SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ 180 પ્રતિમાશતક કાવ્ય-૩૦) प्राणातिपाताऽध्यवसाये प्राणातिपातनिर्वर्तककार्येषु जायमानेषु प्राणातिपातोपचारो मृषावादाद्यध्यवसाये च यथोचितक्रियानिर्वर्तककार्येषु जायमानेषु तदुपचार इत्यत्र बीजं-उत्पद्यमानमुत्पन्नम्' इत्यस्यार्थस्यादित एवोपपादितस्येत्थमेवोपचारेण सम्भवात् । परमार्थतस्तु चरमसमय एवोत्पद्यमानं तदैव चोत्पन्नमित्यस्यार्थस्य महता प्रबन्धेन महाभाष्ये व्यवस्थापितत्वात्। आत्मैव हिंसेति तु यद्यपिशब्दनयानां मतं, नैगमनयमते जीवाजीवयोस्सा, सङ्ग्रहव्यवहारयोः षड्जीवनिकायेषु, ऋजुसूत्रस्य प्रतिस्वं स्वघात्ये, तद्भेदेन तन्मते हिंसाभेदात्, शब्दनयानां स्वात्मनीति ओघवृत्तौ विवेचनात्। तथापि विषयविभागेन नयप्रदर्शनं तत् । इह तु हिंसास्वरूपविवेचने नयविभागः। तत्र च सङ्क्लेशदुःखोत्पादनतत्पर्यायविनाशभेदेन त्रिविधापि हिंसा नैगमव्यवहारयोः, सङ्क्लेशदुःखोत्पादनरूपा વિશેષાવશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે કે – “આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે - આ નિશ્ચય છે. આમ અધ્યવસાયથી જ હિંસા કે અહિંસા = અશુભ કે શુભયોગ નક્કી થાય છે. આ જ પ્રમાણે મૃષાવાદવગેરેમાં પણ યથાયોગ્ય પ્રાણાતિપાત વગેરે ક્રિયા થાય છે. હિંસાના વિષયની નયોથી વિચારણા પ્રાણાતિપાતનો અધ્યવસાય હોય તો થઇ રહેલા પ્રાણાતિપાતજનકકાર્ય હિંસાજનકપ્રવૃત્તિમાં (હજી હિંસા થઇ રહી છે એ વખતે હિંસા થઇ ગઇ છે એ રૂપે) હિંસાનો ઉપચાર થાય છે. તે જ પ્રમાણે મૃષાવાદના અધ્યવસાયની હાજરીમાં મૃષાવાદને અનુરૂપ ક્રિયા નિર્વર્તક થઇ રહેલી પ્રવૃત્તિઓમાં મૃષાવાદનો ઉપચાર થાય છે. પ્રથમથી જ યુક્તિસંગત તરીકે ઠેરવેલો “ઉત્પન્ન થઇ રહેલી વસ્તુ ઉત્પન્ન થઇ ગઇ છે.” (ભગવતી સૂત્રનું પ્રથમ સૂત્ર ‘ચલમાણે ચલિએ છે. ત્યાં આ વાતની સિદ્ધિ કરેલી છે.) એવો અર્થ આવા પ્રકારના ઉપચારથી સંભવિત છે. આમ હિંસાદિયાની પ્રવૃત્તિમાં હિંસાનો ઉપચાર સંભવે છે. પરમાર્થથી-નિશ્ચયનયથી વિચારવામાં આવે, તો તે-તે કાર્ય તનક તે-તે ક્રિયાના ચરમસમયે જ ઉત્પન્ન થઇ રહ્યું છે અને ત્યારે જ ઉત્પન્ન થયું છે, ઇત્યાદિ બાબતનો વિશેષાવશ્યક મહાભાષ્યમાં વિસ્તારથી નિર્ણય કરવામાં આવ્યો છે. શબ્દનયો(બહુવચનથી સમભિરૂઢ અને એવંભૂતનો પણ સમાવેશ કર્યો)ના અભિપ્રાયથી “આત્મા જ હિંસા છે.” અર્થાત્ હિંસાનો વિષય પોતાનો આત્મા જ છે. નૈગમનય જીવ અને અજીવ બન્નેની હિંસા સ્વીકારે છે. (હિંસાજન્ય પર્યાયનાશઆદિ કાર્યો જીવની જેમ અજીવમાં પણ દેખાય છે, તેથી વચનોના સર્વપ્રકારને સ્વીકારતો નૈગમ અજીવની હિંસા પણ સ્વીકારે તે સહજ છે.) સંગ્રહ અને વ્યવહારનયના મતે છકાય જીવોની જ હિંસા છે, અર્થાત્ અજીવની હિંસા માન્ય નથી (એમાં પણ સંગ્રહનય હિંસા સમસ્તને એક હિંસારૂપે જોશે, જ્યારે વ્યવહાર અલગ-અલગ રૂપે) ઋજુસૂત્ર નયમતે હિંસાનો જે હિંસ્ય=વર્તમાનમાં પોતાનાથી જેની હિંસા કરાય છે, તેની જ હિંસા છે. કારણ કે આ નય હિંસ્યના ભેદથી હિંસાનો ભેદ સ્વીકારે છે. તથા શબ્દનયો “આત્મા જ (=પોતાના આત્માની જ) હિંસા છે એમ સ્વીકારે છે. આમ ઓથ નિર્યુક્તિમાં બતાવ્યું છે. પણ આ વિષયવિભાગથી નયોનું નિરૂપણ થયું. (હિંસાના વિષય કોણ એ અપેક્ષીને નયવિચારણા કરી છે.) હિંસાના સ્વરૂપની નયોથી વિચારણા પ્રસ્તુતમાં હિંસાના સ્વરૂપનો નયવિભાગથી વિચાર કરવાનો છે. હિંસા ત્રણ પ્રકારે છે. - (૧) સંક્લેશ= (સ્વ કે પરના) ચિત્તમાં સંક્લેશ(=કષાય) ઊભા કરવા (૨) દુઃખ પેદા કરવું. (૩) વર્તમાનપર્યાયનો નાશ કરવો. (પર્યાય=મનુષ્યપણુંવગેરે અવસ્થાઓ) નૈગમ અને વ્યવહારનય ત્રણે પ્રકારની હિંસા સ્વીકારે છે. સંગ્રહનય (૧) સંક્લેશ અને (૨) દુઃખ ઉત્પન્ન કરવું. આ બે પ્રકારની હિંસા સ્વીકારે છે. (સામાન્ય માત્રાણી સંગ્રહ પર્યાયરૂપ વિશેષને
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy