________________
५०१
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
अप्राप्ते भगवद्वाक्ये धावत्यस्य मनो यथा । विशेषदर्शिनोऽर्थेषु प्राप्तपूर्वेषु नो तथा ।। ३।।
अप्राप्त इति । अस्य = सम्यग्दृशोऽप्राप्ते = पूर्वमश्रुते भगवद्वाक्ये = वीतरागवचने यथा मनो धावति = श्रोतुमनुपरतेच्छं भवति, तथा विशेषदर्शिनः सतः प्राप्तपूर्वेष्वर्थेषु = धन-कुटुम्बादिषु न धावति विशेषदर्शनेनापूर्वत्वभ्रमस्य दोषस्य चोच्छेदात् ।। ३ ।।
વાક્છટાના કારણે સાંભળવામાં થોડો આનંદ આવે છે. માટે સાંભળે. પણ પછી વિશેષબોધ-જીવનપરિવર્તનવગેરેનું કોઈ લક્ષ્ય નહીં. પણ સમ્યગ્દષ્ટિજીવની શ્રવણરુચિ આવી હોતી નથી. ને તેથી એ પરસ્પર અસમ્બદ્ધ છૂટાછવાયા બોધના કારણે જાતને પંડિત માનવાના નુક્શાનથી બચી શકે છે ને જિનવાણીશ્રવણની મહત્તા, હિતકરતા સમજતો હોવાથી એવી રીતે શ્રવણ કરે છે કે જેથી શાસ્ત્રાર્થનો વાસ્તવિક બોધ થાય. રા. (સમ્યગ્દષ્ટિની આવી શ્રવણરુચિનું કારણ જણાવે છે-).
ગાથાર્થ વિશેષદર્શી એવા આ સમ્યક્તીનું મન અપ્રાપ્ત ભગવદ્વચનમાં જે રીતે દોડે છે, તે રીતે પ્રાપ્તપૂર્વ અર્થોમાં દોડતું નથી.
ટીકાર્ય : આ સમ્યગ્દષ્ટિનું મન, અપ્રાપ્ત પૂર્વે નહીં સાંભળેલા એવા ભગવાનું વિતરાગના વચનોને સાંભળવાની જેવી અનવરત ઇચ્છાવાળું હોય છે, એવું વિશેષદર્શી એવા એનું મન પૂર્વે પ્રાપ્ત થયેલા ધનકુટુંબાદિ પદાર્થોની ઇચ્છાવાળું હોતું નથી, કારણકે વિશેષદર્શન થયું હોવાથી અપૂર્વત્વભ્રમનો અને દોષનો ઉચ્છેદ થઈ ગયો હોય છે.
વિવેચનઃ (૧) શંકા : અનાદિસંસારમાં જિનવાણીનું શ્રવણ પણ અનંતવાર થયું હોવાની સંભાવના છે જ. વળી સમ્યક્તપ્રાપ્તિના ભાવમાં પણ, જિનવાણીશ્રવણદ્વારા તત્ત્વબોધ થવાથી જ તો સમ્યક્ત પ્રગટ્યું હોય છે. પછી અહીં જિનવાણીને પૂર્વે અશ્રુત કેમ કહી છે?
સમાધાન : શાસ્ત્રો તો જ્ઞાનનો અગાધ દરિયો છે. એટલે નવું નવું સાંભળવા મળ્યા જ કરે ને નવો નવો બોધ થયા જ કરે. તથા જેમ અભ્રકને પુટ આપ્યા કરો એમ નવા નવા ઔષધીય ગુણો પ્રગટતા જાય છે, એમ એની એ શાસ્ત્રીય વાત પણ ફરી ફરી સાંભળવા પર ચિંતન-મનન કરવાથી નવા નવા અપૂર્વ રહસ્યો મળતા જ રહે છે, તથા જેમ ભોગી જીવને સેંકડોવાર ભોગવિલાસ કર્યા પછી પણ, દરેક વખતે જાણે કે પૂર્વે ભોગ મળ્યા જ ન હોય તે પહેલી જ વાર મળ્યા હોય એવો એ પાગલ થઈ જાય છે. અર્થાત્ દરેક વખતે અપૂર્વ જ લાગતા હોય છે, કારણકે એનો ગાઢ રસ પડેલો છે, એમ સમ્યગ્દષ્ટિ જીવને જિનવાણીશ્રવણનો ગાઢરસ હોવાથી દરેક શ્રવણમાં અપૂર્વત્વનું અનુસંધાન થાય છે.
અત્યારસુધી પૌદ્ગલિક સુખનો રસિયો હતો, એટલે ધન-કુટુંબાદિપ્રત્યે ગાઢ લાગણી હતી. પણ હવે એમાં તુચ્છતાના દર્શન થયા છે ને આત્મિકસુખમાં વાસ્તવિકતાના દર્શન થયા છે. તેથી એના ઉપાયભૂત જિનવાણીશ્રવણનો રસિયો બન્યો છે. ગ્લાસ કાચનો હોય, ચાંદીનો હોય કે સોનાનો હોય. અંદર રહેલું પાણી એ જ છે. એમ ભોગસામગ્રીનો બાહ્ય આકાર ભલે બદલાયા કરે.. પણ એમાં ભોગાનુભવ એનો એ જ હોય છે, એમાં કશું નવું