SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૨૫) 'मिश्रस्य'इति । यदि मिश्रस्येति हेतुग विशेषणं मिश्रुत्वादिति यावत्। यद्यनुपदेश्यता-साधूनामुपदेशाविषयता द्रव्यस्तवस्य त्वया प्रतिज्ञायते, तदा श्राद्धस्य धर्म: सर्वस्तथाऽनुपदेश्य: स्यात्, तस्य मिश्रतायाः कण्ठरवेण सूत्रकृतेऽभिधानात्। इष्टापत्तिरत्र, सर्वविरतिरूपस्यैव धर्मस्य शास्त्रेऽभिधानादंशे स्वकृत्यसाध्यताप्रतिसन्धानेंऽश एव तस्यार्थसिद्धदेशविरतिरूपत्वात्, 'जं सक्कइ तं कीरइ[सम्बोधप्रक० ८९४ पा. १] इत्यादिव्युत्पत्तिमतां तत्र ઉત્તરપલ - અહીં ‘મિશ્રપદ દ્રવ્યસ્તવનું સ્વરૂપદર્શક વિશેષણ છે કે હેતુગર્ભિત વિશેષણ છે? (જે પોતે વિશેષણ પણ બનતું હોય અને વિશેષ્યના વિધેયઅર્થમાં હેતુ પણ બનતું હોય, તે હેતુગર્ભિત વિશેષણ.) જો માત્ર સ્વરૂપદર્શક હોય, તો તમારા અનુમાનમાં વ્યર્થવિશેષણ” દોષ છે કારણ કે સાધ્યને સિદ્ધ કરવામાં અનુપયોગી છે. અને જો ‘મિશ્રપદ દ્રવ્યસ્તવની અનુપદેશ્યતામાં હેતુ હોય, તો ‘મિશ્રનો અર્થ મિશ્રવ થયો. તેથી તમારાઅનુમાનમાં જે “અનુપદેશ્યત્વા’ હેતુ છે, તેની સિદ્ધિ માટે ‘મિશ્રત્વ' હેતુ બનશે. તેથી તમારા “અનુપદેશ્યત્વ’ હેતુની સિદ્ધિ માટે આ અનુમાનપ્રયોગ કરી શકાય - ‘દ્રવ્યસ્તવ અનુપદેશ્ય છે, કારણ કે મિશ્રરૂપ છે.” પૂર્વપ - બરાબર છે. આ પ્રયોગથી દ્રવ્યસ્તવ અનુપદેશ્ય સિદ્ધ થશે. અને તે સિદ્ધ થવાથી દ્રવ્યસ્તવ અનનુમોદનીય પણ સિદ્ધ થશે. ઉત્તરપક્ષ - ઊભા રહો! મિશ્રત્વ હેતુથી જો દ્રવ્યસ્તવને અનુપદેશ્ય સિદ્ધ કરશો, તો શ્રાવકના બધા જ ધર્મો અનુપદેશ્ય(=ઉપદેશને અયોગ્ય) બની જશે. કારણ કે સૂત્રકૃતાંગમાં સ્પષ્ટ શબ્દોમાં શ્રાવકના બધા ધર્મોને મિશ્રરૂપે બતાવ્યા છે. પૂર્વપક્ષ - “આ તો ‘ભાવતું'તું ને વૈદે કહ્યું જેવું થયું. સાધુએ ગૃહસ્થના ધર્મોનો ઉપદેશ આપવાનો જ નથી. શાસ્ત્રમાં સર્વવિરતિ ધર્મનું જ પ્રતિપાદન કર્યું હોવાથી સાધુએ પણ સર્વવિરતિધર્મની જ પ્રરૂપણા કરવાની છે. ગૃહસ્થના ધર્મની પ્રરૂપણા કરવાની નથી. સ્વેચ્છાચારથી વ્રતગ્રહણનો નિષેધ શંકા - તો પછી ગૃહસ્થ શ્રાવકધર્મને આચરશે શી રીતે? સમાધાનઃ- “જંસક્કઇતંકીરઇ=જેટલું શક્ય હોય તેટલું આચરે) આ વચનને અવલંબી વ્યુત્પત્તિવાળા= શાસ્ત્રાર્થને સમજવાવાળા ગૃહસ્થને સર્વવિરતિધર્મના ઉપદેશમાંથી જેટલા અંશમાં સ્વકૃતિસાધ્યતા(=પોતાનાથી થઇ શકે તેવું)નું જ્ઞાન થાય, તેટલા અંશનો તે ગૃહસ્થ સ્વીકાર કરે અને જેટલા અંશમાં “સ્વકૃતિ-અસાધ્યતા (=પોતાનાથી થઇ ન શકે-પોતાની શક્તિ બહારનું) જ્ઞાન થાય, તેટલા અંશને તે છોડી દે. આમ દેશવિરતિધર્મ અર્થસિદ્ધ છે, તેનો સાક્ષાત્ ઉપદેશ આપવાનો નથી. ઉત્તરપક્ષ - સર્વવિરતિધર્મના ઉપદેશમાંથી શ્રાવકના ધર્મનું જ્ઞાન થવું શક્ય નથી, કારણ કે સર્વવિરતિધર્મ પાંચ મહાવ્રતના પાલનરૂપ એકવિધ જ છે. જ્યારે દેશવિરતિધર્મ બાર વ્રતઆદિ અનેક વિકલ્પ જાળોથી સભર છે. તેથી સંયમધર્મના ઉપદેશથી શ્રાવક પોતાના આ વિકલ્પોના વિભાગનું જ્ઞાન મેળવી શકે નહિ. આમ વિશેષવિધિ આદિના જ્ઞાન વિના તે-તે વ્રત ગ્રહણ થઇ શકે નહિ. વળી કદાચ માની લો કે, ગૃહસ્થ સર્વવિરતિધર્મના શ્રવણથી પોતાને યોગ્ય વ્રતોનું જ્ઞાન કરી લેશે. પણ તે વ્રતો આપશે કોણ?વ્રતોનો ઉપદેશદેવામાટે પણ અધિકારી સાધુઓ એ વ્રતો આપવાના અધિકારી તો સુતરામ નહીં સંભવે. શ્રાવક ભિક્ષા માટે અનધિકારી પૂર્વપક્ષઃ- “સાધુના પાંચ મહાવ્રત છે' એ જ્ઞાનથી શ્રાવક અતિદેશદ્વારા બાર વ્રતોનું જ્ઞાન કરી તે વ્રતોને
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy