SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૭ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ પોતાની પુસ્તિકાના પૂ. ર પર લખે છે કે અર્થ-કામ માટે ઉપદેશની જરૂર જ નહિ એમ નિશ્ચિત કર્યા પછી અર્થ-કામ માટે ધર્મ કરવો આવો ઉપદેશ કઈ રીતે આપી શકાય ? ન જ આપી શકાય... વગેરે. ખુલાસો: મેં તત્ત્વનિર્ણયમાં ત્રીજા પ્રશ્ન-ઉત્તરમાં “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએઆવું “પણ” શબ્દ અને “જ' કારવાળું જ અમારું નિરૂપણ છે. બીજા કોઈ પણ પ્રકારનું નહીં, એ વાત સવિસ્તર બહુ ભારપૂર્વક જણાવેલી છે. તથા અન્યત્ર, આ “પણ” અને “જ' શા માટે આવશ્યક છે ? એ પણ સવિસ્તર જણાવેલું છે. છતાં લેખકે અમારા નિરૂપણ તરીકે “અર્થ-કામ માટે ધર્મ કરવો” આવો “પણ” અને “જ' કાર વગરનો ઉલ્લેખ કર્યો છે. માટે એ એમની મનની સશલ્યતાને-મેલી મુરાદને શું ન જણાવે ? મેં તત્ત્વનિર્ણયના પૃ. ૪૪ પર “જીવનનિર્વાહાદિની આવશ્યક જે ચીજ ન મળવાથી મન અસ્વસ્થ રહેતું હોય ને તેથી ધર્માનુષ્ઠાનમાં અંતરાયો ઊભા થતા હોય.. ને એ ચીજની પ્રાપ્તિ થઈ જવાથી મન સ્વસ્થ બનવાના કારણે ધર્માનુષ્ઠાન નિર્વિઘ્નતયા થવા શક્ય બને એવી ચીજ માગવાની વાત છે' આવું ઇષ્ટફલસિદ્ધિ અંગે સ્પષ્ટ જણાવ્યું છે, ને છતાં લેખકે સ્વપુસ્તિકાના પૃ. ૧૨ પર મોક્ષસાધક ધર્મ નિર્વિઘ્નપણે સાધવા આવશ્યક એવી સામગ્રી આવી સ્પષ્ટતા કર્યા સિવાય માત્ર અર્થ-કામ માગી શકાય.. વગેરે નિરૂપણ કઈ રીતે કરી શકાય ?... આવું જણાવ્યું છે. આ પણ જુદી રજુઆત છે એ સ્પષ્ટ છે. લેખકે સ્વપુસ્તિકાના પૃ. ૪ અને પાંચ પર ગણિશ્રી (એટલે કે હું) બેહોશીને રોગ તરીકે વર્ણવે છે વગેરે વાક્યો દ્વારા “બેહોશી એ રોગ નથી એવું સાબિત કર્યું છે ને તેથી મેં તત્ત્વનિર્ણયના ચાર અને પાંચ નંબરના પ્રશ્નોત્તરમાં ડૉ., દવા વગેરેનું જે દૃષ્ટાંત આપ્યું છે તે બરાબર નથી એવું જણાવી આ દૃષ્ટાન્ન અને દાર્દાન્તિક કેવા હોવા જોઈએ એ એમણે સ્વપુસ્તિકાના છઠા પાના પર જણાવ્યું છે. એમાં એમણે મોક્ષસાધક સાધુપણુંશ્રાવકપણું વગેરે ધર્મ એ ઓપરેશન છે અને એ માટે જરૂરી મનુષ્યભવ. પંચેન્દ્રિયપણું વગેરે બેહોશી છે. એ રીતે દૃષ્ટાંતની ઘટના કરી છે. ખુલાસો: (૧) જ્ઞાનીઓએ મનુષ્યભવના ઘણા ગુણો ગાયા છે, કોઈ ડૉ. બેહોશીના ગુણ ગાય છે? કે જેથી મનુષ્યભવ અને બેહોશી એ બેને સરખાવી શકાય ? એમણે કરેલી ઘટનામાં દૃષ્ટાન્ન અને દાર્દાન્તિકમાં આવી તો ઘણી ઘણી વિષમતાઓ છે. (૨) દર્દી, હાથ-પગ હલાવી ન નાખે ને એના દ્વારા મોટું નુકસાન ન થઈ જાય એ માટે બેહોશી હોય છે, અર્થાત્ બેહોશીની નિષેધાત્મક ભૂમિકા છે, જ્યારે મનુષ્યભવની જીવ પાપ ન કરી બેસે એવી નિષેધાત્મક ભૂમિકા નથી, પણ મનુષ્યભવ હોય તો ધર્મ આરાધના કરી શકે એવી વિધેયાત્મક ભૂમિકા છે (૩) વગર ઓપરેશને ને વગર બેહોશીએ લાખો રોગીઓ આરોગ્ય પામી શકે છે, જ્યારે સાધુપણું વગેરે ધર્મ વગર કે મનુષ્યભવ વગર કોઈ જ મોક્ષ પામી શકતું નથી. (૪) ઓપરેશન કરવાનું હોય તો પણ કોઈક અત્યંત સત્ત્વશાલી જીવ વગર બેહોશીએ પણ કરાવે છે. પણ ધર્મ આરાધના મનુષ્યભવ-પંચેન્દ્રિયપણાં વગર એક પણ જીવને શક્ય નથી. (૫) ઓપરેશન અને બેહોશી તો જેટલા ટાળી શકાય એટલા ટાળવા યોગ્ય હોય છે. જ્યારે ધર્મસાધના વગેરે તો આરોગ્ય પ્રાપ્તિ સુધી વધુ ને વધુ ઇચ્છનીય હોય છે. (૩) બેહોશી તો જરૂર પૂરતી બે-ત્રણ કલાક માટે જ હોય છે, જ્યાં સુધી આરોગ્ય ન મળે ત્યાં સુધી બેહોશી કાંઈ હોતી નથી. મનુષ્યભવ વગેરે તો મોક્ષપ્રાપ્તિની પૂર્વેક્ષણ સુધી ટકવા જ જોઈએ. (૭) મનુષ્યભવ અને પંચેન્દ્રિયપણું એ જ જો બેહોશી છે. તો હોશવાળી અવસ્થા કઈ ? એકેન્દ્રિયપણું વગેરે ? (૮) વળી બેહોશી માટેની દવા તરીકે ક્લોરોફોર્મ, દર્દી જ્યારે હોશમાં હોય ત્યારે અપાય છે. એમ, પંચેન્દ્રિયપણારૂપ બેહોશી માટેના ધર્મરૂપ દવા
SR No.022085
Book TitleDwatrinshad Dwatrinshika Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2013
Total Pages314
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy