતાં, ઇન્દ્રપદસંબંધી જે શ્રુતિ છે, તેનું સ્મરણ શક્રપદથી થઇ શકતું નથી. આમ ઇન્દ્ર પદ અને શક્ર' પરથી સૂચિત ઇન્દ્ર વ્યક્તિ એક હોવા છતાં, તે બે પદમાં તફાવતના કારણે “ઇન્દ્રાય સ્વાહા” તેવો પ્રયોગ થાય અને “શકાય સ્વાહા” તેવો પ્રયોગ ન થાય. આ વાત પદનું મહત્ત્વ સૂચવે છે. તેથી ફલિત થાય છે કે પ્રસ્તુતમાં ઇન્દ્રાદિ તે-તે અચેતનપદો જ દેવતા તરીકે અભીષ્ટ છે, નહિ કે ઇન્દ્રાદિ ચેતનવ્યક્તિ. અગ્નયે પ્રજાપતયે ચ ઇત્યાદિ પ્રયોગમાં બે પદથી બે દેવતાની કલ્પના કરવામાં ગૌરવ છે. વળી બે દેવ કલ્પવામાં બે માટે અલગ અલગ “સ્વાહા' આદિની કલ્પના કરવાથી વાક્યભેદનો પ્રસંગ છે. તથા “ચિકાર પદના બળથી વિશિષ્ટનું જ દેવતાપણું સૂચિત થતું હોવાથી ‘અગ્નિપ્રજાપતિભ્યાસ્વાહ એવો પ્રયોગ જ સંગત છે. ધૃતિહોમ વગેરેમાં ધૃતિત્વવગેરેને દેવતાતરીકે ઉપપન્ન કરવા “ચતુર્થ્યત એ પદનો “ચતુર્થ્યતના અર્થવાળાપણું' તેવો અર્થ કરવો. “ધૃતિ સ્વાહા' વગેરે સ્થળે ધૃતિવગેરે પ્રથમાંતપદ હોવાથી ત્યાં પ્રથમવિભક્તિ ચતુર્થીવિભક્તિઅર્થે સમજવી અને “વૃતિ' વગેરે પદને દેશનાદેશિત દેવતા સમજવા એવું તાત્પર્ય છે. શંકા - દેવતાના ઉદ્દેશથી કરાતો હવિ(=હોમ)નો ત્યાગદેવતામાં કશુંક ઉત્પન્ન કરે છે, કારણ કે આ ત્યાગ દેવતાના સ્વરૂપનો જનક ન હોવા છતાં, દેવતાના ઉદ્દેશથી કરાતો હોય છે. જેમાં બ્રાહ્મણને ઉદ્દેશીને કરાતો ત્યાગ બ્રાહ્મણમાં ત્યાગેલી વસ્તુના સ્વામિપણાનો ભાવ ઊભો કરે છે. તેમ દેવના ઉદ્દેશથી કરાતો ત્યાગ દેવમાં ત્યાગેલી વસ્તુના સ્વામિપણાનો ભાવ ઉત્પન્ન કરે છે. “સ્વામિપણાનો ભાવ ઉત્પન્ન થાય છે' એ તાત્પર્ય પારિશેષન્યાયથી સિદ્ધ થાય છે. કારણકે બીજું કશું ઉત્પન્ન થવાની શક્યતા નથી. અહીં ‘સ્વરૂપનો જનક ન હોવા છતાં એમ એટલામાટે કહ્યું કે, ઘીના ઉદ્દેશથી ત્યાગ કરાતા દહીંમાં વ્યભિચાર અટકાવવો છે. ઘીના ઉદ્દેશથી દહીંનો જે ત્યાગ કરાય છે, તે તો ઘીના સ્વરૂપનો જનક છે. તેથી તેનું અહીં ગ્રહણ નહીંથાય. આમદેવતામાં હોમ વગેરેનું સ્વામિપણું સિદ્ધ થાય છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy