________________
દિશાર્ણભદ્રનું દૃષ્ટાંત
111
अर्हद्गुणानामेव पुनः पुनश्चिन्तनेन, न तद्वैकल्येन। 'वर्द्धमानये'ति प्रत्येकं श्रद्धादिभिः सम्बध्यते। एवमेतैर्हेतुभिस्तिष्ठामि-करोमि कायोत्सर्गमिति वृत्तिः।
____द्रव्यस्तवानुमोदनापि भाव इति भावस्तवस्योपचयाय कायोत्सर्गद्वारा तदाश्रयणं युक्तम्। अनुमोद्यनिमित्तलोकोपचारविनयोत्कर्षत्वाच्च तदत्यन्तोपयोगो दुर्गतरत्नाकररत्नलाभतुल्यत्वाद्वा यतीनां कृत्यप्रयत्नस्येति भावनीयं सुधीभिः॥२३॥ अथ द्रव्यस्तवस्य भक्तिहिंसोभयमिश्रत्वादेकानुमोदनेन कथं नान्यानुमोदनमित्याशङ्कां निरस्यन् कविः स्वस्य प्रेक्षावत्तामाह
किं हिंसानुमतिर्न संयमवतां द्रव्यस्तवश्लाघये
त्येतल्लुम्पकलुब्धकस्य वचनं मुग्धे मृगे वागुरा। हृद्याधाय सरागसंयम इव त्यक्ताश्रवांशाः स्थिता
भावागांशमदूषणा इति पुनस्तच्छेदशस्त्रं वचः॥ २४॥ બતાવે છે. (૧) બોધિલાભમાટે, બોધિ=પરભવમાં જૈન ધર્મની પ્રાપ્તિ. આ બોધિલાભ પણ (૨) નિરુપસર્ગમાટે છે. નિરુપસર્ગઃજન્મવગેરે ઉપસર્ગોથી રહિતનું સ્થાન, મોક્ષ. આ કાઉસ્સગ્ન જો શ્રદ્ધા વગેરેથી રહિત હોય, તો ફળદાયક નબને. તેથી શ્રદ્ધાદિ બતાવે છે. આકાયોત્સર્ગપણ (૧) શ્રદ્ધાથી=પોતાની ઇચ્છાથી કરવાનો છે. કોઇનાબળાત્કારથી નહિ. (૨) મેધાથી. હેય( છોડવા યોગ્ય) અને ઉપાદેય(=ગ્રહણ કરવા યોગ્ય) ના જ્ઞાનપૂર્વક કરવાનો છે. જડ થઇને નહિ. અથવા મેધા=મર્યાદામાં રહીને કરવાનો છે, જેમ તેમ નહિ. (૩) ધૃતિથી=મનની સ્વસ્થતાથી કરવાનો છે, મનને રાગદ્વેષથી આકુળ બનાવીને નહિ. (૪) ધારણાથી=ભગવાનના ગુણોનું સ્મરણ કરવાપૂર્વક કરવાનો છે, સ્મરણશૂન્યથઇને નહિ. (૫) અનુપ્રેક્ષાથી=વારંવાર પ્રભુના ગુણો વિચારવાપૂર્વક કરવાનો છે, નહિકે તેવી વિચારણા કર્યા વગર, વર્ધમાનથી=આ પદ ઉપરોક્ત શ્રદ્ધાદિ પાંચે સાથે જોડવાનું છે. દા.ત. વધતી જતી શ્રદ્ધાથી, વધતી જતી મેધાથી ઇત્યાદિ. આ પ્રમાણે કાયોત્સર્ગ કરું છું – આમ વૃત્તિમાં(આવશ્યક નિર્યુક્તિ-કાયોત્સર્ગ અદયયનની ટીકામાં) બતાવ્યું છે. અહીં સળંગ પાઠ નથી આપ્યો.
વળીદ્રવ્યસ્તવની અનુમોદના પણ ભાવરૂપ જ છે, તેથી ભાવસ્તવની પુષ્ટિમાટે કાઉસ્સગ્ગદ્વારા દ્રવ્યસ્તવની અનુમોદનાના ભાવનો આશ્રય કરવો સંગત જ છે, અનુમોદ્ય(=દ્રવ્યસ્તવ)ના નિમિત્તે થતા પરમાત્માના લોકોપચાર વિનયના ઉત્કર્ષદ્વારા પણ આ કાયોત્સર્ગ ઉપયોગી છે. દ્રવ્યસ્તવ એ ભગવાનનો લોકોપચાર વિનય છે. (વિનયના શાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર આમ ચાર પ્રકાર છે.) કાયોત્સર્ગદ્વારાદ્રવ્યસ્તવના ઉત્કર્ષથી ઉત્કૃષ્ટવિનય થાય છે. આમ ભગવાનના ઉત્કૃષ્ટ વિનયમાટે દ્રવ્યસ્તવ ખુબ ઉપયોગી છે. તેમાં કાયોત્સર્ગદ્વાર છે. તેથીકરણીય કાર્યોમાં પ્રયત્નશીલ સાધુમાટે તો આ દ્રવ્યસ્તવની અનુમોદના દુઃશક્ય પ્રવેશવાળા સમુદ્રમાંથી મળેલા મહારત્નસમાન છે. જે ૨૩ |
દ્રવ્યસ્તવમાં જેમ ભક્તિ રહી છે, તેમ હિંસા પણ રહી છે. તેથી દ્રવ્યસ્તવ ભક્તિ અને હિંસા આ ઉભયરૂપથી મિશ્ર બન્યો છે. માટે ભક્તિને આગળ કરી દ્રવ્યસ્તવની અનુમોદના કરવામાં – તેમાં રહેલી હિંસાની પણ ભેગી અનુમોદના થઇ જશે. “ખીચડીમાં ચોખા ભેગી દાળ પણ ચડી જ જાય” પ્રતિમાલીપકની આવી આશંકાને ઉખેડતા કવિ પોતાની વિચારશીલતા દર્શાવી રહ્યા છે–
કાવ્યર્થ - “સંયમીઓને દ્રવ્યસ્તવની પ્રશંસાથી શું હિંસાની અનુમતિનો દોષ ન લાગે? અર્થાત્ લાગે જ!' પ્રતિમાલપકરૂપ પારધિના આ વચનોમુગ્ધલોકોરૂપ હરણિયાઓમાટે જાળ સમાન છે. (અર્થાત્ આવચનકાળમાં