________________
ભાષાંતરકર્તાની પ્રસ્તાવના.
ધર્મનિષ્ઠ, પરેપકારકપ્રવણ, મેક્ષાભિલાષી, મહાશય સજજને!
આ ચતુર્ગતિરૂપ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી ભરપૂર છે. તે તાપને દૂર કરવા માટે સુવચનામૃત વિના બીજું કાંઈ સમર્થ નથી. તેવું વચનામૃત રાગદ્વેષને જીતનાર, મોહ-કષાયાદિરહિત, મધ્યસ્થવૃત્તિવાળા, નિ:સ્વાર્થ પરોપકારી, સર્વ પ્રાણી પ્રત્યે સમભાવષ્ટિવાળા, તરણતારણસમર્થ ઈત્યાદિ વિશેષણવિશિષ્ટ તીર્થકરના મુખચંદ્રથી જ ઉત્પન્ન થઈ શકે છે. તેવા વચનામૃતથી ભરેલા કુંડ પણ ગણુધરાદિક જ હોઈ શકે છે. તેમણે જગજજંતુના હિતાર્થે દ્વાદશાંગીની રચના કરી સ્વાત્મા કૃતાર્થ કર્યો છે. તેમાં સ્થળ દષ્ટિએ ચાર વિભાગ જોવામાં આવે છે– દ્રવ્યાનુયાગ ૧, ગણિતાનુયાગ ૨, ચરણકરણનુયાગ ૩ અને ધર્મકથાનુયોગ ૪. તેમાં ગણિતાનુયોગના વિષયમાં દ્વીપ, સમુદ્ર, વર્ષ, વર્ષધર, નદી વિગેરે શાશ્વત પદાર્થોનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે. તેમાંથી ઉદ્ધરીને પરેપકારપ્રવણ, ભાગકારમહારાજ શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે બ્રહક્ષેત્રસમાસ નામનો ગ્રંથ રચ્યો છે. તેની સવિસ્તર અને સરલ ટીકા શ્રી મલયગિરિસૂરીશ્વરે કરી છે. તેને અનુસરીને સંક્ષિપ્ત રૂચિવાળા બાળજીના ઉપકારને માટે સંક્ષેપીને શ્રી વજન ગુરૂના શિષ્ય શ્રી હેમતિલકગુરૂ અને તેમના શિષ્ય રત્નશેખરસૂરીશ્વરે આ લઘુક્ષેત્રસમાસ નામનો ગ્રંથ રચ્યા છે; તથા તેના પર લઘુ ટીકા પણ પોતે જ રચી છે, એમ ટીકાના પ્રથમના પાંચમા છઠ્ઠા શ્લોક ઉપરથી તથા મૂળ ગ્રંથની છેલ્લી ગાથાથી સ્પષ્ટ રીતે સમજાય છે. તેમજ શ્રી મલયગિરિ સૂરિના વિવરણ ઉપર વધારે આધાર રાખીને આ વિવરણ કર્યું છે એમ ટીકાને પ્રાંતે લખેલા ત્રીજા ક ઉપરથી સ્પષ્ટ થાય છે.
આ ગ્રંથકાર શ્રી રશેખરસૂરિને જન્મ, માતાપિતા, ચારિત્રાંગીકાર, સૂરિપદ, અંત્ય સમય વિગેરે સંબંધી કાંઈ પણ ઈતિહાસ મારા જાણવામાં નથી, પરંતુ તેમના જ રચેલા પ્રાકૃત શ્રીપાળચરિત્રમાં “૩૬૪ અઠ્ઠાવીસ ત્રિાદિયા ગુમત્તિજસ્ટિ” આવો ઉલ્લેખ છે, તે ઉપરથી સંવત ૧૪૨૮ માં એટલે પંદરમા સૈકામાં તેઓ વિરાજમાન હતા એમ જણાય છે. તેમના રચેલા બીજા ગ્રંથે પણ પજ્ઞવૃત્તિસહિત ગુણસ્થાનકમારહ, ગુરૂગુણષત્રિશષટત્રિશિકા, પ્રાકૃત શ્રીપાળચરિત્ર, દિનશુદ્ધિ, પ્રાકૃત છંદોગ્રંથ વિગેરે અત્યારે જોવામાં આવે છે.
૧ વિશેષ હકીકત માટે નિશુદ્ધિની પ્રસ્તાવને જેવી.