SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી લઘુક્ષેત્રસમાસ. એ જ પ્રમાણે યમલગિરિ, કાંચનગિરિ વિગેરે પર્વતે માટે પણ જાણવું, તથા કૂટાદિકમાં પણ એ જ પ્રમાણે કરવું.–જેમ બેલકૂટ મૂળમાં એક હજાર યોજન વિસ્તારવાળો છે, ઉપરને વિસ્તાર પાંચ સો જન છે. તેની બાદબાકી કરતાં પાંચ સો શેષ રહે છે. તેની ઉંચાઈ એક હજાર જનની છે. હવે પાંચ સેને હજારે ભાંગી શકાય નહીં તેથી ભાજ્યરાશિ (૫૦૦) ને બેએ ગુણતાં એક હજાર થાય. હજારને હજારે ભાંગતા ભાગમાં એક એટલે (અર્ધઅંશ) આવે છે. તેટલું પ્રમાણ ચડતાં હાનિ પામે અને ઉતરતાં વૃદ્ધિ પામે, એટલે કે ચડતાં એક એક જને અર્ધ અર્ધ જનને વિસ્તાર ઘટે અને ઉતરતાં તેટલે વિસ્તાર વધે. (૧૪) વળી તે જગતીઓ કેવી છે? તે કહે છે:--( દુજુવા) બે કોશ ઉંચી, (તદ્માવદ) તે બે કોશના આઠમા ભાગની વિસ્તારવાળી અને (પદુસોમવા ) કાંઈક ઓછા બે યોજનપ્રમાણ ઉત્તમ વનવાળી (પષમg) પદ્વવર વેદિકાવડે (મિહિમતિ હિં) જેનું શિર શેભિત છે એવી એટલે કે જગતીની ઉપર મધ્ય ભાગમાં બે ગાઉ ઉંચી અને પાંચસો ધનુષ પહોળી પદ્મવરવેદિકા છે અને તે વેદિકાની બન્ને બાજુએ (પડખે) બે યોજનમાં અઢી સો ધનુષુ ઓછા એટલા પ્રમાણુવાળું પહોળું વન છે. (એટલે કે બન્ને બાજુના વનનું મળીને એકંદર પ્રમાણ ચાર એજનમાં પાંચ સો ધનુષ ઓછા થાય છે, કેમકે વચ્ચેની વેદિકા પાંચ સે ધનુષ પહેળી છે તેથી તેટલું પ્રમાણ ઓછું હોય છે.) (૧૫) વળી તે જગતીઓ કેવી છે? તે કહે છે– મેજ) વેદિકાને તુલ્ય (મા) મેટા (કવવી પુ) ગેખના વલયે કરીને (સંપરિહિં ) તરફથી વીંટાચેલી છે, () તથા (શારજૂળ )અઢાર જન ન્યૂન (રમત્ત) ચારે ભાગેલે (હિ ) પરિધિ (વાતાર્દિ ) તેટલું જગતીમાં આવેલા વિજયાદિક કાનું અંતર છે. (એટલે કે પરિધિના પ્રમાણમાંથી ચાર દ્વારના બે સાખ સાથેના કુલ અઢાર યોજન બાદ કરી તેને ચારે ભાંગવા. ભાગમાં જે આવે તેટલું વિજયાદિક દરેક દ્વારનું અંતર છે.) જેમકે-જંબૂદ્વીપને પરિધિ ત્રણ લાખ, સોળ હજાર, બસો ને સતાવીશ (૩૧૬૨૨૭) એજન, ત્રણ (૩) કેશ, એકસોંઅઠ્ઠાવીશ (૧૨૮) ધનુષ, સાડીતેર (૧૩) અંગુલ છે. તેમાંથી અઢાર જન બાદ કરી ચારે ભાંગીએ ત્યારે ઓગણએંશી હજાર અને બાવન (૭૯૦૫ર) જન, એક (૧) કેશ, પંદર સો ને બત્રીશ (૧૫૩૨) ધનુષ, ત્રણ (૩) અંગુલ અને ત્રણ (૩) યવ–આટલું દરેક દ્વારનું અંતર છે. એટલે કે એક દ્વારથી બીજું દ્વાર આટલું દૂર છે, તે આ પ્રમાણે: ૧ એક કેશને બે હજાર ધનુષ થાય તેથી બે કોશના ચાર હજાર ધનુષ, તેને આઠમો ભાગ એટલે ૫૦૦ ધનુષ.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy