SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ ४९७ ઉદય, જીવને અનુમોદનારૂપ આ અનંત બહુભાગ પાપકરણથી અટકવા દેતો નથી, ને તેથી એ પાપના અકરણરૂપ ચારિત્રને પ્રગટવા દેતો નથી, અર્થાત્ હણી નાખે છે. માટે એ ચારિત્રનો ઘાતક હોવાથી ચારિત્રમોહનીય છે. (અનંતાનુબંધીનો ઉદય જેમ જેમ મંદ થતો જાય તેમ આ અનંતબહુભાગ પાપસ્વરૂપ અનુમોદના ઘટતી આવે છે, એ જાણવું.) શંકા : અવિરતસમ્યક્તી જીવને પણ અનંતાનુબંધી કષાયોનો ક્ષયોપશમ હોય છે ને તેથી એ પણ અનુમોદનારૂપ અનંતબહભાગ પાપથી વિરામ પામ્યો હોય છે, એવું માનવું પડશે. તો શું એને પણ પાપોની વિરતિ હોય છે ? સમાધાન : હા, હોય છે. મિથ્યાત્વી જીવને સ્વકૃત પાપનું કરણ-અનુમોદન, આશ્રિતાદિનાં પાપનું કરાવણ-અનુમોદન અને તદન્ય સર્વ જીવોનાં પાપનું અનુમોદન.. આ બધા પાપકરણની અવિરતિ જે હોય છે, એમાંથી અવિરત સમ્યક્તી જીવને અનંતબહુભાગ પાપની પરિણામજન્ય વિરતિ હોય જ છે. ને તેથી જ શ્રી ભગવતીસૂત્રમાં શ્રુત-શીલને આશ્રીને જીવોના જે ચાર વિભાગ દર્શાવ્યા છે, એમાં અવિરત સમ્યક્તીને દેશવિરાધક કહ્યા છે, અર્થાત્ શીલનો એક બહુ જ નાનો ને દેશ (અનંતમો ભાગ) એનો જ વિરાધક (બાકીના બહુ મોટા ભાગના શીલનો પણ આરાધક) કહ્યો છે. શંકા ? અર્થપત્તિથી આનો અર્થ તો એવો થયો કે અવિરત સમ્યક્તી અનંતબહુભાગ વિરતિવાળો, ને સર્વવિરતિધર સર્વવિરતિવાળો. એટલે કે અવિરતસમ્યક્તીને જે અનંતમો ભાગ ખૂટે છે એટલો જ એનાથી અધિક. આ શું બરાબર છે ? સમાધાનઃ હા, બિલકુલ બરાબર છે. મિથ્યાત્વીની અપેક્ષાએ વિચારીએ ત્યારે એ બેમાં બહુ તફાવત નથી જ. એટલે જ તો હમણાં કહી ગયો એમ શ્રી ભગવતીસૂત્રમાં વિરતિધરને સર્વારાધક કહ્યો છે, તો અવિરત સમ્યક્તીને દેશવિરાધક-એક દેશનો જ વિરાધક, બાકીના બહુ દેશોનો આરાધક કહ્યો છે. હા, મિથ્યાત્વીને બાજુ પર રાખીને માત્ર અવિરતસમ્યક્વીનો અને વિરતિધરનો પરસ્પર વિચાર કરવામાં આવે ત્યારે વિરતિધર સેંકડો ગણો વધારે સાધક જણાયા વિના રહેતો નથી. આ વાત દૃષ્ટાન્તથી સમજીએ. ભગવતીસૂત્રનાં ક્રમ પ્રમાણેગાઢ મિથ્યાત્વીજીવની (પછી ભલે એ બાહ્યદૃષ્ટિએ નિરતિચાર સંયમ પાળનારો અભવ્ય પણ હોય) સાધનાના શૂન્ય ગુણ છે. આ સર્વવિરાધક છે. મંદ મિથ્યાત્વી જીવ કે જેને કોઈ કદાગ્રહ હોતો નથી, માધ્યચ્ય હોય છે, તે સ્વગૃહીત વ્રત નિયમોનું પાલન કરનારો હોય તો શીલ છે, શ્રત નથી. એ દેશઆરાધક છે, એનાં ૧૦૦૦ ગુણ છે. અવિરત સમ્યક્તી જીવ કે જેને વ્રત નિયમ ન હોવાથી શીલ નથી, પણ શ્રત છે, તેનાં ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ (એક અબજ) ગુણ છે, એ દેશવિરાધક છે. વિરતિધર સર્વઆરાધક છે એનાં ૧,૦૦,૦૦,૦૧,000 (એક અબજ ને એક હજાર) ગુણ છે. આમાં વિચારીએ તો જણાય છે કે ગાઢ મિથ્યાત્વીની અપેક્ષાએ એક, એક અબજ જેટલો વધારે છે, અન્ય એક અબજ ને એક હજાર જેટલો વધારે છે, માટે બહુ ફેર નથી. પણ સમ્યક્તના કારણે જે એક અબજ માર્ક છે, એ કાઢી નાખીએ તો એક શૂન્ય પર છે ને બીજો એક હજાર પર છે, માટે ઘણો જ ઊંચો છે, એ સ્પષ્ટ જણાય છે. શંકાઃ હજુ એક પ્રશ્ન રહે છે, અવિરત સમ્યક્તીને (અનંતાનુબંધીના અનુદયવાળા)ને જો અનંતબહુભાગ પાપની વિરતિ છે. તો એ અવિરત કેમ કહેવાય છે ? સમાધાન : શાસ્ત્રોમાં વિરતિ-અવિરતિનો વ્યવહાર મુખ્યતયા સ્વકીય પાપકરણની વિરતિની અપેક્ષાએ
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy