SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૧૫. (94) व्यामोहं प्रापिता भ्रमं मा कार्युः='न धर्मोऽयं किन्तु स्थितिः' इत्यादिभ्रमभाजो मा भूवन् इत्यर्थः॥ सूर्याभस्य भव्यत्वादिनिश्चायकालापको यथा → अहन्नं भंते ! सूरियाभे देवे किं भवसिद्धिए अभवसिद्धिए ? सम्मद्दिट्ठी मिच्छाद्दिट्ठी ? परीत्तसंसारिए अणंतसंसारिए ? सुलभबोहिए दुल्लभबोहिए? आराहए विराहए ? चरमे अचरमे ? [राजप्रश्नीय सू. ५२] सूरियाभाई। समणे भगवं महावीरे सूरियाभं देवं एवं वयासी-सूरियाभा! तुमंच णं भवसिद्धिए, णो अभवसिद्धिए, जाव चरमे, णो अचरमेत्ति। [सू. ५३] 'भवसिद्धिए'त्ति । व्याख्या→ भवैः सिद्धिर्यस्यासौ भवसिद्धिकः भव्य इत्यर्थः । तद्विपरीतोऽभवसिद्धिकोऽभव्य इत्यर्थः। भव्योऽपि कश्चिन्मिथ्यादृष्टिर्भवति कश्चित्सम्यग्दृष्टि: । तत आत्मनः सम्यग्दृष्टित्वनिश्चयाय पृच्छति-सम्यग्दृष्टिको मिथ्यादृष्टिक: ? सम्यग्दृष्टिरपि कश्चित् परिमितसंसारो भवति, कश्चिदपरिमितसंसारः, उपशमश्रेणिशिरःप्राप्तानामपि केषाञ्चिदनन्तसंसारभावात् । अतः पृच्छति-परीतसंसारिकोऽनन्तसंसारिकः । परीतः परिमित: स चासौ संसारश्च परीतसंसारः; सोऽस्यास्तीति परीतसंसारिक: अतोऽनेकस्वरात्' इति इक' प्रत्ययः। एवमनन्तश्चासौ संसारश्च अनन्तसंसारः, सोऽस्यास्तीत्यनन्तसंसारिकः । परीतसंसारिकोऽपि कश्चित्सुलभबोधिको भवति यथा शालिभद्रादिकः, कश्चिद् दुर्लभबोधिको यथा पुरोहितपुत्रजीवः। ततः पृच्छति-सुलभा बोधिः-भवान्तरे जिनधर्मप्राप्तिर्यस्यासौ सुलभबोधिकः । एवं दुर्लभबोधिकः ।सुलभबोधिकोऽपि સૂર્યાભદેવનું ભવ્યાદિપણું સૂર્યાભદેવ ભવ્ય છે વગેરે વાતનું સમર્થન કરતો રાજકીય ઉપાંગનો આલાપક આ પ્રમાણે છે – હે ભદંત! શું સૂર્યાભદેવ ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે? સમ્યગ્દષ્ટિ છે કે મિથ્યાષ્ટિ છે?પરીતસંસારી છે કે અનંતસંસારી છે ? સુલભબોધિ છે કે દુર્લભબોધિ છે ? આરાધક છે કે વિરાધક? ચરમ છે કે અચરમ?' સૂત્ર પ૨] જ્યારે સૂર્યાભવગેરે આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે, ત્યારે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી સૂર્યાભ(વગેરે)ને ઉત્તર આપે છે – “હે સૂર્યાભ! તું ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. યાવતું ચરમ છે. અચરમ નથી.” આ પાઠની ટીકા આ પ્રમાણે છે – ભવસિદ્ધિક=ભવ્ય. અભવસિદ્ધિક=અભવ્ય. સૂર્યાભવગેરેનો પ્રથમ પ્રશ્ન પોતે ભવ્ય છે કે અભવ્ય? તે અંગે હતો. ભવ્યજીવો પણ સમ્યક્તી કે મિથ્યાત્વી હોઇ શકે. તેથી ભવ્યમાં પણ પોતે સમ્યક્તી છે તેવો નિશ્ચય કરવા બીજો પ્રશ્ન પૂછ્યો. હું સમ્મસ્વી કે મિથ્યાત્વી?” સમ્યક્તી પણ કેટલાક મર્યાદિત સંસારવાળા હોય છે, તો કેટલાક અનંતસંસારવાળા હોય છે. કેમકે ઉપશમશ્રેણિની ટોચે પહોચેલા પણ કેટલાક જીવો અનંતકાળ માટે સંસારમાં ફેંકાઇ જાય છે. તેથી પોતાના મર્યાદિત સંસારના જ્ઞાનમાટે ત્રીજો પ્રશ્ન પૂછે છે- “હું પરીતસંસારી છું કે અનંતસંસારી?” અહીં ‘પરી’ અને ‘સંસાર' પદનો તથા “અનંત' અને “સંસાર” પદનો કર્મધારય સમાસ કર્યા બાદ “પરીતસંસાર છે જેનો” તથા “અનંતસંસાર છે જેનો એવી વ્યુત્પત્તિ કરી. “અતો અનેકસ્વરા” સૂત્રથી મત્વર્ગીય (=સ્વામિતાદર્શક) ઇક” પ્રત્યય લાગ્યો છે. તેથી ‘પરીતસંસારિક” અને “અનંતસંસારિક” શબ્દો બન્યા. પરીતસંસારી પણ કેટલાક શાલિભદ્રની જેમ સુલભબોધિ(=ભવાંતરમાં ધર્મની પ્રાપ્તિરૂપ બોધિ જેને સુલભ હોય તે) હોય છે, તો કેટલાક પુરોહિતપુત્રજીવ(=મેતાર્યમુનિ)ની જેમ દુર્લભબોધિ હોય છે. પોતાની સુલભબોધિતાનો નિર્ણય કરવા સૂર્યાભદેવ ચોથો પ્રશ્ન પૂછે છે - હું સુલભબોધિ છું કે દુર્લભબોધિ છું?' સુલભબોધિ પણ કેટલાક બોધિને પ્રાપ્ત કર્યા પછી તેની વિરાધના કરી નાખે છે. પોતે તેવો વિરાધક તો નથી ને?” તેવી ખાતરી કરવા સૂર્યાભ પાંચમો પ્રશ્ન પૂછે છે- “હેનાથ ! હું આરાધક છું કે વિરાધક છું?” આરાધક જીવો પણ બધાને જ ભવમાં મોક્ષે જાય તેવો નિયમ નથી. તેથી પોતાનો
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy