SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ 8) પ્રતિમાશતક કાવ્ય-૧૧) गोल० विहाडेइ, २ जिणसकहाओ लोमत्थएणं पमज्जइ, सुरहिणा गंधोदएणं पक्खालेइ, अग्गेहिं वरेहिं गंधेहि अच्चेइ, धूवंदलेइ, २ जिणसकहाओवइरामएसुगोलवट्टसमुग्गएसुपडिणिक्खमइ, माणवगंचेइयखंभंलोमहत्थएणं पमज्जइ, दिव्वाए दगधाराए जाव धूवं दलेइ, २ जेणेव सीहासणे तं चेव, जेणेव खुड्डागमहिंदज्झए तं चेव, जेणेव पहरणकोसे चोप्पालए तं चेव, जेणेव बहुमज्झदेसभाए तं चेव, जेणेव मणिपेढिया जेणेव देवसयणिज्जे तं चेव, जेणेव उववायसभा तेणेव उवागच्छइ २ जहा अभिसेयसभा तहेव सव्वं, जाव पुरथिमिल्ला णंदा० जेणेव हरए तेणेव० उवागच्छइ, २ ता तोरणे य तिसोवाणे य सालभंजियाओ अ वालरूवए य जेणेव अभिसेयसभा तेणेव उवा० सीहासणं च मणिपेढियं च सेसं तहेव आययणसरिसं जाव पुरथिमिल्ला णंदा० जेणेव अलंकारियसभा तेणेव० जहाअभिसेयसभा तहेव सव्वं, जेणेव ववसायसभा तेणेव उवा०, २ तहेव लोमहत्थगंपरा०, २ पोत्थयरयणं लोमहत्थएणं पम०, २ दिव्वाए दगधाराए० जाव धूवं दलेइ। मणिपेढियं सीहासणं च सेसं तं चेव। पुरच्छिमिल्ला णं णंदा० तं चेव, जेणेव बलिपीढं तेणेव उवा० २ बलिविसज्जणं करेइ इति ॥ सू. १३९] ॥ ११॥ ननु अत्र प्राक्पश्चाच्च हितार्थिता देवभवापेक्षयैव पर्यवस्यति, तथा चैहिकाभ्युदयमानं प्रतिमापूजनादिफलं सूर्याभस्य न मोक्षार्थिनामादरणीयं, देवस्थितेर्देवानामेवाश्रयणीयत्वादित्याशङ्क्य तन्निराकरणपूर्वं तादृशशङ्काकारिणमाक्षिपन्नाह વગેરેની ક્રિયા કરી પૂર્વદ્રારથી અભિષેકસભામાં આવે છે. ત્યાં પણ ક્રમશઃ મણિપીઠિકા, સિંહાસન, બહુમધ્યભાગ વગેરેની પૂજા આદિ કરી ચેત્યાલયની જેમ દક્ષિણદ્વારથી માંડી સર્વક્રિયાઓ કરે છે, પછી પૂર્વનંદાપુષ્કરિણીથી અલંકારસભામાં પૂર્વદ્વારથી પ્રવેશી ત્યાં પણ અભિષેકસભાવત્ સર્વ ક્રિયાઓ કરે છે. પછી ત્યાંની પૂર્વનંદાપુષ્કરિણી પાસેથી વ્યવસાય સભામાં પૂર્વદ્વારથી પ્રવેશી પુસ્તકરત્નની પૂજા વગેરે કરી બાકી સર્વક્રિયા પૂર્વવત્ કરે છે. તે પછી ત્યાંની પૂર્વનંદાપુષ્કરિણી આગળથી બલિપીઠ(=બલિના સ્થાને) આવી બલિપીઠનું અર્ચન વગેરે કરી બલિનું વિસર્જન કરે છે. ૧૧ . પ્રાકૃપશ્ચાતુ હિતાર્થિતા માત્ર દેવભવ અપેક્ષાએ- પૂર્વપક્ષ પૂર્વપલ - સૂર્યાભદેવે જિનપ્રતિમાનું પૂજન કર્યું છે તે દર્શાવવા તમે શાસ્ત્રીયપાઠ બતાવ્યો છે તો બહુ સારું કર્યું. પરંતુ સૂર્યાભદેવ આ જિનપ્રતિમાપૂજા પોતાના તે જ દેવભવની અપેક્ષાએ પૂર્વના અને પછીના હિતની કાંક્ષાથી કરે છે. (સૂર્યાભદેવે દેવભવમાં જન્મ પછી તરત જ વિચાર કર્યો કે “એવું હું શું કરું? કે જેથી આ દેવભવની શરૂઆતના તબક્કાથી માંડી દેવભવના અંત સુધી મારું હિત થાય?' સ્વાભાવિક છે કે, દરેક વ્યક્તિને સૌ પ્રથમ ચિંતા પોતાના વર્તમાનભવના સુખની અપેક્ષાએ જ થાય, જીવનના આરંભે જ આલોકની ચિંતા છોડી પરલોકની ચિંતા સંભવતી નથી.) માટે ‘પ્રાપશ્ચાત્ હિતની ઇચ્છા'નું તાત્પર્ય આ ભવના જ આરંભથી માંડી અંત સુધીના સુખની ઇચ્છામાં રહેલું છે. આમ સૂર્યાભદેવ પ્રાપશ્ચાત્ સુખની ઇચ્છા માત્ર દેવભવની અપેક્ષાએ જ કરે છે. તેની ઇચ્છા અને વિચારને જાણીને તેના સામાનિકદેવો તે ઇચ્છાની પૂર્તિના ઉપાય તરીકે અને દેવભવના પ્રથમ આચારતરીકે જિનપ્રતિમાપૂજન સૂચવે છે.) આમ આ જિનપ્રતિમાપૂજન માત્ર દેવોના આલોકના અભ્યદયમાં કારણભૂત છે. અને માત્ર દેવોનો જ આચાર હોવાથી માત્ર દેવોને જ આશ્રય કરવા યોગ્ય છે. (આ જિનપ્રતિમાપૂજનથી તમે મોક્ષસુખ મેળવવાની ઇચ્છા કરો છો. તમારી આ ઇચ્છા કાચના બદલામાં ચિંતામણિરત્ન પ્રાપ્ત કરવા જેવી છે.) માટે સમજી જાવ કે આ જિનપ્રતિમાપૂજન મોક્ષાર્થી માટે આદરણીય નથી. પૂર્વપક્ષની આ આશંકા પાયા વિનાની ઠેરવતા અને તેઓ પર આક્ષેપ કરતા કવિ કહે છે–
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy