SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત ચેઇયાણં સૂત્રનો ભાવાર્થ स्थानमौनध्यानं विना क्रियान्तरत्यागः। तं करोमि। किं निमित्तम् ? इत्याह- 'वंदणवत्तियाए' इत्यादि। वन्दनं प्रशस्तमनोवाक्कायप्रवृत्तिः, तत्प्रत्ययं-तन्निमित्तम्, यादृग् वन्दनात्पुण्यं स्यात्, तादृक्कायोत्सर्गादपि मे भवत्वित्यर्थः। वत्तिआए त्ति आर्षत्वात् सिद्धम्। 'पूअणवत्तिआए पूजन-गन्धमाल्यादिभिरर्चनं, तत्प्रत्ययम्। 'सक्कारवत्तिआए' सत्कारो वस्त्राभरणादिभिः, तत्प्रत्ययम्। ननु, एतौ पूजासत्कारौ द्रव्यस्तवत्वात्साधोः 'छज्जीवकायसंजमो' इत्यादिवचनप्रामाण्यात्कथं नानुचितौ ? श्रावकस्य तु साक्षात्(तौ) कुर्वत: कायोत्सर्गद्वारेण तत्प्रार्थने कथं न नैरर्थक्यम् ? उच्यते-साधोव्यस्तवनिषेधः स्वयंकरणमाश्रित्य, न तु कारणानुमती, यतो 'अकसिणपवत्तगाणं' इत्याधुपदेशदानतः कारणसद्भावः, भगवतां विशिष्टपूजनादिदर्शने प्रमोदादिनाऽनुमतिरप्यस्ति । यदुक्तम् - 'सुव्वइ य वयररिसिणा, कारवणं पिय अणुठियमिमस्स। वायगगंथेसु तहा आगया (एयगया) देसणा चेव'। पञ्चाशक ६/४५] श्रावकस्य त्वेतौ सम्पादयतोऽपि भक्त्यतिशयादाधिक्यसम्पादनार्थं प्रार्थयमानस्य न नैरर्थक्यम्। किञ्च, “અષ્ઠિત ચેઇયાણં' સૂત્રનો ભાવાર્થ “અતિ ચેઇયાણ સૂત્ર સ્પષ્ટ છે અરિહંતચેત્ય=ભાવ તીર્થકરોની ચિત્તસમાધિજનક પ્રતિમાઓ. તેઓના વંદનાદિનિમિત્તે કાઉસ્સગ્ન કરું છું. કાયોત્સર્ગ એટલે કાયાથી સ્થિરતા=સ્થાન, વચનથી મૌન અને મનથી ધ્યાન-આસિવાયની તમામ ક્રિયાઓનો ત્યાગ. આકાયોત્સર્ગવંદન, પૂજન, સત્કાર અને સન્માન આચાર નિમિત્તથી અને બોધિલાભતથા નિરૂપસર્ગ=મોક્ષઆબેમાટે વર્ધમાન=વધતી એવી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાથી કરું છું. - આ શબ્દાર્થ થયો. હવે દરેક પદના વિશિષ્ટ અર્થ બતાવે છે- “વંદણવરિઆએ – વંદન એટલે મન, વચન, કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ. તેના નિમિત્તે અર્થાત્ જિનપ્રતિમાને વંદનથી જેવું પુણ્ય થાય, તેવું પુણ્ય મને કાઉસ્સગ્ગદ્વારા પ્રાપ્ત થાઓ – તેવો અર્થ છે. “વરિઆએ” પ્રયોગ આર્ષ છે (ગણધરભગવંતોએ વાપરેલો છે.) તેથી સિદ્ધ છે. પૂઅણવરિઆએ પૂજન=વાસપાદિ સુગંધીદ્રવ્ય અને ફૂલમાળા વગેરેથી પૂજન. તેના નિમિત્તે. “સક્કારવરિઆએ સત્કાઅત્યય. સત્કાર=વસ્ત્રાલંકારવગેરેનું ભાવથી અર્પણ. શંકા - આ પૂજા અને સત્કાર દ્રવ્યસ્તવરૂપ છે અને સાધુને “છ અવકાયનો સંયમ' એ વચન છે. તેથી સાધુમાટે આ દ્રવ્યસ્તવ શા માટે અનુચિત ન ગણાય? તાત્પર્ય - પૂજા અને સત્કારની ક્રિયામાં જીવવિરાધનાનો સંભવ છે. પૂજા અને સત્કારના ફળની ઇચ્છા રાખવામાં પૂજા અને સત્કારની ક્રિયારૂપ સાવદ્ય ક્રિયાની અનુમોદના છે. અને સાધુએ તો સર્વસાવધના કરણ, કરાવણ અને અનુમોદનનો ત્યાગ કર્યો છે. માટે સાધુએ પૂજાસત્કારનિમિત્તે કાઉસ્સગ્ન કરવાનો ન હોય. અને શ્રાવક તો સાક્ષાત્ પૂજા-સત્કાર કરી જ રહ્યો છે, તેથી ફરીથી કાઉસ્સગ્ગદ્વારા તેના ફળની પ્રાર્થના કરવી એ શ્રાવકમાટે તો નિરર્થક જ છે. આમ સાધુ અને શ્રાવક ઉભયમાટે પૂજા અને સત્કાર નિમિત્તે કાયોત્સર્ગ અસંગત છે. સમાધાનઃ- સાધુને દ્રવ્યસ્તવ પોતે કરવાની અપેક્ષાએ નિષિદ્ધ છે. પણ અકસિણપવત્તગાણ=શ્રાવકને ઇત્યાદિ આગમવચનદ્વારા બીજાને પ્રેરણા આપી બીજા પાસે દ્રવ્યસ્તવ કરાવવારૂપ દ્રવ્યસ્તવનું કરાયણ સંભવે જ છે. તે જ પ્રમાણે ભગવાનની વિશિષ્ટઆંગી વગેરૂપ વિશિષ્ટ પૂજાના દર્શનથી સાધુનું હર્ષઘેલું હૈયું હાથમાં ન રહે અને સહજ પ્રશંસાના પુષ્પો વેરવા માંડે એ દોષરૂપ નથી. આમ દ્રવ્યસ્તવની અનુમોદના પણ સાધુને સંભવે છે. માટે સાધુનેદ્રવ્યસ્તવનું કરાવણ અને અનુમોદન નિષિદ્ધ નથી. પંચાશકમાં પણ કહ્યું છે (આવશ્યક નિર્યુક્તિવગેરેમાં) સંભળાય છે કે, વજસ્વામીએ આ પુષ્પાદિ દ્રવ્યસ્તવ દેવપાસે કરાવ્યો હતો. વળી વાચકના(=ઉમાસ્વાતિજીના) ગ્રંથોમાં દ્રવ્યસ્તવઅંગે દેશના છે.” આમ દ્રવ્યસ્તવના કરાવણ અને અનુમોદનના અધિકારી સાધુઓ ભલે દ્રવ્યસ્તવ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy