________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
५३५ उद्भावनमनिग्राह्यं युक्तेरेव हि यौक्तिके । प्रामाण्ये च न वेदत्वं सत्यत्वं तु प्रयोजकम् ।। ३१।।
उद्भावनमिति । यौक्तिके ह्यर्थे युक्तेरेवोद्भावनमनिग्राह्यमनिग्रहस्थानं, अन्यथा निग्रहाभिधानात् । यद् वादी- “जो हेउवायपक्खंमि हेउओ आगमे अ आगमिओ । सो समयपन्नवओ सिद्धंतविराहगो अन्नो ।।"
પ્રામાણ્યનો અભ્યપગમ.' લક્ષણમાં આનો નિવેશ કરવાથી દોષ નહીં આવે. કારણકે જેનો તો પોતાના આગમની સાથે સંવાદ થાય એવા તાત્પર્યમાં વેદને પ્રમાણ માને છે, એ સિવાયના તાત્પર્યમાં નહીં. એટલે લક્ષણ ન જવાથી અતિવ્યાપ્તિ દોષ રહેતો નથી.
ગ્રન્થકાર : આનો અર્થ તો એ થશે કે આપણે બંનેએ યુક્તિનો આધાર રાખવો પડશે. કહેવાનો ભાવ આ છે : અન્યઆગમ અનુપજીવ્યતાત્પર્યની તમે વાત કરો છો તો એમાં અન્યાગમાનુપજીવ્યત્વ શું છે? અન્યાગમઅસંવાદિત કે અયૌક્તિકાગમાસંવાદિત્વ ?
આમાંના પ્રથમવિકલ્પનો અર્થ એ થાય છે કે વેદ સિવાયના અન્ય આગમ સાથે જે અસંવાદી હોય એવા તાત્પર્યમાં વેદને જે પ્રમાણ માને તે શિષ્ટ. એટલે “કોઈપણ જીવને મારવો નહીં', “જૂઠ બોલવું નહીં..' વગેરે સંવાદી વેદવચનને પ્રમાણ માનનાર બ્રાહ્મણમાં લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ દોષ આવશે જ.
બીજા વિકલ્પનો અર્થ આ થાય છે કે-જે અયૌક્તિક-યુક્તિઅસંગત હોય એવા આગમને અસંવાદી તાત્પર્યમાં વેદને જે પ્રમાણ માનતો હોય, તે શિષ્ટ, આ લક્ષણ તો અમારામાં પણ જશે જ, કારણકે અમારે પણ યુક્તિઅસંગત આગમને જે અસંવાદી હોય એવું જ તાત્પર્ય અભિપ્રેત છે. તે પણ એટલા માટે કે ભગવાનનું બધું જ વચન યુક્તિપ્રતિષ્ઠિત છે. અર્થાત્ જે અર્થ યુક્તિસંગત હોય એવા અર્થના તાત્પર્યમાં જ પ્રભુવચન અમને પ્રમાણ તરીકે સંમત હોય છે. યુક્તિઅસંગત અર્થમાં તો અમે પ્રભુવચનને પણ પ્રમાણ માનતા જ નથી. સમ્યગ્દષ્ટિજીવ મિથ્યાશ્રુતના એવા જ તાત્પર્યને ગ્રહણ કરે છે જે, સ્યાદ્વાદસંગતત્રયુક્તિથી=સ્યાદ્વાદને અનુસરનારી યુક્તિથી સહિત હોય. એટલે એના પણ યુક્તિઅસંગતઅર્થના તાત્પર્યમાં એ પ્રમાણ તરીકે માન્ય નથી જ. આમ અમે યુક્તિના આધારે પ્રમાણ સ્વીકારીએ છીએ. હવે તમે પણ, અયૌક્તિક અર્થને અસંવાદીયુક્તિસંગત અર્થને સંવાદી એવા તાત્પર્યમાં જ વેદને પ્રમાણ માનો છો. તો પછી તમે પણ યુક્તિનો જ આધાર લેનારા બન્યા. આમ આપણે બંને સમાન રીતે યુક્તિ ઉપજીવ્ય બન્યા. ને તેથી એ રીતે અમારામાં પણ શિષ્ટત્વ આવવાથી અતિવ્યાપ્તિ ઊભી જ રહેશે li૩ol યુક્તિઉપજીવ્યત્વ એ કારણે છે કે
ગાથાર્થ: યૌક્તિક અર્થમાં જ યુક્તિનું જ ઉદ્ભાવન અનિગ્રાહ્ય છે. અને પ્રામાણ્યમાં વેદત નહીં, પણ સત્યત્વ પ્રયોજક છે.
ટીકાર્થ જે અર્થ યૌક્તિક-યુક્તિસંગત છે, એમાં જ યુક્તિનું જ ઉદ્ભાવન કરવું એ અનિગ્રાહ્ય અનિગ્રહસ્થાન છે, કારણકે નિગ્રહ અન્યથા કહેલો છે. જે વાદીએ આ રીતે કહેલો છે-જે હેતુવાદપક્ષમાં હેતુક છે અને આગમમાં આગમિક છે તે સિદ્ધાન્તનો પ્રજ્ઞાપક છે, અન્ય સિદ્ધાન્તનો વિરાધક છે. શંકા: ‘વેદત જ પ્રામાણ્યનું પ્રયોજક છે' એવો અભ્યપગમ જ યાવદપ્રામાણ્યઅભ્યપગમ છે. સમાધાન : પ્રામાણ્યમાં વેદ– પ્રયોજક નથી, પરંતુ સત્યત્વ જ પ્રયોજક છે, કારણકે અવિસંવાદી એવા લોકશબ્દ પણ પ્રમાણ છે. તેથી આ વાત શ્રદ્ધામાત્ર છે.. ને એટલે જ મહત્ત્વશૂન્ય છે.