________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
|| ઞપુનર્વન્ધદ્વાત્રિંશિા || ૧૪||
मुक्त्यद्वेषक्रमेणाधिकारित्वप्राप्तिर्भवतीति प्रागुक्तं, तत्र पूर्वमपुनर्बन्धकमेव धर्माधिकारिणमाहशुक्लपक्षेन्दुवत्प्रायो वर्धमानगुणः स्मृतः । भवाभिनन्दिदोषाणामपुनर्बन्धको व्यये ।। १ ।।
४५३
शुक्ले । शुक्लपक्षेन्दुवद् = उज्ज्वलपक्षचन्द्रवत् प्रायः = बाहुल्येन वर्धमानाः = प्रतिकलमुल्लसन्तो गुणा औदार्य - दाक्षिण्यादयो यस्य ( स = वर्धमानगुणः) भवाभिनन्दिदोषाणां प्रागुक्तानां क्षुद्रत्वादीनां व्यये अपगमे सत्यपुनर्बन्धकः स्मृतः ।। १ ।।
=
વિવેચન : 'મુક્તિઅદ્વેષક્રમે, અધિકારિત્વની=અધિકારની પ્રાપ્તિ થાય છે. એમ તેરમી બત્રીશીમાં કહ્યું. એમાં સૌ પ્રથમ અપુનર્બન્ધકરૂપ ધર્મ અધિકારીને જ જણાવે છે.
વિવેચન : (૧) મુક્તિઅદ્વેષ, બાધ્યફળાપેક્ષા, સમુચિતયોગ્યતા, મોક્ષાર્થશાસ્ત્રશ્રવણ સ્વારસ્ય, બુદ્ધિમાર્ગાનુસારી, તીવ્રપાપક્ષય, સદનુષ્ઠાનરાગ... આ ક્રમ અહીં જાણવો. આમાં સદનુષ્ઠાનરાગ પોતે કલ્યાણઆશયરૂપ હોવાથી એના યોગે પૂર્વસેવા મુખ્ય બને છે. આમ મુક્તિઅદ્વેષક્રમે પૂર્વસેવા મુખ્ય=અનુપચરિત બનતી હોવાથી એ મે જીવને અધિકારની પ્રાપ્તિ થાય છે. આ રીતે અધિકાર પામતા જીવોમાં અપુનર્બન્ધક સૌથી પ્રથમ હોય છે. માટે આ બત્રીશીમાં એનું નિરૂપણ કરવામાં આવશે.
:
ગાથાર્થ : ભવાભિનંદી દોષોનો વ્યય થયે શુક્લપક્ષના ચન્દ્રની જેમ પ્રાયઃ વધતા ગુણવાળો બનેલો જીવ અપુનર્બન્ધક કહેવાયો છે.
ટીકાર્થ : ભવાભિનંદીજીવના પૂર્વે (૧૦-૫) કહેલા ક્ષુદ્રતાદિ દોષો દૂર થયે શુક્લપક્ષના=અજવાળિયા પક્ષના ચન્દ્રની જેમ પ્રાયઃ—બહુલતાએ પ્રતિકલં=કલાએ કલાએ=પ્રતિક્ષણ જેના ઔદાર્ય-દાક્ષિણ્ય વગેરે ગુણો વધતા હોય છે એ જીવ અપુનર્બન્ધક કહેવાયો છે.
વિવેચન : પૌદ્ગલિક સુખનું કારણ મનાયેલી એકાદ ચીજનો પણ, સાક્ષાત્ કે પરંપરાએ પણ કોઈપણ સ્વાર્થ વિના ત્યાગ કરવો ભવાભિનંદી જીવ માટે ત્રણે કાળમાં ક્યારેય શક્ય હોતો નથી, કારણ કે એના ક્ષુદ્રતાદિ દોષો એમાં પ્રતિબંધક છે. એટલે એ દોષો દૂર થવાપર જીવ અપુનર્બન્ધક બને છે. જે જીવ હવે પછી આખા ભવચક્રમાં મોહનીયકર્મની ઉત્કૃષ્ટ ૭૦ કો.કો. સાગરોપમસ્થિતિનો બંધ ક્યારેય કરવાનો નથી, તે અપુનર્બન્ધક કહેવાય છે. જે એકવાર કરવાનો હોય તે સક઼બંધક અને બેવાર કરવાનો હોય તે દ્વિર્બન્ધક કહેવાય છે.
અપુનર્બન્ધક વગેરે પરિભાષા સિદ્ધાન્તમતે જાણવી. કારણ કે કાર્યગ્રન્થિકો તો સમ્યક્ત્વભ્રષ્ટ થઈને મિથ્યાત્વે ગયેલા જીવને પણ ૭૦કોડા કોડી સાગરોપમ બંધ સ્વીકારે છે. ગ્રન્થકાર શ્રી ઉપાધ્યાયજી મહારાજે અન્યત્ર ગ્રન્થમાં ખુલાસો કર્યો છે કે ભવાભિનંદીજીવ જેવા તીવ્રસંક્લેશપ્રયુક્ત જેવા ઉત્કૃષ્ટરસ સાથે ૭૦ કોડાકોડિ બાંધે છે, એવા ઉત્કૃષ્ટ સંક્લેશપ્રયુક્ત એવા ઉત્કૃષ્ટરસ સાથેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સમ્યક્ત્વ ભ્રષ્ટ જીવને સંભવતો નથી. એટલે એવા બંધનો તો એ પણ અપુનર્બન્ધક હોય જ છે.
‘ભવાભિનંદીના દોષો દૂર થયે જીવ અપુનર્બન્ધક થાય છે' એમ અહીં જણાવ્યું, પણ એ દોષો દૂર