SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ 8. પ્રતિમાશતક કાવ્ય-૧૨) पर्यालोचय । ननु परिभाएमाणे' इत्यन्तमनुवादमात्रं शीलव्रतादिना रमणीयत्वभाव एव च विधिरिति चेत् ? किं दानधर्मविधिमप्युच्छेत्तुमुद्यतोऽसि ? न जानासि ? तुङ्गियाश्राद्धवर्णने पडिलाभेमाणे' इत्यन्तस्येव ‘परिभाएमाणे' इत्यन्तस्याधिकृते आनश् प्रत्ययबलेन विधिसूचकत्वमिति। महतीयमव्युत्पत्तिर्भवतः यदि च प्रतिज्ञादाढाय शीलादिना रमणीयत्वं निर्वाह्यमित्यभिसन्धिनैवोक्तपाठो निबद्धः स्यात्तदाऽऽनन्दादीनां व्रतदानोत्तरमप्ययमुपनिबद्धव्यः स्यादिति कियदज्ञस्य पुरो वक्तव्यम् ? अत एव, (તાત્પર્ય - બ્રાહ્મણવગેરેને દાન આપવામાં મિથ્યાત્વનું પોષણ છે. વળી જીવોનો આરંભ પણ મોટો થાય. તેથી એ દાન સાવદરૂપ છે. આ સાવદ્યદાનને સમ્યક્તી રમણીય તરીકે સ્વીકારે જ નહિ. તેને બદલે સર્વથા નિરવ શીલવગેરેને જ રમણીય તરીકે સ્વીકારે. તેથી જો પશ્ચામણીયતાનો અર્થ પરલોકમાં રમણીયતા એમ ઇષ્ટ હોય, તો પશ્ચાદ્રમણીયતા શીલવતોવગેરેથી જ છે તેમ કારવું રહ્યું. દાનવગેરે તો સાવદ્ય છે. તેથી પરલોકમાં રમણીય ન બની શકે. દાનથી કીર્તિવગેરે મળતા હોવાથી દાનને આલોકમાં રમણીયતરીકે સ્વીકારી શકાય. આમ પ્રદેશી રાજા દાનવગેરે કરીને પ્રાક=આલોકમાં રમણીય બનવાનું અને શીલવ્રતોના પાલનથી પશ્ચાપરલોકમાં રમણીય બનવાનું વચન આપે છે. દાનની જેમ પ્રતિમાપૂજન પણ સાવદ્ય છે. તેથી પરલોકમાં હિતકર બની ન શકે. માત્ર આલોકમાં જ હિતકર બને. માટે સૂર્યાભદેવે પ્રાપશ્ચાતુશ્રેયના હેતુથી પ્રતિમાપૂજન કર્યું, ત્યાં પ્રાપશ્ચાત્ શ્રેયથી તે જ ભવના આરંભથી અંત સુધીના શ્રેયને સમજવો.) સમાધાનઃ- (ગજબકરી તમારી કલ્પનાશક્તિએ! તમે પ્રથમ જિનશાસનને માન્ય ચારનિક્ષેપમાંથી સ્થાપનાનિક્ષેપાને અસંગત ઠેરવવા પ્રયત્ન કર્યો. અને હવે તે પ્રયત્નના સમર્થનમાં ગૃહસ્થના ચાર ધર્મોમાં પ્રથમભૂત) દાનધર્મને શું ધર્મની કોટિમાંથી દૂર કરવા પ્રયત્ન કરો છો? આગમનું જો જ્ઞાન હોય તો ખ્યાલ હશે કે ભગવતી સૂત્રમાં તુંગિયાશ્રાવકના વર્ણનમાં પડિલાભમાણે' સુધીનો પાઠ જ વિધિરૂપ છે. તેમ આ પ્રદેશ રાજાના પાઠમાં પણ પરિભાએમાણે સુધીના પાઠમાં જ મુખ્યતયા વિધિ છે. શંકા - તમે આ પ્રમાણે નિર્ણય કેવી રીતે કર્યો? સમાધાન :- “પરિભાએમાણે'પદમાં “આન (કર્તઅિયોગમાં આત્મપદના ધાતુને લાગતો વર્તમાન કૃત્યય આન') પ્રત્યય લાગ્યો છે. આ પ્રત્યાયના બળપર આ અર્થપ્રાપ્ત થાય છે. (દા.ત. “ભોજન કરતા કરતા બોલવામાં પાપ છે.” આ વાક્યમાં સ્પષ્ટ ખ્યાલ આવે છે કે પાપનું વિધાન બોલવામાં નથી, પણ ‘ભોજન કરતી વખતે બોલવામાં છે.” બસ તે જ પ્રમાણે રમણીયતાનું વિધાન માત્ર શીલવગેરેમાં નથી. પણ પૂર્વગૃહીત દાનવગેરે ધર્મ કરતા કરતા પળાતા શીલવગેરે ધર્મોમાં છે. તેથી દાનવગેરે ધર્મો જ મુખ્યતયા રમણીયતરીકે અહીં ઇષ્ટ છે.) તેથી તમે કરેલા કલ્પનાના અર્થને સ્વીકારવામાં વર્તમાનકૃદંતના અર્થની અસંગતિરૂપ મોટી અવ્યુત્પત્તિ છે. શંકા - કેશી ગણધર આગળપ્રદેશીરાજાએ પ્રતિજ્ઞા કરી કે હું પ્રાપશ્ચામણીય જ રહીશ આ પ્રતિજ્ઞાને દઢ કરવા ફરીથી કહે છે કે “દાનવગેરે પૂર્વસ્વીકૃત ધર્મને કરતા કરતા (પણ) હું શીલવગેરે ધર્મનું પાલન કરીશ (જ)' આમ પ્રદેશી રાજાએ ‘માત્ર શીલાદિ ધર્મોથી રમણીય રહેવાની પ્રતિજ્ઞાનું પાલન થાય તેમ દર્શાવવા ઉપરોક્ત વચન ઉચ્ચાર્યા. આમ અર્થ કરવામાં આવ્યુત્પત્તિ નથી. સમાધાન - જો લીધેલી પ્રતિજ્ઞાની દૃઢતામાટે આ પાઠ દર્શાવ્યો હોય, તો આનંદવગેરે શ્રાવકોએ પણ વ્રત લીધા પછી તે વ્રતોની દૃઢતા ખાતર આવા પ્રકારના પાઠનો ફરીથી ઉચ્ચારદર્શક પાઠ પણ બતાવવો જોઇએ. પણ તે પ્રમાણે આગમપાઠદેખાતો નથી. તેથી સ્વીકારવું જ રહ્યું કે પ્રદેશીએ) માત્ર પ્રતિજ્ઞાનીદઢતા ખાતર ફરીથી “દાનવગેરે પૂર્વસ્વીકૃત ધર્મને ઇત્યાદિ ઉચ્ચાર નથી કર્યો. પરંતુ દાનાદિ ધર્મનું પાલન ચાલુ રાખવાદ્વારા રમણીય રહેવાની પ્રતિજ્ઞાની જ ઘોષણા કરી છે. (દાનમાં કે પ્રતિમાપૂજનમાં સ્વરૂપહિંસા હોવા છતાં તે બન્ને સાવદ્યરૂપ નથી ઇત્યાદિ નિરૂપણ આગળ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy