SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ તથા ભાષાંતર. (મ) તે સમનસવનની મળે એટલે અંદરના પૂર્વ પશ્ચિમ કે ઉત્તર દક્ષિણના જે બે પર્યત ભાગ છે તેની વચ્ચે મેરૂને વિસ્તાર (સં રેવ) તે જ (સદભૂળ) હજાર જન એ છે જાણો. કેમકે સૈમનસવન દરેક દિશાએ પાંચસો જન પહોળું હોવાથી બન્ને દિશાનું પ્રમાણ એકત્ર કરવાથી એક હજાર જન થાય છે તે ૪ર૭૨ માંથી બાદ કરતાં વન સિવાયના મેરૂનો વિસ્તાર ૩ર૭ર૬ જનને થાય છે. (તેની પરિધિ ૧૦૩૪૯ યોજન અને અગ્યારિયા ૨ ભાગ જ થાય છે.) આ વિધ્વંભ જાણવાની રીત કહે છે -જે ઠેકાણે મેરૂને વિખુંભ જાણવાની ઇચ્છા હોય તે ઠેકાણે સમભૂતલાથી મેરૂનું જે ઉંચપણું હોય તેને અગ્યારે ભાગ દે. ભાગમાં જે આવે તેને સમભૂલા ઉપર મેરૂને જે વિસ્તાર છે તેમાંથી બાદ કરવા, જે બાકી રહે તે જાણવાને ઇચ્છેલા સ્થાને વિઝંભ જાણો. જેમકે સમભૂતળાથી ૬૩૦૦૦ એજન ઉંચે જઈએ ત્યારે મને સવન આવે છે તેને વિષ્કભ જાણવો છે માટે ૬૩૦૦૦ ને અગ્યારે ભાંગવાથી ભાગમાં પ૭૨૭ આવે છે. તેને સમભૂતળાના ૧૦૦૦૦ જનરૂપ વિકુંભમાંથી બાદ કરીએ. એટલે ૪ર૭૨૬ આવશે. આટલે સૈમનસવન પાસે મેરૂને વિધ્વંભ આવે છે. આ પ્રમાણે નંદનવન વિગેરે સર્વ ઠેકાણે ભાવના કરવી. પરિધિ જાણવાની રીત આગળ કહેશે. (૧૨૧). હવે નંદનવનનું સ્વરૂપ કહે છે – तत्तो सढदुसट्ठी-सहसेहिं गंदणं पि तह चेव । णवरि भवणपासायं-तर? दिसि कुमरिकूडा वि ॥१२२॥ અર્થ–(તો) તે સૈમનસ વનથી નીચે (સદુદ્દી) સાડીબાસઠ ( હિં) હજાર ૬૨૫૦૦ એજન ઉતરીએ ત્યારે ત્યાં (વળ ) નંદનવન પણ (ત૬ વ) તે જ રીતે એટલે સોમનસ વનની જેવું જ છે. એટલે કે ૫૦૦ જન વલયને આકારે ચોતરફ પહોળું છે. (ઘર) વિશેષ એ છે જે-(માસાણં તQલિ) ચાર જિનભવન અને ચાર પ્રાસાદના આંતરાની આઠ દિશાઓમાંવિભાગમાં (કુમતિ વિ) દિકુમારીના આઠ કૂટે છે તે પાંચસો જન ઉંચા છે અને નવમો બળકૂટ એક હજાર યોજન ઊંચો છે તેથી તે સહસ્ત્રાંક કહેવાય છે તે પ્રથમ કહી ગયા છીએ. આ દિકુમારિકાઓ સમભૂતળા પૃથ્વીથી એક હજાર એજન ઉંચે (એટલે કે સમભૂતળાથી ૫૦૦ એજન ઉંચે નંદનવન છે અને તે વનમાં ૫૦૦ જન ઉંચા દિકુમારીના કૂટે છે તેથી એક હજાર જન ઉંચે) કૂટની ઉપર રહેલા પોતપોતાના ભવનને વિષે વસે છે તેથી (૯૦૦ જન તિછલોકને અતિ કમવાથી) તે ઊર્થલેકવાસી કહેવાય છે. તે કુમારીઓનાં નામ આ પ્રમાણે મેથંકરા ૧, મેઘવતી ૨, સુમેઘા ૩, મેઘમાલિની ૪, સુવત્સા પ, વત્સમિત્રા ૬, બલાહકા ૭ અને વારિણું ૮.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy