________________
86
પ્રતિમાશતક કાવ્ય-૧૩) इत्याद्यैवोक्तं, क्वचिच्च ‘एअन्नं इहभवे वा परभवे वा आणुगामियत्ताए भविस्सई' त्ति नोक्तपाठवैषम्यकदर्थनापि। किं च 'पच्छा कडुअविवागा' [उत्तरा. १९/११ पा.३] इत्यत्र यथा पश्चात् शब्दस्य परभवविषयत्वं, तथा प्रकृतेऽपीति किं न विभावयसि ? एवं जस्स णत्थि पुरा पच्छा मज्झे तस्स कुओ सिया ?'[आचाराङ्ग १/४/४/ १३९] इत्यत्रापि पुरा पश्चादिति वाक्यस्य त्रिकालविषयत्वं व्यक्तमिति प्रकृतेऽपि तद् योजनीयम् ॥१२॥ स्थितिविषयाशङ्कामेव समानधर्मदर्शनेन प्रपञ्चयत उपहसन्नाह
वाप्यादेरिव पूजना दिविषदां मूर्तेर्जिनानां स्थितिः, . सादृश्यादिति ये वदन्ति कुधियः पश्यन्ति भेदं तु न। एकत्वं यदि ते वदन्ति निजयोः स्त्रीत्वेन जायाम्बयो
स्तत्को वा यततामसंवृततरं वक्त्रं पिधातुं बुधः॥१३॥ (दंडान्वयः- ‘वाप्यादेरिव दिविषदां जिनानां मूर्तेः पूजना स्थितिः सादृश्यात्' इति ये कुधियः वदन्ति, भेदं तु न पश्यन्ति । ते यदि स्त्रीत्वेन निजयो: जायाम्बयोः एकत्वं वदन्ति, तत्को वा बुधः असंवृततरं वक्त्रं पिधातुं થતતામ્I) સૂર્યાભદેવના અધિકારમાં નથી. આ વિષમતા તો ઊભી જ છે.
સમાધાન - આ વિષમતા કંઇ અમારા સિદ્ધાંતને ડગાવી શકે તેમ નથી. કારણ કે પાઠની વિષમતા માત્ર અહીં જ નથી, કિન્તુ વંદનાધિકારમાં પણ છે. વંદનાધિકારમાં પણ ક્યાંક “પરલોકમાં હિતકર' એવો પાઠ છે, તો ક્યાંક “આ (વંદનાદિ) આ ભવ અને પરભવમાં પરંપરાએ સુખકર છે' ઇત્યાદિ પાઠ છે. તેથી પાઠની વિષમતાને આગળ કરી આપત્તિ આપવી યોગ્ય નથી. આમ પાઠની વિષમતા હોય, તો પણ સમાન અર્થ કાઢી શકાય છે.
શંકા - છતાં પણ જ્યાં પરલોકઅર્થક પદનો સાક્ષાત્ ઉલ્લેખ ન હોય, ત્યાં “પશ્ચાત્ પદથી પરલોકનો અર્થ કરવામાં કોઇ પ્રમાણ નથી.
સમાધાન - પ્રમાણ કેમ નથી? જુઓ આ રહ્યું આગમપ્રમાણ. ઉત્તરાયન સૂત્રમાં વિષયના વર્ણનમાં પચ્છા અનિવાગા'(=પાછળથી કડવા વિપાવાળા) વાક્ય આવે છે. ત્યાં પચ્છા=પશ્ચાત્ શબ્દથી પરભવ જ અભિમત છે. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં પણ પશ્ચાત્ પદથી પરલોક અર્થ શા માટે નથી કરતા? વળી આ જ પ્રમાણે આચારાંગસૂત્રમાં “જસ્સનસ્થિ'(=જેનું પહેલા અને પછી નથી, તેનું મધ્યમાં કેવી રીતે હોય?) એવું પદ આવે છે. ત્યાં પણ પુરા પશ્ચાત્' ઇત્યાદિવાક્યથી ત્રણે કાળ(ભૂત, ભાવી અને વર્તમાન)નું સૂચન થાય છે. બસ આ જ પ્રમાણે અહીં પણ પૂર્વપશ્ચાત્ પદથી ત્રણે કાળનો અર્થ લઇ શકાય તેમ છે. ૧૨
વાવ વગેરેના અને પ્રતિમાના પૂજનમાં તફાવત સમાનધર્મના દર્શનથી પ્રતિમાપૂજાને વાવડી વગેરેની પૂજાની જેમ આચારમાત્ર ગણવાની આશંકાનો પ્રપંચ કરતા પ્રતિમાલોપકનો ઉપહાસ કરતા કવિવર કહે છે–
કાવ્યર્થ - ‘દેવોની જિનપ્રતિમાપૂજા વાવડી વગેરેની પૂજાની જેમ માત્ર આચારરૂપ જ છે. કેમકે બન્ને પૂજા સરખી છે.” જેઓ આ પ્રમાણે બોલે છે અને ભેદને પારખતા નથી, તેઓ (કદાચ) પોતાની પત્ની અને માતાને સ્ત્રીપણાની સમાનતાથી સરખી કહે, તો કયો ડાહ્યો માણસ તેના ઘણા પહોળા થયેલા મોને(=અસંબદ્ધ પ્રલાપને) બંધ કરવા જાય?