SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ 129 આય-વ્યયની તુલ્યતા ભિાધિકારીની અપેક્ષાએ पारिणामिक्या बुद्ध्या स्वकृतिसाध्यत्वेष्टसाधनत्वाद्यनुसन्धाय नाट्यकरणमारब्धं सूर्याभेण । तदुक्तं राजप्रश्नीयવૃત્ત – तए ण'मित्यादि। तत: पारिणामिक्या बुद्ध्या तत्त्वमवगम्य मौनमेव भगवत उचितं न पुनः किमपि वक्तुम्, केवलं मया भक्तिरात्मीयोपदर्शनीयेति प्रमोदातिशयतो जातपुलक: सन् सूर्याभो देवः श्रमणं भगवन्तं महावीरं वन्दते-स्तौति, नमस्यति कायेन, वन्दित्वा, नमस्यित्वा च उत्तरपुरच्छिम' इत्यादि सुगममिति [सू. ५६ टी.] ॥ २०॥ एकाधिकारिकतुल्यायव्ययत्वादेव भक्तिकर्मणि विभोर्मोनमुचितमिति मतं निषेधतिસિદ્ધ નથી, માટે નામશ્રાવણરૂપ વિધિશેષનો ઉલ્લેખ આવશ્યક બને છે. અને શેષ(ભાગ અથવા વિશેષ)થી શેષી (સંપૂર્ણવિધિ અથવા વિશેષ)નો આક્ષેપ=અર્થતઃ સ્વીકાર સુકર જ છે, તેથી વ્યુત્પન્નબુદ્ધિવાળાઓ આ બાબતમાં મુંઝાતા નથી! (સૂર્યાભદેવ પોતાનું નામ કહેવાપૂર્વક વંદન, નમસ્કાર અને પર્યુપાસનાની પ્રતિજ્ઞા કરે છે. એમાં વંદન-નમસ્કાર તો પહેલાજ કરી લીધા છે, તેથી હવે માત્ર પર્થપાસના જ બાકી રહી છે. આમ પ્રતિજ્ઞા પગૃપાસનારૂપશેષ વિધિઅંગે જ પર્યવસિત થાય છે, અને તેના જ ભાગરૂપે આ નામશ્રાવણ છે. એવું તાત્પર્ય લાગે છે.). વ્રત=ચારિત્ર. પ્રવૃત્તિયોગી=ચારિત્રમાં પ્રવૃત્ત થયેલા શ્રમણો. તેઓને કોઇ કાર્યઅંગે ભગવાન “આ પ્રમાણે દેવાનુપ્રિયે(=શ્રમણે) જવું જોઇએ ઇત્યાદિ સ્પષ્ટ નિર્દેશ કરે છે. જેઓ ઇચ્છાયોગી=ચારિત્ર લેવાની ઇચ્છાવાળા છે, તેઓને “દેવાનુપ્રિય! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ(=રાગ) કરશો નહિ' એ પ્રમાણે તેને યોગ્ય વિષયમાં તેની ઇચ્છાને અનુકૂળ ભાષાથી વિધિનું સૂચન કરે છે. (યોગગ્રંથોમાં ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ આ ચાર ક્રમે ઉત્તરોત્તર પ્રગતિ પામેલા યોગીઓની વાત આવે છે. એમાં ઇચ્છાયોગી યોગના આરંભે છે, હજી યોગની ઇચ્છામાં છે, વિશેષ પ્રવૃત્તિમાં નથી. માટે એની કક્ષા જોઇ એની ઇચ્છાને આગળ કરી વિધિનિર્દેશ થાય છે. પ્રવૃત્તિયોગી યોગમાર્ગે પ્રવૃત્ત થયેલો છે, પ્રવેશી ચૂક્યો છે, પણ તેનામાં હજી અતિચારાદિ સંભવે છે, માટેતેને અતિચારાદિ દોષોથી બચાવવા સ્પષ્ટ વિધિનિર્દેશથાય છે. સ્થિરતાયોગી નિરતિચારયોગમાં અત્યંત સ્થિર છે અને સિદ્ધિયોગી યોગસિદ્ધ છે, માટે આ બે માટે વિધિનિર્દેશ આવશ્યક રહેતો નથી.) કાવ્યમાં “વા' શબ્દ આ પ્રકારની નિશ્ચિતવ્યવસ્થા સૂચવવાઅંગે છે. માટે ભગવાનનું મૌન પણ વિનીત અને પ્રાજ્ઞપુરુષપ્રત્યે તો ઇચ્છાને અનુકૂળ પ્રવૃત્તિનું જ અભિવ્યંજક બને છે. તેથી જ “પ્રભુના મનમાં તેવી પ્રવૃત્તિ કરવાની મૂકસંમતિ છે તેવા તાત્પર્યનું જ્ઞાન કરીને જ પ્રેક્ષાવાન પુરુષો પ્રવૃત્તિ કરે છે અને તે પ્રવૃત્તિ સુઘટ જ છે. તેથી જ ભગવાન પોતાના વ્યવહારને અનુલક્ષીને મૌન રહ્યા, ત્યારે સૂર્યાભે પોતાની પારિણામિકી બુદ્ધિના બળપર (પરમાત્માની ભક્તિરૂપે) “નૃત્ય કરવું એ મારા પ્રયત્નથી સાધ્ય છે, અને મારામાટે ઇષ્ટ સાધનરૂપ છે' ઇત્યાદિ જ્ઞાન કર્યું અને નૃત્યનો આરંભ કર્યો. જુઓ આ બાબતમાં રાજકશ્રીય ઉપાંગની ટીકામાં આ પ્રમાણે કહ્યું છે – “તએ સં' ઇત્યાદિ. તેથી સૂર્યાભદેવે પારિણામિકી બુદ્ધિથી તત્ત્વનો પ્રકાશ મેળવ્યો અને વિચાર્યું કે “ભગવાનમાટે તો આ બાબતમાં મૌન રહેવું ઉચિત છે. કંઇ પણ બોલવું યોગ્ય નથી. ફક્ત મારે મારી ભક્તિ બતાવવી જોઇએ.” આ પ્રમાણે વિમર્શ કરી અત્યંત પ્રમોદના કારણે રોમાંચિત થયેલો સૂર્યાભિ ભગવાનને વંદન કરે છે=ભગવાનની સ્તુતિ કરે છે. કાયાથી નમસ્કાર કરે છે. વંદન, નમસ્કાર કરી ઉત્તરપૂર્વ=ઈશાન દિશામાં જાય છે ઇત્યાદિ સુગમ છે. ૨૦ આથ-વ્યયની તુલ્યતા ભિશાધિકારીની અપેક્ષાએ સૂર્યાભદેવની અપેક્ષાએ લાભ છે અને ગૌતમસ્વામી વગેરેની અપેક્ષાએ વ્યય છે, માટે આય-વ્યય તુલ્ય છે એમ નથી. પરંતુ પૂછનાર વ્યક્તિને ઉદ્દેશીને જ આય-વ્યયનો વિચાર થાય છે. અર્થાત્ એક અધિકારીની અપેક્ષાએ જ આય-વ્યયની તુલ્યતા વિચારણીય છે. તેથી ‘નૃત્યાદિભક્તિકૃત્યસૂર્યાભને માટે જ સરખા લાભ અને નુકસાનવાળું છે એમ જ્ઞાનપ્રકાશમાં જોઇ ભગવાન એ ભક્તિકૃત્યઅંગે મૌન રહ્યા – પ્રતિમાલપકના આવા મતનો નિષેધ કરતા
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy