________________
२९२
योगलक्षणद्वात्रिंशिका १० - २७ શકાતી નથી, કારણ કે એમ માનવામાં તો ભાવશૂન્ય ક્રિયા પણ મોક્ષનું કારણ બની જાય, કારણકે એ પણ ક્રિયારૂપ તો છે જ. તો એને કયારૂપે કારણ માનવી ?
શંકા : એને ભાવપૂર્વકત્વેન (ભાવપૂર્વક હોવા રૂપે) કારણ માનીએ તો ભાવશૂન્ય ક્રિયાની બાદબાકી થઈ જ જશે ને !
સમાધાન પણ તો પછી ભાવને કારણે નહીં માની શકાય. આશય એ છે કે પાંચ અન્યથાસિદ્ધિમાં પ્રથમ અન્યથાસિદ્ધિ તરીકે કારણતાવચ્છેદકને કહેલ છે. એટલે કે દંડ દંડરૂપે (=વંડત્વેન) જો ઘટપ્રત્યે કારણ છે, તો દિંડત્વ ઘટપ્રત્યે અન્યથાસિદ્ધ છે. એમ પ્રસ્તુતમાં ક્રિયાને જો ભાવપૂર્વકત્વેન (=માવવત્ત્વન) કારણ માનવામાં આવે તો ભાવ કારણતાવચ્છેદક બનવાથી મોક્ષ પ્રત્યે અન્યથાસિદ્ધ બની જાય. એટલે ક્રિયાને એક પ્રકારની ચોક્કસશક્તિ (=શક્તિવિશેષ) વાળી હોવારૂપે મોક્ષ પ્રત્યે કારણ માનવી ઉચિત છે. પૂર્વની ગાથામાં ભાવવધક પરિબળ તરીકે જે શક્તિવિશેષ કહેલ તે જ આ શક્તિવિશેષ છે એમ માનવામાં પણ કોઈ ક્ષતિ જણાતી નથી. ભાવશૂન્ય ક્રિયામાં આ શક્તિવિશેષ ન હોવાથી, નથી એ ભાવવર્ધક બનતી કે નથી એ મોક્ષનું કારણ બનતી.
(૨) દંડ, ચક્ર વગેરે ઘટના કારકહેતુ છે. દીવો જ્ઞાપકહેતુ છે. (દીવો ઘટને ઉત્પન્ન નથી કરતો, પણ પહેલેથી વિદ્યમાન ઘટને માત્ર જણાવે છે.) તેથી હેતુતા બે પ્રકારે છે-કારકહેતતા અને જ્ઞાપકહેતુતા. પૂર્વે ક્રિયાને ભાવ દ્વારા કારણ કહી એનો અર્થ ક્રિયાથી ભાવ ને ભાવથી મોક્ષ. એવો હોવાથી ક્રિયામાં ભાવની કારકત્તા કહી. હવે ગ્રન્થકાર કહે છે કે આ ક્રિયામાં ભાવની વ્યંજક્તા=જ્ઞાપકતારૂપ7પરા અન્ય હેતુતાવિશેષ ( જ્ઞાપકતુતા) પણ રહેલ છે. વિદ્યમાન એવા જ ભાવની આ જ્ઞાપકતારૂપ વ્યંજકતા છે. દા.ત. આત્મામાં રહેલો જયણાનો ભાવ બીજાઓને અપ્રત્યક્ષ છે. પણ એ આત્મા પૂંજવા-પ્રમાર્જવાની ક્રિયા કરે તો એના પરથી બીજાઓ અંદરના આ જયણાના ભાવને જાણી શકે છે. અંદર આ ભાવ હતો જ, ક્રિયાએ કાંઈ એને પેદા કર્યો નથી, માત્ર જણાવ્યો છે. માટે એ જ્ઞાપકહેતુ છે.
જ્ઞાનનય ક્રિયાને ગૌણ કરી કારણ =કારક હેતુ) માનતો નથી. એટલે ગ્રન્થકાર કહે છે કે ક્રિયાને આ રીતે માત્ર જ્ઞાપકતુ માનવી એ વાત જ્ઞાનનયને ઉચિત છે, વાસ્તવિક નથી= પ્રમાણને ઉચિત નથી. કારણ કે જયણાનો ભાવ હતો, માટે પડિલેહણ-પ્રમાર્જન ક્રિયા કરી.. પણ એ ક્રિયા વળી આગળના પ્રબળ જયણાભાવને પેદા કરે જ છે. એટલે કે ક્રિયા પૂર્વભાવની જ્ઞાપકતુ છે ને ઉત્તરભાવની કારકહેતુ છે. અર્થાત્ ક્રિયામાં પ્રમાણને અનુસરીને બંને હેતુતા છે જ.
7. પર શબ્દનો અર્થ શબ્દશઃ વિવેચનકારે “શ્રેષ્ઠ' કરેલ છે જે ગલત છે. ને પછી જે ગરબડો કરી છે ! ક્રિયામાં જ્ઞાનની બે પ્રકારે વ્યંજકતા, તાવિશેષરૂપ ને શ્રેષ્ઠહેતુતાવિશેષરૂપ. (ભાવની વ્યંજકતાની વાત ચાલે છે. એમાં જ્ઞાનની વ્યંજકતાની વાત ક્યાંથી આવી પડી !) આમાં પહેલી મંડૂકચૂર્ણ જેવા જ્ઞાનને અભિવ્યક્ત કરે એવી છે ને બીજી મંડૂકભસ્મ જેવા જ્ઞાનને અભિવ્યક્ત કરે એવી છે.” (મંડૂકના ચૂર્ણ-ભસ્મ જેવા તો ક્રિયાદ્વારા કરાયેલ ક્લેશક્ષય છે, જ્ઞાન ક્યાંથી આવી ગયા ? જ્યાં મંડૂક ચૂર્ણની વાત છે ત્યાં માત્ર ક્રિયા છે, જ્ઞાન છે જ નહીં, પછી એની અભિવ્યંજકતા શી રીતે ? એમ પૂર્વે પણ પ્રણિધાનાદિ આશયને પૂલદૃષ્ટિથી ભાવરૂપે કહેલ છે, સૂક્ષ્મદષ્ટિથી શક્તિવિશેષ રૂપે કહેલ છે.. વગેરે ગપ્પાં પણ આઘાતજનક છે. નયેલતાકારે પૂરા નો અર્થ “અધિકતા' કરેલ છે ને ભાવમાં મોક્ષની જ્ઞાપકતા રૂ૫ અભિવ્યંજકતા કહેલ છે તે પણ ગલત જાણવું.