________________
५१६
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - १६
चैवं शिष्टत्वस्यातीन्द्रियत्वेन दुर्ग्रहत्वाच्छिष्टाचारेण प्रवृत्त्यनापत्तिरिति शङ्कनीयं, प्रशम-संवेगादिलिङ्गैस्तस्य सुग्रहत्वात् । ‘दोषा रागादय एव तेषां च दिव्यज्ञानादर्वाक् न क्षयमुपलभामहे । न वा तेषु निरवयवेष्वंशोऽस्ति, येनांशतः तत्क्षयो वक्तुं शक्येतेति चेत् ? न, अत्युचितप्रवृत्ति - संवेगादिलिङ्गकप्रबलतदुपक्षयस्यैवांशतो
સમાધાન : તમારી વાત બરાબર ન હોવામાં બે કારણ છે. (૧) ઐઅતિઉચિત પ્રવૃત્તિ-સંવેગ વગેરે લિંગપરથી અનુમાન કરાતો પ્રબળ રાગાદિદોષોનો ઉપક્ષય કે રાગાદિ દોષોનો પ્રબળ ઉપક્ષય જ અંશથી દોષક્ષયરૂપ છે. (એટલે આંશિકદોષક્ષય કહેવામાં કોઈ વાંધો નથી. તેમજ એ લિંગ પરથી એનો નિશ્ચય પણ અશક્ય નથી.) તથા (૨) આત્મા પર અનુગ્રહ-ઉપઘાત કરનાર હોવાથી ચય-અપચયવાળો સાવયવ કર્મદોષ તો પ્રસિદ્ધ છે જ. આ વાતનો અન્યત્ર વિસ્તાર કર્યો છે. પણ પરોક્ત બ્રાહ્મણે કહેલું તેનું શિષ્ટનું લક્ષણ તો અસંગત જ છે.
વિવેચન : લોક શિષ્ટ પુરુષોને અનુસરનારો હોય છે. એટલે કે શિષ્ટ એ છે જેનું આચરણ અનુકરણીય હોય. અને અનુકરણીય તો એ જ આચરણ બને જે ઉચિત હોય. અનુચિત આચરણ ક્યારેય અનુકરણીય બની શકે નહીં. એટલે શિષ્ટ એ છે જે અનુચિત આચરણ ટાળનારો હોય. વળી, રાગાદિરૂપ કે વિષમકર્મોદયરૂપ દોષ જીવપાસે અનુચિત આચરણ કરાવે છે. એટલે જે આ દોષોનો ક્ષય કરે છે, એ અનુચિત આચરણને ટાળી શકતા હોવાથી શિષ્ટ છે. એટલે ‘ક્ષીણદોષવાળો પુરુષ એ શિષ્ટ' એવું અહીં શિષ્ટનું લક્ષણ આપ્યું છે. આ દોષતરીકે રાગાદિ લઈએ તો ક્ષીણદોષપુરુષ તરીકે કેવલીભગવંતો મળે અને જો કર્મો લઈએ, તો માત્ર સિદ્ધ ભગવંતો જ મળે, કારણકે સર્વથા દોષક્ષય તેઓમાં જ છે.
અલબત્ રાગાદિ કાંઈ દ્રવ્યાત્મક નથી કે જેથી એના અવયવાત્મક અંશ સંભવે. તેમ છતાં, આ દોષોમાં પ્રબળતમતા, પ્રબળતરતા, પ્રબળતા, મંદતા, મંદતરતા, મંદતમતા વગેરે રૂપે અંશો સંભવે છે. દોષ જેમ જેમ પ્રબળ હોય છે તેમ તેમ આચરણમાં અનૌચિત્ય પ્રચુર હોય છે. અને જેમ જેમ દોષની પ્રબળતા ઘટતી જાય છે, અર્થાત્ દોષનો આંશિક ક્ષય થતો જાય છે તેમ તેમ આચરણમાંથી અનૌચિત્ય ટળતું જાય છે. અર્થાત્ અનુચિતપ્રવૃત્તિ હવે છે જ નહીં, એવું નથી, પણ અત્યંત અનુચિત પ્રવૃત્તિઓ હવે હોતી નથી. તેથી એટલે અંશે હવે શિષ્ટત્વ પ્રગટ થયું હોય છે. અવિરતસમ્યક્ત્વી જીવને અનંતાનુબંધી કક્ષાના પ્રબળ રાગ-દ્વેષ હોતા નથી. એટલે તજ્જન્ય અનૌચિત્ય ટળવાથી આવતું ઔચિત્ય એની પ્રવૃત્તિમાં અવશ્ય હોય છે. માટે એ કક્ષાના ઔચિત્યને જાળવવાના ઇચ્છુક જીવો માટે તેઓ અનુકરણીયપ્રવૃત્તિવાળા હોવાથી શિષ્ટ છે. તેથી અહીં સમ્યક્ત્વીથી શિષ્ટત્વનો પ્રારંભ કહ્યો છે.
શંકા : જીવને વળગેલો પ્રબળતમ કોઈ દોષ હોય તો એ અનાદિકાળથી વળગેલો સહજમળ છે. ચ૨માવર્તપ્રવેશે એનો નોંધપાત્ર હ્રાસ થાય છે ને તેથી જીવ અપુનર્બન્ધક બને છે. વળી ઉચિતસ્થિતિ જેહ સેવે
3. શબ્દશઃ વિવેચનકારે પ્રબળ એવા રાગાદિનો ક્ષય અતિઉચિતપ્રવૃત્તિથી થાય છે. અતિ ઉચિતપ્રવૃત્તિથી રાગાદિના પ્રબળક્ષયને છદ્મસ્થ જાણી શકતો નથી તો પણ સંવેગાદિલિંગોદ્વારા તેનું અનુમાન થઈ શકે છે.. આવા મતલબનું જે વિવેચન કર્યું છે તે ગલત જાણવું. કારણકે અતિઉચિતપ્રવૃત્તિ અને સંવેગાદિને ખુદ ગ્રન્થકારે જ પ્રબળ રાગાદિના ઉપક્ષયના લિંગ તરીકે જણાવેલા છે. વળી, અતિઉચિતપ્રવૃત્તિ એ લિંગ છે, એ જ જણાવે છે કે ધૂમ જેમ વહ્નિથી જન્ય છે, એમ એ પ્રબળરાગાદિઉપક્ષયથી જન્ય છે, પણ એ ઉપક્ષયનો જનક નથી. અને અતિઉચિતપ્રવૃત્તિ જો લિંગ તરીકે અભિપ્રેત નથી, તો એનો પ્રસ્તુત સમાસમાં સમાસવિગ્રહ કઈ રીતે કરવો એ આ પંડિતે ચોક્કસ દર્શાવવું જોઈએ.