SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ 132 પ્રતિમાશતક કાવ્ય-૨૧] तथा च यदृष्टं तच्छक्तिसत्त्वे निषिध्यत इति नियमोपलभ्यते। तेनैकान्तवादस्य दुष्टस्य निर्बलेन वादिनाऽनिषेधेऽपि वाग्गुप्तिसमाध्यप्रतिरोधान्न दोषः, तदुक्तं तत्रैव → ‘अदुवा वायाउ विउज्जति, तं जहा-अस्थि लोए, णत्थि लोए, धुवे लोए, अधुवे लोए, साइए लोए, अणाइए लोए, सपज्जवसिए लोए, अपज्जवसिए लोए, सुकडेत्ति वा, दुक्कडेत्ति वा, कल्लाणेत्ति वा, पावेत्ति वा, साहुत्ति वा, असाहुत्ति वा, सिद्धित्ति वा, असिद्धित्ति वा, णिरएत्ति वा, अनिरएत्ति वा, जमिणं विप्पडिवन्ना मामगं धम्मं पन्नवेमाणा इत्थवि जाणह अकस्मात् । एवं तेसिंणो सुअक्खाए णो सुपण्णत्ते धम्मे भवइ । से जहेयं भगवया पवेइयं आसुपन्नेण जाणया पासया, अदुवा गुत्ती वओगोयरस्स त्तिबेमि'॥ [आचाराङ्ग १/८/१/१९९-२००] व्याख्या → अस्तिनास्तिध्रुवाववाद्येकान्तवादमास्थितानां त्रयाणां त्रिषष्ट्यधिकानां प्रावादुकशतानांवादलब्धिमता प्रतिज्ञाहेतुदृष्टान्तोपन्यासेन तत्पराजयमापादयता सम्यगुत्तरं देयमथवा गुप्तिर्वाग्गोचरस्य विधेयेत्येतदहं ब्रवीमीति શક્તિના અભાવમાં અનિષેધ અષ્ટ પૂર્વપક્ષઃ- તેવી વ્યાખ્યાનશક્તિ(= યથાર્થવર્ણન કરવાની શક્તિ)ના અભાવવાળો સાધુ કોઇ ભક્ત કે વિરોધી વ્યક્તિ અશુદ્ધ ગોચરીનું દાન કરે-ત્યારે તેનો નિષેધ ન પણ કરે - અહીં સાધુને “ગોચરી દોષયુક્ત છે તેવું જ્ઞાન હોવા છતાં સાધુ તેનો નિષેધ કરતો નથી. તેથી આ સ્થળે જ તમારી વ્યાપ્તિમાં વ્યભિચાર છે. ઉત્તરપા - અલબત્ત, આ સ્થળે દોષયુક્તતાનું જ્ઞાન હોવા છતાં નિષેધ નથી. છતાં અમારી વ્યાપ્તિ કલંકિત થતી નથી કારણ કે અમારી વ્યાપ્તિ આવા સ્થાનો કે જ્યાં અનભિમતત્યાગને દર્શાવવાની શક્તિનો અભાવ હોય અને તેથી દોષયુક્તનો નિષેધ ન હોય)ને લાગુ પડતી જ નથી. અર્થાત્ તે સિવાયના સ્થાનોને જ લાગુ પડે છે. શંકા - આવો અપવાદ બતાવવાથી તો એમ નક્કી થયું, કે વસ્તુને દોષયુક્ત જાણવા છતાં તે વર્ણવવાની પોતાની પ્રતિભાના અભાવના બહાના હેઠળ એ સાધુ જો તેનો નિષેધ ન કરે, તો પણ તે સાધુ દોષપાત્ર નહિ. શું આ બરાબર છે? સમાધાન - હ. એ બરાબર જ છે. ફેર માત્ર એટલો જ કે અશક્તિનું બહાનું ન હોવું જોઇએ, પણ વાસ્તવમાં અશક્તિ જોઇએ. માટે જ આચારાંગમાં પણ કહ્યું છે – “તે ફાસ=સ્પર્શીને(=દુઃખદાયક અનુભવોનેજે આગળના સૂત્રમાં બતાવ્યા) ધીર(=મુનિ) સમભાવે સહન કરે અથવા “આ કેવો પુરુષ છે ? (ભદ્ર કે દુષ્ટ?) ઇત્યાદિ વિચારીને પોતાના આચારના વિષયમાં (સ્વપક્ષની સ્થાપના અને પરપક્ષનું નિરાકરણ કરવાદ્વારા) અનન્યસદશ કહે (અર્થાત્ સ્વાચારની ઉત્કૃષ્ટતા દશવિ અને પરાચારમાં રહેલા દોષોની સામે આંગળી ચીંધે. પરંતુ જો તેવી શક્તિ ન હોય તો) અથવા એ વિષયમાં વાગૂમિ=મૌન રાખે.” ઉપરોક્ત વ્યાપ્તિ અને આ વચનના બળપર એક નિયમ મળે છે કે, “શક્તિની હાજરીમાં દોષયુક્તનો નિષેધ કરાય છે.” એમ પણ નિશ્ચિત થાય છે કે, દુષ્ટ એકાંતવાદનો નિર્બળ વાદી નિષેધ ન કરે તો પણ જો વાગૂમિની સમાધિનો પ્રતિરોધ-અટકાવ થતો ન હોય(=અર્થાત્ મૌનભાવ જાળવી રખાતો હોય), તો દોષ નથી. આચારાંગ સૂત્રમાં ત્યાં આગળ આ પ્રમાણે કહ્યું છે – તેઓ(=પરવાદીઓ) જુદા જુદા વાદો સ્થાપે છે. તે આ પ્રમાણે- “લોક છે જ.(‘સાત દ્વીપ જેટલો જ ઇત્યાદિ) અથવા લોક છે જ નહિ (=બધું માયારૂપ છે શૂન્ય છે.) લોક (એકાંતે) નિત્ય છે. અથવા (એકાંતે) અનિત્ય છે. લોક આરંભવાળો છે. અથવા અનાદિ છે. લોક અંતવાળો છે. અથવા અંત વિનાનો છે. (સંયમવગેરેને)
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy