________________
;
આઠ પ્રકારના ગણિતા ચાલતી પદ્ધતિ પ્રમાણે દાખલ ક્યા છે. કાઇ કાઈ સ્થળે અઢીદ્વીપના નકશાની હકીકતમાંથી પણ ઉપયાગી હકીકત દાખલ કરી છે. તે ઉપરાંત મારૂં આ વિષયનું પઠનપાઠન કે પરિચય અલ્પ હાવાથી આ કાર્યની પ્રેરણા કરનાર સચ્ચારિત્રયુક્ત સ્થવિરા ગુરૂણીજી લાભશ્રીજીએ પાતાના આત્મામાં પરિણમેલા આ વિષયના જ્ઞાનના ઉલ્લેખ કરી મને આપ્યા અને તેના પરિચય પણ પાતે જ કરાવ્યા. ત્યારપછી મારા કરેલા ભાષાંતરને પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલેાકન કરી સ્ખલનાઓને દૂર કરતા હતા. આમ છતાં પણ આ સ્થવિરા ગુરૂણીજી ગુજરાતી ભાષાની કેળવણીના માહિતગાર ન હેાવાથી ચાલતી પદ્ધતિની રીતમાં કે છદ્મસ્થપણાને લીધે અમુક વિષયમાં શકિત કે સ્ખલિત થતા હતા ત્યાં ત્યાં દેશવિરતિધર્મારાધક, સદ્ગુરૂચરણાપાસક, પૂજ્ય મહાત્મા મુનિવર વૃદ્ધિચંદ્રાદિક સ્થવિર ગુરૂઓનાં પ્રસાદપાત્ર, ગણિતાનુયાગ અને દ્રવ્યાનુયાગના પઢનપાઠનમાં અત્યંત રસ લેનારા અને અન્ય અનુયાગઢયના પણ અભ્યાસી ગણાતા શ્રી જૈનધર્મ પ્રસારક સભાના જનક, આદિ પ્રમુખ શા કુંવરજીભાઈ આણંદજીએ પેાતાના જ્ઞાન અને અનુભવનેા પરિચય આપવાપૂર્વક જરૂર પૂરતી સરળતા કરી આપી છે. હું માનુ છુ કે આ ખન્ને આત્માથીઓએ અધ્યાપક અને અભ્યાસીએની સરળતા માટે આ લઘુ કાર્ય માં પણ મહા શ્રમ લીધા છે તે અવશ્ય કૃતાર્થ થશે. મને તે આ નવીન સન્માર્ગ દેખાડી તેટલે કાળ ધર્મ ધ્યાનમાં મારા આત્મા આતપ્રેત કર્યો છે તેથી મારે કેવા શબ્દથી તેમના ઉપકાર માનવા તે સૂજતુ નથી.
હું આગ્રહપૂર્વક અધ્યાપકાને ખાસ ભલામણ કરૂ છું કે—આ વિષય કેવળ ગાખીને જીહ્વાગ્રે કરાવવા યેાગ્ય નથી, પરંતુ ગણિતના વિષય રીતસર નિશાળાની જેમ પાતે સમજીને પછી તેના અભ્યાસીઓને પણ તેવી જ રીતે શીખવવા ચેાગ્ય છે. સાધારણ રીતે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનુ ખન્નેને જ્ઞાન હાવું જ જોઇએ, અને ગ્રંથમાં લખેલા દરેક ગણિત પાતે પણ ગણાવી દેવા જોઇએ-શીખવવા જોઇએ; પણ આમાં આપેલા ગણિતાના જવાબ ખરાખર છે એમ સમજી પ્રમાદમાં રહેવું ન જોઈએ. દરેક વિષયને આત્મસાક્ષીએ દઢ કરવાથી જ રક્ષયાપશમની વૃદ્ધિ, ચિત્તની એકાગ્રતા અને ધર્મ ધ્યાનમાં લીનતા થઇ શકે છે. જે અભ્યાસીઓને સામાન્ય ગણિતા પણ આવડતા ન હેાય તેમને પ્રથમ અધ્યાપકોએ રીતસર તેવા ગણિતા શીખવ્યા પછી જ આ ગ્રંથના ગણિતા શીખવવા યાગ્ય છે. ઇતિશમૂ.
શાસ્ત્રી જેઠાલાલ હરિભાઇ.
ભાષાંતરકર્તા.