SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ 96 પ્રતિમાશતક કાવ્ય-૧૫ सर्वदेवकृत्यत्वेन तस्थिति:(न तु धर्म:)इति चेत् ? मैवम् । तत्रैकैकविमानस्थसङ्ख्याताऽसङ्ख्याता सम्यग्दृश एव जिनप्रतिमापूजादिपरायणा इति ज्ञापनार्थं बहुशब्दप्रयोगसाफल्याद्। अन्यथा 'सव्वेसिं देवाणं' इत्यादिपाठरचनाप्रसङ्गात्। अधिकृतजीवाभिगमसूत्रं चेदम् → 'तत्थ णं जे से उत्तरिले अंजणपव्वए तस्स णं चाउद्दिसिं चत्तारि णंदापोक्खरिणीओ प० तं०-विजया, वेजयंती, जयंती, अपराजिया। सेसं तहेव जाव सिद्धायतणा सव्वचेइयघरवन्नणा णेयव्वा । तत्थ णं बहवे भवणवइवाणमंतरजोइसियवेमाणिया देवा चाउम्मासियपडिवएसु संवच्छरेसु य अन्नेसु बहुसु जिणजम्मणनिक्खमणनाणुप्पायपरिनिव्वाणमाइएसु य देवकज्जेसु य देवसमुदएसु य देवसमितीसु य देवसमवाएसु अ देवपओअणेसु य एगंतओ सहिया समुवागया समाणा पमुइयपक्कीलिआ अट्ठाहिआओ महामहिमाओ करेमाणा पालेमाणा सुहं सुहेणं विहरंति'त्ति ।। [३/२/१८३] चेइयघरवनणा' इत्यत्र चैत्यगृहं जिनप्रतिमागृहमेव द्रष्टव्यमर्हत्साध्वोस्तत्रासम्भवादित्ययमपि (चैत्यं ज्ञानम्' इत्यादि अर्थभ्रान्तस्य) लुम्पकस्यैव शिरसि प्रहारः। ___ यद्यप्यभव्यानां चारित्राद्यनुष्ठानमिव मिथ्यादृशामपि जिनप्रतिमापूजादिकं सम्भवति, तथापि बहूनां देवानां જ છે. “દરેક વિમાનમાં રહેલા સંખ્યાતાકે અસંખ્યાતા ઘણા દેવદેવીઓ જિનપૂજા કરે છે તેવો જ સૂત્રાર્થ કરવાથી જ “બહુ પદ સફલ થાય છે. તેથી તે બધા સમ્યક્તીદેવદેવીઓ જ સ્વરસથી જિનપૂજામાં પરાયણ છે. મિથ્યાત્વીઓને જિનપૂજામાં કોઇ સ્વરસ નથી' તેવો જ તાત્પર્યાર્થસંગત છે. તેથી જિનપૂજા મિથ્યાત્વી દેવોના પણ આચારરૂપ છે.” ઇત્યાદિ તમારું વચન વજુદ વિનાનું છે. જીવાભિગમસૂત્રમાં આ વિષયમાં આ પ્રમાણે કહ્યું છે... ‘ત્યાં ઉત્તરદિશામાં અંજનક પર્વત છે. તેની ચારે દિશામાં (પૂર્વદિશાના ક્રમથી) (૧) વિજયા (૨) વૈજયંતી (૩) જયંતી અને (૪) અપરાજિતા નામની ચાર પુષ્કરિણી(=તળાવ) છે. બાકીનું ચેત્યાલય સુધીનું વર્ણન નંદીશ્વરદ્વીપના અધિકારમાં અંજનપર્વત વગેરેના વર્ણનમાં દર્શાવ્યું છે તે મુજબ છે. ત્યાં(=ચેત્યાલયમાં) ઘણા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવો ચોમાસીના દિવસોએ, પર્યુષણામાં તથા બીજા પણ જિન ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળ તથા નિર્વાણકલ્યાણકવગેરે દિવસોએ તથાદેવસંબંધી કાર્યોમાંદેવોના સમુદાયમાં આવે છે અને પ્રમોદભાવથી અષ્ટાતિકારૂપ મહામહોત્સવ કરે છે.” આ સૂત્રમાં ચેઇયઘરવત્રણા પદમાં રહેલા ચૈત્યગૃહ' પદનો અર્થ “જિનપ્રતિમા ગૃહ જ થઇ શકે છે. પણ જ્ઞાનગૃહ અર્થ થઇ શક્તો નથી. શંકા - આ સ્થળે ચૈત્ય પદનો “જ્ઞાન” અર્થ કરવામાં શો વાંધો છે? સમાધાન - આ સ્થળોએ અરિહંત કે સાધુઓનો સંભવ નથી. તેથી જો “ચેત્ય'પદનો અર્થ જ્ઞાન લઇએ, તો કોનું જ્ઞાન? અથવા “જ્ઞાનગૃહએટલે શું?' ઇત્યાદિ અણઉકેલ્યા પ્રશ્નો માથે ચોટે. તેથી ચૈત્ય પદનો જ્ઞાન અર્થ થઇ શકતો નથી. તેથી જેઓ “ચત્યનો અર્થ “જ્ઞાન” કરે છે, તે પ્રતિમાલોપકો માટે આ સૂત્રપાઠ વજઘાત સમાન છે. મિથ્યાત્વીદેવકૃત જિનપૂજા અસ્વારસિકી શંકા - પૂર્વોક્ત સૂત્રમાં બહુ પદ છે. તેના તાત્પર્યથી તમે શું તેમ કહેવા માંગો છો કે, માત્ર સમ્યવી દેવો જ જિનપ્રતિમાપૂજા કરે છે. અને મિથ્યાત્વી દેવો જિનપ્રતિમાપૂજા કરતા નથી?” સમાધાન - ના, અમારું કહેવું એમ નથી. અભવ્ય જેવા ગાઢ મિથ્યાત્વીઓ પણ જો જિનકથિત ચારિત્ર પાળે તેમ માનવામાં અમને વિરોધ ન હોય, તો મિથ્યાત્વી દેવો જિનપૂજા કરે તેમ માનવામાં અમને વિરોધ ક્યાંથી હોય? પરંતુ સૂત્રમાં જિનપ્રતિમા ઘણાદેવદેવીઓને અર્ચનીય છે, વંદનીય છે, પૂજનીય છે,' ઇત્યાદિ જે વર્ણન છે,
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy