SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ગિજસુકુમારનું દષ્ટાંત - This शस्त्रं वचोऽस्मत्साम्प्रदायिकानामिति । किम् ? इह प्रक्रान्ते द्रव्यस्तवे द्रव्यभावोभयात्मके भाव एवाङ्गभूतो योऽशः, तं हृदि-चित्ते, आधाय स्थापयित्वा, सरागसंयम इव त्यक्त: उपेक्षित आश्रवांश:-आश्रवभागो यैस्ते, तथा अदूषणा:-दोषरहिताः, वयं स्थिता: स्मः। अयं भाव: → सरागसंयमेऽनुमोद्यमाने यथा रागो नाऽनुमोद्यताकुक्षौ प्रविशति, तथा द्रव्यस्तवेऽनुमोद्यमाने हिंसांशोऽपि, संयमत्वेनानुमोद्यत्वे रागांशो नोपतिष्ठत एवेति द्रव्यस्तवत्वेनानुमोद्यत्वे सुतरां हिंसानुपस्थितिव्यस्तवशरीरस्याप्यघटकत्वात्तस्याः। इत्थमेव श्रीनेमिना गजसुकुमारस्य श्मशानप्रतिमापरिशीलनेऽनुज्ञाते तदविनाभावि तच्छिरोज्वलनमननुज्ञातमित्युपपादयितुं शक्यते। द्रव्यस्तव एव परप्राणापहारानुकूलव्यापारत्वाद् हिंसेति चेत् ? तथापि द्रव्यस्तवत्वं न हिंसात्वमिति न क्षतिः। वस्तुतो પ્રવેશતો નથી. ‘દ્રવ્યસ્તવ” આ દ્રવ્યસ્તવનું શરીર=શાબ્દિક રચના છે. એમાં પણ ‘હિંસા' શબ્દ ઘટક=એક ભાગરૂપ નથી. તેથી દ્રવ્યસ્તવની અનુમોદનાવખતે એની સ્મૃતિ પણ થતી નથી, તો અનુમોદનાની તો વાત જ ક્યાંથી? (‘સરાગસંયમ આ શબ્દમાં રહેલું રાગપદ એ સંયમમાં રહેલા રાગાંશનું ઉદ્ગોધક હોવા છતાં, ત્યાં તમે રાગાંશની ઉપેક્ષા કરી શકો છો, તો ‘દ્રવ્યસ્તવ” આશબ્દમાં ક્યાંય હિંસાઅંશનું ઉદ્ઘોધક પદન હોવાથી હિંસાંશની ઉપેક્ષા સહજ છે, માટે ત્યાં તો એવી અપેક્ષા સહજ થઇ શકે.) તેથી એક નિયમ થયો કે “જ્યારે શુભ યોગના જે અંશને પ્રધાન કરી અનુમોદનાદિ થતા હોય છે, ત્યારે તે સિવાયના અનિવાર્ય અનિષ્ટ અંશની ઉપેક્ષા જ હોય છે. તેથી તેના અનુમોદનાદિ થતા નથી.” ગજસુકુમારનું દૃષ્ટાંત નેમિનાથ ભગવાને ગજસુકુમારને સ્મશાનમાં પ્રતિભાવહન કરવાની રજા આપી, ત્યાં પણ આ જ નિયમ કામ કરે છે. (તે જ દિવસના દીક્ષિત થયેલા મહાવેરાગી ગજસુકુમારે કર્મસામે જંગે ચડવાનો મનસુબો કર્યો. અત્યાર સુધી ગુલામીની જંજીરમાં ઝકડી રાખનારા કર્મરાજાને રણમાં રગદી નાખવા અને ગુલામીની બેડી કાયમમાટે ફગાવી દેવા કટિબદ્ધ થયેલા ગજસુકુમારે આબાળબ્રહ્મચારી કરુણાસાગર શ્રી નેમિનાથ ભગવાન પાસે સ્મશાનમાં કાઉસ્સગ્ન-ધ્યાનમાં રહેવાની રજા માગી. દયાસિંધુ શ્રીનેમિનાથ ભગવાને રજા આપી. તે વખતે માણાની પ્રભુને ખબર હતી જ, કે ગજસુકુમારને સ્મશાનમાં મારણાંતિક ઉપસર્ગ આવશે. તેના માથે ધગધગતા અંગારા મુકાશે. છતાં યોગીશ્વર વિભુએ રજા આપી, કારણ કે જગદ્ધત્સલ ત્રિલોકનાથ જાણતા હતા, કે ત્યાં જ ગજસુકુમારને કેવળજ્ઞાન અને મોક્ષસુખની પ્રાપ્તિ થવાની છે. અહીં કોઇ મૂરખ એમ બકે કે ભગવાને આ અનુમતિ આપી, તેમાં અનિવાર્ય એવા મરણની પણ અનુમતિ આપી’તો તે મૂરખને ઉપરનો નિયમ સમજાવી શકાય કે, મૂરખ!ભગવાને ગજસુકુમારને સ્મશાનમાં કાઉસ્સગ્ગની અનુમતિ આપી તેમાં તેમની અનુમોદનીય નજર ગજસુકુમારના ઘેર્યપર અને મોક્ષપર જ હતી, અનિવાર્ય ઉપસર્ગ અને મૃત્યુઅંગે તો માત્ર ઉપેક્ષાભાવ જ હતો.) હિંસાનું સાચું લક્ષણ પ્રતિમાલપક - તમે સમજતા નથી. આ દ્રવ્યસ્તવ પૃથ્વીવગેરે બીજા જીવોના પ્રાણના નાશની જનક ચેષ્ટારૂપ હોવાથી પોતે જ હિંસારૂપ છે. ઉત્તરપક્ષ - તો પણ દ્રવ્યસ્તવત્વ” અને “હિંસાત્વ” તો એક નથી જ. (જેમ સાધુના આહારાદિ વ્યવહારો માનવીય હોવાથી સાધુઓ પોતે માનવ જ છે, છતાં સાધુતા અને માનવતા એક નથી. સાધુતા છઠ્ઠા-સાતમાઆદિ ગુણસ્થાનકને અનુરૂપ ક્રિયાદિના અવચ્છેદકતરીકે સિદ્ધ છે, જ્યારે માનવતા મનુષ્યગતિના ઉદયના અવચ્છેદક આદિરૂપ છે. એમ દ્રવ્યસ્તવનો વ્યાપાર પઆણાપહારાદિ રૂપે હિંસાના વ્યાપારને સમાન લાગતો હોવા છતાં દ્રવ્યસ્તવત્વ ભાવસ્તવની કારણતાના અવચ્છેદક તરીકે સિદ્ધ છે, જ્યારે હિંસાત્વ હિંસાજન્ય દુર્ગતિના કારણતાઅવચ્છેદતરીકે સિદ્ધ છે. આમ દ્રવ્યસ્તવત્વ-હિંસાત્વરૂપ અવચ્છેદકોના ભેદથી દ્રવ્યસ્તવ અને હિંસાવચ્ચે ભેદ સિદ્ધ છે.) તેથી ‘દ્રવ્યસ્તવત્વ” ને પ્રધાન કરી અનુમોદના કરવામાં દોષ નથી.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy