________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
भावेति । अत एवास्याः क्रियाया भावसात्म्ये स्वजननशक्त्या भावव्याप्तिलक्षणे सति भङ्गेऽपि तथाविधकषायोदयान्नाशेऽपि व्यक्तं = प्रकटमन्वयो भावानुवृत्तिलक्षणः, तद्व्यक्त्यभावेऽपि तच्छक्त्यनपगमात् । अत एव तां भावशुद्धां क्रिया सौगता अपि सुवर्णघटतुल्यां ब्रुवते । यथा हि सुवर्णघटो भिद्यमानोऽपि न सुवर्णानुबन्धं मुञ्चत्येवं शुभक्रिया तथाविधकषायोदयाद् भग्नाऽपि शुभफलैवेति । तदिदमुक्तं-“भाववृद्धिरतोऽवश्यं સાનુવન્થ શુમોયમ્। યતેઽચૈરપિ ચેતત્સુવર્ણઘટન્તિમમ્ //”(યો.વિ. રૂ૧૭) રૂતિ ।।૨૪।। शिरोदकसमो भावः क्रिया च खननोपमा ।
भावपूर्वादनुष्ठानाद् भाववृद्धिरतो ध्रुवा ।। २५ ।
२८९
=
છે એ વાત વ્યક્ત છે. બૌદ્ધો પણ તે ક્રિયાને સુવર્ણઘટ તુલ્ય કહે છે.
ટીકાર્થ : એટલે જ આ ક્રિયાનું ભાવ સાત્મ્ય થયે છતે, તેવા પ્રકારના કષાયોદયથી ક્રિયાનો નાશ થઈ જાય તો પણ ભાવની અનુવૃત્તિ ચાલવારૂપ અન્વય સ્પષ્ટપણે હોય છે. કારણ કે તે ક્રિયાવ્યક્તિનો અભાવ થયો હોવા છતાં તેની શક્તિ ચાલી ગઈ હોતી નથી. એટલે જ તે ભાવશુદ્ધ ક્રિયાને બૌદ્ધો પણ સુવર્ણઘટ જેવી કહે છે. જેમ સુવર્ણઘટ ભાંગી જાય તો પણ સુવર્ણના અનુબંધને છોડતો નથી એમ શુભ ક્રિયા પણ તેવા કષાયોદયના કા૨ણે નષ્ટ થઈ જાય તો પણ શુભફળવાળી જ હોય છે. યોગબિંદુ (૩૫૧)માં કહ્યું છે-આનાથી સત્સયોપશમથી અવશ્ય ભાવવૃદ્ધિ થાય છે. બૌદ્ધો વડે પણ આ સાનુબંધ-શુભોદયવાળું અનુષ્ઠાન સુવર્ણ ઘટ જેવું કહેવાયું છે. પ્રસ્તુતમાં ‘ભાવસાત્મ્ય' શબ્દ જે રહ્યો છે, તેનો અર્થ છે સ્વજનનશક્તિથી ભાવવ્યાપ્તિ.
વિવેચન : માટીનો ઘડો ભાંગી જાય તો પછી ઠીકરાનું કશું મૂલ્ય ઉપજતું નથી. પણ સુવર્ણ ઘટ જો ભાંગી જાય તો મજુરી ભલે જાય.. સોનાની તો પૂરેપૂરી કિંમત ઉપજે જ છે. એમ ભાવશૂન્ય ક્રિયા માટીના ઘડા જેવી છે. એના નાશે કશું બચતું નથી. પણ જે ક્રિયા ભાવથી વણાયેલી છે, એ ક્રિયાનો (ચારિત્રક્રિયાનો) દેવલોકપ્રાપ્તિ વગેરે કારણે અપ્રત્યાખ્યાનાવરણ કષાયોદય થવાથી નાશ થઈ જાય તો પણ ભાવ અક્ષત રહ્યો હોવાથી (ભાવનો આગળ પણ અન્વય ચાલવાથી) એનો લાભ જીવને મળે જ છે. ને વળી અનુકૂળ સંયોગ સર્જાતા ભાવ, અનુરૂપ ક્રિયાને પાછી પેદા પણ કરે જ છે.
આમ ભાવમાં ક્રિયાજનનશક્તિ રહી છે. એટલે કે ક્રિયા સ્વજનનશક્તિથી ભાવમાં રહી છે. ક્રિયાની સ્વજનનશક્તિથી આ જે ભાવવ્યાપ્તિ છે તે જ અહીં ભાવસાત્મ્યરૂપે કહેવાયું છે. ॥ ૨૪ ॥ (ક્રિયાથી ભાવવૃદ્ધિ થાય છે એ જણાવે છે-)
ગાથાર્થ : ભાવ શિરાજળ જેવો છે અને ક્રિયા કૂપખનન જેવી છે, તેથી ભાવપૂર્વકના અનુષ્ઠાનથી અવશ્ય ભાવવૃદ્ધિ થાય છે.
6. શબ્દશઃ વિવેચનકારે ટીકાર્થમાં સ્વજનનશક્તિથી અર્થાત્ મોક્ષને ઉત્પન્ન કરવાની શક્તિથી એમ અર્થ કર્યો છે. અર્થાત્ ‘સ્વ'નો અર્થ મોક્ષ કર્યો છે. ક્રિયાની વાત ચાલે છે તો ‘સ્વ’શબ્દ ક્રિયાને જ જણાવી શકે. મોક્ષની તો કલ્પના પણ ક્યાંથી આવી શકે ?