SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ५०७ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ करणं सत्त्वानां = प्राणिनां परिणामतस्त्रिधा = त्रिप्रकारं (१) यथाप्रवृत्तं (२) अपूर्वं च (३) अनिवर्ति चेति TI૭ના ग्रन्थिं यावद् भवेदाद्यं द्वितीयं तदतिक्रमे । भिन्नग्रन्थेस्तृतीयं तु योगिनाथैः प्रदर्शितम् ।। ८ ।। ग्रन्थिमिति । आद्यं = यथाप्रवृत्तकरणं ग्रन्थिं यावद् भवेत् । द्वितीयं = अपूर्वकरणं तदतिक्रमे = ग्रन्थ्युल्लङ्घने क्रियमाणे । तृतीयं तु = अनिवर्तिकरणं भिन्नग्रन्थेः = कृतग्रन्थिभेदस्य योगिनाथैः = तीर्थकरैः प्रदर्शितम् ।।८।। એવો અધ્યાહાર છે. શા (કયું કરણ જ્યારે હોય ? તે જણાવે છે-) ગાથાર્થ ગ્રન્થિ સુધી પ્રથમ કારણ હોય છે, તેને ઉલ્લંઘતી વખતે બીજું કરણ હોય છે અને ભિન્નગ્રન્થિ જીવને ત્રીજું કરણ હોય છે એમ યોગિનાથોએ કહેલું છે. ટીકાર્થઃ આદ્ય યથાપ્રવૃત્તકરણ ગ્રન્થિ સુધી હોય છે. બીજું=અપૂર્વકરણ ગ્રન્થિનું ઉલ્લંઘન કરાતું હોય ત્યારે હોય છે. અને ત્રીજું=અનિવર્તિકરણ જેણે ગ્રન્થિભેદ કર્યો છે, એવા ભિન્નગ્રન્થિજીવને હોય છે એવું શ્રી તીર્થકરોએ કહેલું છે. વિવેચન : રાગ-દ્વેષનો ગાઢ પરિણામ એ ગ્રન્થિ છે. આ એક એવો તીવ્ર પરિણામ છે કે જેને ઉલ્લંઘવો. અતિકઠિન છે. અનાદિકાળમાં જીવો નદી-ઘોલપાષાણન્યાયે આ ગ્રન્થિને ભેદવાની પૂર્વભૂમિકા સુધી આવે છે. પણ ઘણું ખરું જીવો ગ્રન્થિને ભેદવાનું પરાક્રમ ફોરવી શકતા નથી અને ગ્રન્થિદેશથી પાછા ફરી જાય છે. માટે આ પરિણામ ગ્રન્થિ કહેવાય છે. જીવ મોહનીયકર્મની સ્થિતિસત્તા જ્યારે એક કોટાકોટિ સાગરોપમ કરતાં પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન કરે છે, ત્યારે યથાપ્રવૃત્તકરણ પામે છે. અનાદિસંસારમાં આ કરણ યથા પૂર્વે જે રીતે પ્રવર્તે હતું, એ રીતે ફરી પ્રવૃત્ત થાય છે, માટે એને યથાપ્રવૃત્તકરણ કહે છે. અભવ્યાદિજીવો પણ આ કરણ પામી શકે છે. આવી અવસ્થામાં તીવ્ર રાગદ્વેષપરિણામ રૂપ ગ્રન્થિ ઉપસ્થિત થાય છે. આમ ગ્રન્થિસુધી પ્રથમકરણ હોય છે. જેઓ પરાક્રમ ફોરવીને ગ્રન્થિને ઉલ્લંઘવાનો પુરુષાર્થ આદરે છે, તેઓને બીજું અપૂર્વકરણ પ્રવર્તે છે. અનાદિસંસારમાં પૂર્વે ક્યારેય ન પ્રવર્તી હોય એવી સ્થિતિઘાતાદિ પાંચ પ્રક્રિયાઓ અહીં પ્રવર્તતી હોવાથી આને અપૂર્વકરણ કહે છે. ગ્રન્થિ ભેદાતી હોય ત્યારે આ બીજું અપૂર્વકરણ હોવાથી એ પૂર્ણ થવાપર ગ્રન્થિ ભેદાઈ જાય છે. ત્યારબાદ જીવ અવશ્ય અનિવૃત્તિકરણ પામે છે. આ કરણ સમ્યક્ત પમાડ્યા વગર નિવૃત્ત થતું નથી, માટે એને અનિવૃત્તિકરણ કહે છે. એ પૂર્ણ થવાના બીજા જ સમયે જીવ સમ્યક્ત પામી જાય છે. આ ત્રણેમાં કરણ શબ્દનો અર્થ જીવના એવા વિશુદ્ધ અધ્યવસાય છે. આ ત્રણ કરણોની વિશેષ વાતો કમ્મપયડી વગેરે ગ્રન્થોમાંથી જોઈ લેવી. IIટા (ગ્રન્થિભેદનો પ્રભાવ જણાવે છે.) ગાથાર્થ : સમ્યક્તથી પડ્યા પછી પણ એને=ગ્રન્થિને ઉલ્લંઘીને કર્મબંધ થતો નથી. તેથી મિથ્યાત્વી બનેલા પણ તેનો આશય શુભ હોય છે એ વાત બંધભેદથી જણાય છે.
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy