SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ. बत्तीस सोल बारस, विजया वक्खार अंतरणईओ। मेरुवणाओ पुवा-वरासु कुलगिरिमहणयंता ॥ १४६ ॥ અર્થ– ) બત્રીશ, (૪) સોળ અને ( વાસ ) બાર આ સંખ્યાના કામે કરીને ( વિકથા ) વિજય, ( વવવાર) વક્ષસ્કાર અને (ત ) અંતરનદીઓ (મેવ ) મેરૂના ભદ્રશાલ વનથકી (પુવાવરાણુ ) પૂર્વ અને પશ્ચિમ દિશાને વિષે ( યુિિરમળચંતા) કુલગિરિથી આરંભીને મહાનદી પર્યત છે. એટલે કે–મેરના ભદ્રશાળ વનથી પૂર્વ દિશામાં, નિષધ અને નીલવંત પર્વતથી આરંભીને શીતા નદી સુધી લાંબી આઠ આઠ વિજય, ચાર ચાર વક્ષસ્કાર અને ત્રણ ત્રણ અંતરનદીઓ અનુક્રમે છે. અર્થાત્ મેરૂના વનથી પૂર્વ દિશામાં પ્રથમ બે વિયે, પછી બે વસ્કાર, ફરી પાછા બે વિજય અને પછી બે અંતરનદીઓ, ફરીથી બે વિજય, ઈત્યાદિ કવડે સોળ વિજય, આઠ વક્ષસ્કાર અને છ અંતરનદીઓ છે. તે જ પ્રમાણે પશ્ચિમ દિશામાં પણ છે. તે બન્ને મળી બત્રીશ વિજય, સોળ વક્ષસ્કાર અને બાર અંતરનદીઓ છે. (૧૪૬ ). હવે વિજ્યાદિકનું પહોળપણું કહે છે– विजयाण पिहुत्ति संग-टुभाग बारुत्तरा दुवीससया। सेलाणं पंचसए, सवेइणइ पन्नवीससयं ॥ १४७ ॥ અર્થ:– વારા) બાર અધિક (સુવીરસથા) બાવીશ સો એટલે બાવીશ ને બાર યોજન તથા ઉપર (સદુમાત ) આઠીયા સાત ભાગ ૨૨૧૨ આટલું ( વિજ્ઞાન ) દરેક વિજયનું (વિદ્યુત્તિ) પહોળપણું-વિસ્તાર છે. (ટા) વક્ષસ્કાર પર્વતનું (સંવત) પાંચ સો ૫૦૦ જન પહોળપણું , છે અને ( ૬) અંતરનદીઓનું (પન્નાલાથું ) એક સો ને પચીશ ૧૨૫ જન પહોળપણું છે. તે જાણવાનો ઉપાય આ પ્રમાણે છે.-મેરૂપર્વત અને ભદ્રશાલવનનું બે બાજુનું મળીને પૂર્વ-પશ્ચિમ પહોળાપણું ૫૪૦૦૦ યજન છે. એટલે ૫૪૦૦૦ એજન પ્રમાણ ભૂમિ મેરૂ અને બે બાજુના વને મળીને રોકી છે. સોળ વિજયેનું મળીને પહોળાપણું ૩૫૪૦૬ યોજન છે, આઠ વક્ષસ્કાર પર્વતનું મળીને પહોળાપણું ૪૦૦૦ યજન છે, છ અંતરનદીઓનું મળીને પહોળાપણું ૭૫૦ એજન છે, અને બે બાજુના-પૂર્વ ને પશ્ચિમના વનમુખનું પહોળાપણું ૫૮૪૪ જન છે. આ પાંચમાંથી જેનો વિષંભ (વિસ્તાર-પહોળાપણું) કાઢવાની (જાણવાની) ઇચ્છા હોય તે સિવાય બાકીને ચારને વિધ્વંભ એકઠા કરે એટલે કે બાકીના ચારના પહોળપણાના જેટલા જનો ઉપર લખ્યા છે તેને સરવાળે કરે. જે અંક આવે તેને દ્વીપના ( એટલે અહીં જંબુદ્વીપના વિષ્કભમાંથી
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy