SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ 151 દિવ્યસ્તવમાં હિંસાની સર્વ અનુમતિનો અભાવ दोष इति। अव्युत्पन्नं प्रति क्रमविरुद्धोपदेशे सुकररुचेरुत्कटत्वेनाप्रतिषेधानुमतिप्रसङ्गो दोषावहः। सम्यग्दृष्टिं प्रति तु यथायोग्योपदेशेऽपि न दोष इति तुव्यवहारादिग्रन्थार्णवसम्प्लवव्यसनिनां प्रसिद्धः पन्थाः। तत्-तस्मात्कारणात् सम्यग् अवैपरीत्येन विधिभक्तिपूर्वमुचितस्य द्रव्यस्तवस्य स्थापने-उपदेशे जाताप्रतिभाख्यनिग्रहस्थानस्य लुम्पकस्य मुखम्लानिं विनाऽपरं दूषणं वयं न विद्यः न जानीमः। विनोक्तिरलङ्कारः॥ २५॥ द्रव्यस्तवे हिंसानुमतेर्यावद्विशेषाभावात्सामान्याभाव इत्यनुशास्ति नाशंसानुमतिर्दयापरिणतिस्थैर्यार्थमुद्यच्छतां, संवासानुमतिस्त्वनायतनतो दूरस्थितानां कथम् । हिंसाया अनिषेधनानुमतिरप्याज्ञास्थितानां न यत्, साधूनां निरवद्यमेव तदिदं द्रव्यस्तवश्लाघनम् ॥२६॥ દોષ છે અને ક્રમ પ્રાપ્ત ઉપદેશદેવામાં બન્ને સ્થળે સમાનરૂપે દોષ નથી. હકીકતમાં ક્રમનો આ વિચાર ધર્મના સ્વરૂપના જ્ઞાન વિનાના ભવ્યજીવોઅંગે છે, કારણ કે તેઓ સુકરરુચિ છે=સહેલાઇથી કરી શકાય તેને પકડવાવાળા અને કષ્ટસાધ્યનો ત્યાગ કરનારા છે. તેથી જો તેઓને પ્રથમથી જ ગૃહસ્થ ધર્મ બતાવવામાં આવે, તો તેઓ તરત જ તે ધર્મ પકડી લેશે. પછી શક્તિ હોવા છતાં અને સાધુધર્મને સાંભળવાછતાં સાધુધર્મલેવા ઉદ્યમનહિ કરે. (તેથી જ જિનદર્શનજિનપૂજા કરો તો અધર્મને ન કરો તો ધર્મ આવો કુપ્રચારલોકોમાં ખૂબ સ્વીકાર્ય બને છે, કારણકે ઘરે બેઠા છો છતાં જો ધર્મ થતો હોય, તો ખોટું શું છે? એ જ રીતે નિશ્ચયાભાસો ધ્યાન-ધ્યાનની વાતો કરી ક્રિયા ધર્મ ઊડાવે છે, તે લોકમાન્ય બની રહ્યા દેખાઇ રહ્યા છે. કારણ કે એમાં કશું ન કરનારો ક્રિયા કરનારા કરતાં પોતાને પાછો ઊંચો પણ ગણી શકે છે. ટૂંકમાં ધર્મની પ્રવૃત્તિઓના નિષેધમાં ધર્મ બતાવનારની વાત લોકોને ગમે છે, કારણ કે એમાં કરવાનું કશું નહીં, છતાં ધર્મ બજાવ્યાનો સંતોષ મળે છે.) અહીં પ્રથમથી જ શ્રાવકધર્મ બતાવતા સાધુને તે ગૃહસ્થના આરંભમાં અપ્રતિષેધઅનુમતિનો દોષ લાગે છે. પરંતુ જેઓ સમકિતી છે અને ધર્મથી પરિણત થયા છે, તેઓને ક્રમ વિના પણ યથાયોગ્ય ઉપદેશ આપવામાં દોષ નથી ઇત્યાદિ વાતો વ્યવહાર સૂત્રવગેરે ગ્રંથસમુદ્રમાં તરવાના શોખવાળા સંબુદ્ધ જીવો બહુ સારી રીતે સમજે છે. આમ પૂર્વોક્ત દલીલથી ક્રમવિપરીતતાઆદિનો ત્યાગ કરી સમ્યગ્રીતે વિધિભક્તિપૂર્વકના ઉચિતદ્રવ્યસ્તવઅંગેનો ઉપદેશ આપવાનો સાધુનો અધિકાર સિદ્ધ થાય છે. અહીં પ્રતિમાલોપકો ફરીથી સ્વપક્ષ સ્થાપવાની પ્રતિભા' વિનાના છે. તેથી “અપ્રતિભા નામના નિગ્રહ(=પરાજય)નું સ્થાન બનેલા તેઓના મુખની લાલી કરમાઇ જાય છે. આમ દ્રવ્યસ્તવનો ઉપદેશ આપવામાં “પ્રતિમાલોપકોનું મુખ કરમાઇ જવું આ એક જ દોષ છે. અર્થાત્ તે સિવાય બીજો કોઇ દોષ અમે જાણતા નથી. આ કાવ્યમાં વિનોક્તિ અલંકાર છે. તે ૨૫ | દ્રવ્યસ્તવમાં હિંસાની સર્વ અનુમતિનો અભાવ દ્રવ્યસ્તવમાં હિંસાની કોઇપણ પ્રકારની અનુમતિ નથી. આમ હિંસાની અનુમતિનો યાવદ્ધિશેષાભાવ પુત્રના અભયની વાત કરે છે, પણ તેમાં બાકીના પુત્રોના વધની જરા પણ અનુમતિ નથી. અહીં શ્રેષ્ઠી – અરિહંત કે તેમના સંતાનીય સાધુઓ. રાજા - ગૃહસ્થો. છ પુત્ર- છ જવનિકાય. જ્યેષ્ઠ પુત્ર- ત્રસકાય. અગ્નિથી લાલચોળ બનેલા અને ગબડતા લોખંડના ગોળા જેવા ગૃહસ્થો છે જીવદાયની હિંસામાં પડેલા છે. સાધુએ ગૃહસ્થોને સંયમ સ્વીકારી સર્વ જીવોને અભય આપવા સમજાવે. “અશક્તિ' વગેરેને કારણે ગૃહસ્થ તે માટે તૈયાર ન જ થાય, તો છેવટે ત્રસકાયની દયારૂપ શ્રાવકધર્મ સ્વીકારવાનું કહે, અને ગૃહસ્થ તે સ્વીકારે.... અહીં ત્રસકાયની દયાની વાત કરતી વખતે સાધુ બાકીનાની વિરાધનામાં ઉપરોક્ત ન્યાયથી અનુમતિ આપતા નથી. આ જ વાત ભાવસ્તવ અને દ્રવ્યસ્તવને પણ લાગુ પડે છે.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy