SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ હવે લવણસમુદ્ર વિગેરેમાં ચંદ્ર અને સૂર્યની સંખ્યા કહે છે— चउ चउ बारस बारस, लवणे तह धायइम्मि ससिसूरा । परओदहिदीवेसु अ, तिगुणा पुबिल्लसंजुत्ता ॥ १८१ ॥ અર્થ:–() લવણસમુદ્રમાં (રર રર) ચાર ચાર (હિ ) ચંદ્ર અને સૂર્ય છે, (તા) તથા (વાલ્મિ ) ધાતકીખંડમાં (વાત વાર) બાર ચંદ્ર અને બાર સૂર્ય છે. (પ ) ત્યારપછી કાલેદધિ વિગેરે (દિgિ ) સમુદ્રમાં અને દ્વિીપમાં (તિબા) પૂર્વના નજીકના જે ચંદ્ર સૂર્ય છે તેનાથી ત્રણ ગુણ કરવા તથા તેમાં (પુરિશ્વરંગુત્તા) તેની પૂર્વના સર્વ ચંદ્ર . અને સૂર્યની સંખ્યા સંયુક્ત કરવી-ભેળવવી. જેમકે ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે, તેને ત્રણગુણા કરવાથી છત્રીશ-છત્રીસ થાય, તેમાં પૂર્વના એટલે જબૂદ્વીપના બબે અને લવણસમુદ્રના ચાર-ચાર મળીને છ છ યુક્ત કરવાથી બેંતાળીશ ચંદ્ર અને બેંતાળીશ સૂર્ય કાલેદધિમાં હોય છે. પછી તે બેંતાળીસને ત્રણ ગુણા કરતાં ૧૨૬ થાય. તેમાં પૂર્વના ૨-૪-૧૨ કુલ ૧૮ ઉમેરવાથી ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્ય પુષ્કરવર દ્વીપમાં હોય છે તેનું અર્ધ કરવાથી કર ચંદ્ર અને ૭ર સૂર્ય પુષ્કરાર્ધમાં હોય છે. (૧૮૧). (આ ૭ર સૂર્યને ૭૨ ચંદ્ર ચર છે ને બીજા અર્થમાં રહેલા ૭૨ સૂર્ય ને ૭૨ ચંદ્ર સ્થિર છે. ) હવે મનુષ્યક્ષેત્રને આશ્રીને સૂર્યાદિની વક્તવ્યતા કહે છે – णरखित्तं जा समसे-णिचारिणो सिग्घसिग्घतरगइणो। दिट्ठिपहमिति खित्ता-गुमाणओ ते णराणेवं ॥ १८२ ॥ અર્થ –(as) તે ચંદ્ર સૂર્યાદિક જ્યાં સુધી મનુષ્યક્ષેત્ર છે ત્યાં સુધી એટલે અઢીદ્વીપ અને બે સમુદ્રમાં (સમળવાળા) સમશ્રેણિએ ગતિ કરનારા છે અને (સિવિતરફ) અનુક્રમે શીધ્ર અને અતિશીધ્ર ગતિવાળા છે. એટલે કે ચંદ્રથકી સૂર્ય વધારે શીધ્ર ગતિવાળા છે, સૂર્યથી ગ્રહો વધારે શીધ્ર ગતિવાળા છે, ગ્રહો થકી નક્ષત્રો વધારે શીધ્ર ગતિવાળા છે અને નક્ષત્રોથી વધારે શીધ્ર ગતિ કરનારા તારાઓ છે. તથા (૩) તે ચંદ્ર-સૂર્યાદિક (હિરા ૧. જંબુદ્વીપના ચંદ્રસૂર્યાદિથી લવણસમુદ્રના ચંદ્રસૂર્યાદિક વધારે ગતિવાળા છે, તેનાથી ધાતકીખંડના, તેનાથી કાલેદધિના અને તેનાથી પુષ્કરાના ચંદ્રસૂર્યાદિ વધારે શીધ્ર ગતિવાળા છે; કારણ કે તેમને ફરવાનું ક્ષેત્ર વધતું વધતું છે અને કાળ સમાન છે.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy