________________
४६०
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ६ एष्यद्भद्रां समाश्रित्य पुंसः प्रकृतिमीदृशीम् । व्यवहारः स्थितः शास्त्रे युक्तमुक्तं ततो ह्यदः ।।६।। एष्यद्भद्रामिति । ईदृशीं = सङ्क्लेशायोगविशिष्टामेष्यद्भद्रां = कल्याणानुबन्धिनी पुंसः प्रकृति
એમ હું માનું છું, કારણ કે ચરમાવર્તમાં તો અધ્યાત્મ વિદ્યમાન હોય છે જ્યારે એ પૂર્વસેવામાં તો ભવાભિમ્પંગ હોય છે. (યો. બિંદુ-૯૭) આ વચન પણ ચરમાવર્તમાં ભવાભિવંગનો અભાવ અને અપુનર્બન્ધકત્વની વિદ્યમાનતા જણાવે છે.
આ સિવાય પણ આવા અન્ય ઢગલાબંધ વચનો મળે છે જે ભવાભિનંદિતા, ભવાભિવૃંગ, મુક્તિદ્વેષ, ભવવૈરાગ્યભાવ, ઉપચરિતપૂર્વસેવા. આ બધાની અચરમાવર્તમાં વિદ્યમાનતા ને ચરમાવર્તમાં અવિદ્યમાનતાને જણાવતા હોય. એકાદ ઈશારો સુધ્ધાં એવો જોવા મળતો નથી કે જે આ બધાની ચરમાવર્તમાં પણ સંભાવના હોવી સૂચિત કરે.
એ જ રીતે સહજમળદ્વાસ, મુક્તિઅદ્વેષ, અપુનર્બન્ધકત્વ. આ બધા માટે અચરમાવર્તમાં જ નિષેધ.. ને ચરમાવર્તમાં નિશ્ચિત વિદ્યમાનતા જણાવતા હોય એવાં જ ઢગલાબંધ પ્રતિપાદનો મળે છે. ચરમાવર્ત શરૂ થયા પછી પણ અમુક કાળ સુધી આ સહજ મળહાસ વગેરે ન થયા હોય એવું સૂચવતું કોઈ વચન મળતું નથી. માટે આ બધાં વચનો એ વાત નિઃશંક પુરવાર કરે છે કે ચરમાવર્તપ્રવેશથી જ જીવ અપુનર્બન્ધક બની જાય છે.
(૩) જે જીવને ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરાવતો અતિ તીવ્ર સંક્લેશ હવે ક્યારેય થવાનો હોતો નથી. અર્થાત્ એવા સંક્લેશની યોગ્યતા જ જીવમાંથી ખતમ થઈ ગઈ છે એવા જ જીવની પૂર્વસેવા ઉત્તરોત્તર ભવવૈરાગ્યનું કારણ બનતી હોવાથી મુખ્ય છે. એ વિના નહીં. એટલે કે સહજમળનો કર્મબંધના કારણભૂત યોગ-કષાયની યોગ્યતાનો પ્રતિ આવર્ત ઘટાડો થતો હોવા છતાં, ઉત્કૃષ્ટસ્થિતિબંધનું કારણ બનતો અતિ તીવ્ર કષાય સંભવિત રહે એટલી યોગ્યતા જ્યાં સુધી ઊભી છે, ત્યાં સુધી કરાતા ગુરુપૂજનાદિ મુખ્ય પૂર્વસેવારૂપ બની શકતા નથી, કારણ કે આ મળ=યોગ્યતા, આ પૂર્વસેવાને ભવવૈરાગ્યાદિનું નિમિત્ત બનવા દેતો નથી. તીવ્રભવરાગની હાજરી ભવવૈરાગ્યની પ્રતિબંધક છે એમ સમજાય છે. કર્મબંધના કારણરૂપ કષાયરૂપે પરિણમવાની યોગ્યતાસ્વરૂપ આ સહજમળ કાળક્રમે ઘટતાં ઘટતાં એવો ઘટી જાય કે જેથી, હવે ગમે તેવું પ્રબળ નિમિત્ત મળે તો પણ અતિતીવ્રકષાયરૂપે આત્મા પરિણમી શકે જ નહીં, એ રીતે એની પરિણમવાની યોગ્યતા જ નષ્ટ થઈ ગઈ... આ અલ્પમલત્વ છે, આ ચરમાવર્તપ્રવેશકાળે થાય છે, આ અપુનર્બન્ધકત્વ છે. હવે તીવ્ર અભિવૃંગ=ભવરાગ ન રહેવાથી પૂર્વસેવા ઉત્તરોત્તર વૈરાગ્યનું કારણ બની શકે છે, માટે એ મુખ્ય છે. આ શાસ્ત્રીય મર્યાદા છે. //પા. (આ જ વાતની યુક્તિસંગતતા સ્પષ્ટ કરે છે-).
ગાથાર્થ : પુરુષની આવા પ્રકારની ભાવીભદ્ર પ્રકૃતિને આશ્રયીને શાસ્ત્રમાં વ્યવહાર થયો છે. તેથી આ કહેલી વાત યોગ્ય છે.
ટીકાર્થ ? આવા પ્રકારની સંકલેશનો યોગ ન થાય એવી એષ્યદ્ભદ્રાકકલ્યાણને લાવનારી પુરુષની પ્રકૃતિને આશ્રયીને શાસ્ત્રમાં=યોગગ્રન્થમાં પૂર્વસેવાદિરૂપ વ્યવહાર પ્રસિદ્ધ છે. તેથી આ કથન યોગ્ય છે કે