________________
મૂળ તથા ભાષાંતર.
૩
वट्टपरिहिं च गणिअं, अंतिमखंडाइ उसु जिअं च धणुं । बाहुं पयरं च घणं, गणेह एएहिं करणहिं ॥ १८७॥
અર્થ-(વરિ€) વૃત્ત એટલે ગોળ ક્ષેત્રની પરિધિ ૧, (૪) અને ( ) ગણિત એટલે વૃત્તક્ષેત્રના જે જનપ્રમાણુ ચતુરસ્ત્ર ખંડ કરવા તે ૨, (અંતિમવિંદ) વૃત્તક્ષેત્રની અંતે-છેડે રહેલા ભરતાદિક ક્ષેત્રોનું (3g) બાણ ૩, (શિવ) તે ક્ષેત્રની જીવા-ધનુષની દેરી ૪, () અને (ધળું) ધનુષ એટલે ધનુ પૃષ્ઠ ૫, (વધું) બાહુ એટલે તાત્ય પ્રમુખ પર્વત અને હેમવંતાદિ ક્ષેત્રના બે બાજુના છેડાના પરિમાણરૂપ બાહા ૬, (f) પ્રતર એટલે લંબાઈ અને પહોળાઈ સરખી હોય તે અથવા લંબાઈ સાથે પહોળાઈને ગુણતાં આવે તે ૭, () અને (ઘi ) ઘન એટલે લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અથવા ઉંચાઈ સરખી હોય તે અથવા પ્રતરને જાડાઈ ( ઉંચાઈ ) સાથે ગુણતાં આવે તે ૮-આ આઠ બાબત (gué) આ આગળ કહેવાશે એવા ( હિં) કરણ વડે કરીને (૬) તમે ગણે-જાણો. (૧૮૭.)
તેમાં પ્રથમ પરિધિ જાણવાનું કરણ પૂર્વાર્ધ ગાથાવડે કહે છે – विक्खंभवग्गदहगुण-मूलं वहस्स परिरओ होइ ।
અર્થ –(વિવંમ ) વૃત્તક્ષેત્રના વિભના (વા) વર્ગને (r) દશ ગુણે કરી તેનું (કૂર્જ) વર્ગમૂળ કાઢવાથી (વદ) વૃત્તક્ષેત્રની (g ) પરિધિ (રો) થાય છે.
વિસ્તરાર્થ –વૃત્તક્ષેત્રનો વિકૅભ એટલે લાંબાપણું અને પહોળાપણું જેટલું હોય તે અંક સ્થાપન કરો. પછી તેનો વર્ગ કરવો એટલે તે અંકને તે જ અંકવડે ગુણવાથી વર્ગ થાય છે. પછી તે વર્ગના અંકને દશે ગુગવો. ત્યારપછી તેનું વર્ગમૂળ કાઢવું તેમાં જે છેદરાશિ (ભાજકરાશિ) આવ્યું હોય તેને અર્ધ કરવાથી વૃત્તક્ષેત્રની પરિધિ આવે છે. (અથવા ભાગાકાર કરતાં ભાગમાં જે અંક આવ્યો હોય તેટલી પરિધિ આવે છે). વર્ગમૂળનો ભાગાકાર કરતાં જે અંક શેષ રહે તેને કેશ કરવા માટે ચારે ગુણવા. તેને ઉપરના જ ભાજકરાશિવડે ભાગવાથી ભાગમાં જે આવે તે કોશ. શેષ રહેલા અંકને ધનુષ કરવા માટે બે હજાર ગુણી તે જ ભાજકરાશિવડે ભાંગવાથી જે ભાગમાં આવે તે ધનુષ. શેષ રહેલા અંકને અંગુલ કરવા માટે છન્નુએ ગુણ તે જ ભાજક રાશિવડે ભાંગવાથી જે ભાગમાં આવે તે અગુલ જાણવા. (શેષ રહેલા અંકને જવ, , લીખ, વાલા, રથરેણુ, ત્રસરેણુ વિગેરે લાવવા માટે આઠે આઠે વારંવાર ગુણ દરેક વાર તે જ ભાજકરાશિવડે ભાગાકાર કરવા ઈત્યાદિ. )