________________
४९९
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
_| થ સર્ટિશિવા 9ી अपुनर्बन्धकोत्तरं सम्यग्दृष्टिर्भवतीति तत्स्वरूपमाहलक्ष्यते ग्रन्थिभेदेन सम्यग्दृष्टिः स्वतन्त्रतः । શભૂષા-ધર્માભ્યાં ગુરુવાવપૂMયા II II
लक्ष्यत इति । ग्रन्थिभेदेन = अतितीव्रराग-द्वेषपरिणामविदारणेन स्वतन्त्रतः = सिद्धान्तनीत्या सम्यग्दृष्टिलक्ष्यते = सम्यग्दर्शनपरिणामात्मनाऽप्रत्यक्षोऽप्यनुमीयते । शुश्रूषा-धर्मरागाभ्यां तथा गुरुदेवादिपूजया त्रिभिरेतैर्लिङ्गः । यदाह- “शुश्रूषा धर्मरागश्च गुरुदेवादिपूजनम् । यथाशक्ति विनिर्दिष्टं लिङ्गमस्य महात्मभिः ।।" (ચો.વિ. રરૂ) II9 /
અવતરણિકાર્થઃ અધિકારીઓમાં સૌ પ્રથમ અપુનર્બન્ધક હોવાથી ચૌદમી બત્રીશીમાં એની વાત કરેલી. અપુનર્બન્ધકજીવ પછી સમ્યગ્દષ્ટિ એ બીજો અધિકારી છે. માટે આ બત્રીશીમાં એનું સ્વરૂપ જણાવે છે
ગાથાર્થ ગ્રન્થિભેદ વડે સમ્યગ્દષ્ટિ બનેલો જીવ સ્વશાસ્ત્રને અનુસરીને શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુદેવાદિપૂજાથી જણાય છે.
ટીકાર્થ : અતિતીવ્ર રાગ-દ્વેષનો પરિણામ એ ગ્રન્થિ છે. એને ભેદવાથી જીવ સમ્યગ્દષ્ટિ બને છે. આ સમ્યગ્દર્શન પરિણામ સ્વયં અપ્રત્યક્ષ હોવાથી એ રૂપે સમ્યગ્દષ્ટિજીવ પણ અપ્રત્યક્ષ છે. છતાં સિદ્ધાન્તની નીતિ મુજબ એ સુશ્રુષા અને ધર્મરાગવડે તથા ગુરુદેવાદિપૂજાથી.. એમ આ ત્રણ લિંગો વડે અનુમાન કરાય છે. જે યોગબિંદુ (૨૫૩)માં કહ્યું છે : શુશ્રષા, ધર્મરાગ અને યથાશક્તિ ગુરુદેવાદિપૂજન... આ ત્રણ આ સમ્યક્તી જીવના લિંગ છે એમ મહાત્માઓએ કહ્યું છે.
વિવેચન : સમ્યગ્દર્શન એ આત્માનો એક પરિણામ છે. સામાન્યથી સમ્યત્વજીવ પણ પોતાના આ પરિણામને પ્રત્યક્ષથી જાણી શકતો નથી. એટલે અનુમાનથી એનો નિશ્ચય કરવાનો રહે છે. એ અનુમાન માટે ધર્મશાસ્ત્રની નીતિ મુજબ શુશ્રુષા, ધર્મરાગ અને ગુરુ-દેવાદિનું પૂજન એ લિંગ=હેતુ છે.
(૧) ત્રણ લિંગમાં શશ્રષા અને ધર્મરાગ... આ બને ઇચ્છા-ભાવના સ્વરૂપ છે. માટે એમાં યથાશક્તિ વિશેષણ મૂક્યું નથી. ગુરુદેવાદિપૂજન એ ક્રિયારૂપ છે, માટે એ વિશેષણ મૂક્યું છે.
કોઈપણ જીવને સ્વઇષ્ટ-અનિષ્ટ શું છે ? એના ઉપાય શું છે ? વગેરે જાણવાની પ્રબળ ઇચ્છા હોય છે ને એ ઉપાયને અજમાવવાની ઇચ્છા પણ હોય છે. સમ્યગ્દષ્ટિજીવને સ્વ તરીકે હવે આત્મા નિઃશંક સ્પષ્ટરૂપે પ્રતીત થાય છે. એટલે આત્માનું ઇષ્ટ શું? એ શાનાથી થાય? આત્માનું અનિષ્ટ શું? એ શાનાથી થાય ? વગેરે જાણવાની પ્રબળ જિજ્ઞાસા થાય એ સહજ છે. એ જિજ્ઞાસાને સંતોષવાનું એક માત્ર સાધન છે જિનવાણીશ્રવણ. એટલે એને આ શ્રવણની બળવાન ઇચ્છા=શુશ્રુષા જાગે જ એ સહજ છે. “સ્વઇષ્ટ ધર્મથી થશે” એ જાણવા પર એને ધર્મનો પ્રબળ રાગ પ્રગટે એ પણ સ્પષ્ટ છે. વળી આ બન્નેમાં મૂળમાં દેવ-ગુરુનો અનન્ય ઉપકાર સંવેદાતો હોવાથી એ બન્ને ઉપકારી તત્ત્વની પૂજામાં એ પ્રવૃત્ત થયા વગર રહી શકતો નથી. માટે આ ત્રણ સમ્યગ્દર્શનના ગમક લિંગ છે. ll૧૩ (ત્રણ લિંગમાંના પ્રથમ શુશ્રુષા લિંગનું વર્ણન કરે છે-).