________________
૪૪૧
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ हियट्ठया सम्म" (पंचाशक-४/९) । न ह्येवमत्र विषादित्वप्रसङ्गो, न वा तद्धेतुत्वभङ्गः, फलापेक्षाया बाध्यत्वात् । इत्थमेव मार्गानुसरणोपपत्तेः ।।२३।।
इत्थं च वसुपालस्य भवभ्रान्तौ न बाधकः । गुणाद्वेषो न यत्तस्य क्रियारागप्रयोजकः ।। २४ ।। इत्थं चेति । इत्थं च = मुक्त्यद्वेषविशेषोक्तौ च वसुपालस्य पूर्वभवे साधुदर्शनेऽप्युपेक्षयाऽजाततद्गुणरागस्य
વિવેચન : (૧) આ કારણે જન્નચરમાવર્તમાં મુક્તિઅદ્વેષ, સમુચિતયોગ્યતા, ફળાપેક્ષાની બાધ્યતા, મોક્ષાર્થશાસ્ત્રશ્રવણસ્વારસ્ય, માર્ગાનુસારિણી બુદ્ધિના ક્રમે માર્ગાનુસરણ થતું હોવાના કારણે જ.. સૌભાગ્યાદિ ભૌતિક ફલાપેક્ષા હોવા છતાં રોહિણી તપ વગેરે તપો પંચાલકજી વગેરે શાસ્ત્રમાં બતાવ્યા છે. તેમજ મુગ્ધ જીવોને માર્ગપ્રવેશ થાય એ માટે ગીતાર્થો વડે અપાય પણ છે. (આનો અર્થ જ એ કે એના વડે નુકસાન નહીં, લાભ જ થાય છે.) શ્રીહરિભદ્રસૂરિમહારાજે પંચાલકજી (૩-૪૯) માં કહ્યું છે કે-મુગ્ધજીવોના સમ્યફ હિત માટે રોહિણી વગેરે તપ બતાવ્યા છે.
(૨) “મોક્ષની ઇચ્છાથી જ ધર્મ કરાય. ભૌતિક ઇચ્છાથી ધર્મ ન જ કરાય.. ભૌતિક ઇચ્છાથી કરેલો ધર્મ વિષાનુષ્ઠાન બનવાથી ભૂંડો... સંસાર વધારનારો.. રિબાવી રિબાવીને મારનારો...” આવી વિપરીત વાતો કરનારાઓને ગ્રન્થકાર જવાબ આપે છે કે-“આ રીતે સૌભાગ્ય વગેરેની ઇચ્છાથી ધર્મ કરવામાં, એ અનુષ્ઠાન તહેતુ ન બનતાં વિષ-ગર બની જશે” આવો કોઈ જ પ્રશ્ન નથી. કારણ કે ફળાપેક્ષા બાધ્ય છે.
અહીં સમજવા જેવું એ છે કે-ગ્રન્થકારે “કારણ કે ફળાપેક્ષા બાધ્ય છે' એમ બેધડક વિધાન કરી દીધું છે. ફળાપેક્ષા બાધ્ય હોય તો વિષ-ગર નથી, બાધ્ય ન હોય તો વિષ-ગર થાય” આવો કોઈ વિકલ્પ દર્શાવ્યો નથી. તેમજ આ સૌભાગ્યાદિની ઇચ્છા બાધ્ય કેમ છે ? એમાં મુક્તિઅદ્વેષ સિવાય કોઈ જ કારણ આખા ગ્રન્થમાં દર્શાવ્યું નથી. અર્થાત્ ઇચ્છાનો આકાર-પ્રકાર વગેરેનો આમાં કશો ભાગ નથી. આના ઉપરથી પણ નિર્ણય થાય છે કે ચરમાવર્તમાં મુક્તિ અદ્વેષ હોવાથી વિષ-ગર ન જ થાય.
| (શંકા : જો ફળાપેક્ષા બાધ્ય જ છે, તો ગુરુ ઉપદેશદ્વારા એને જ દૂર કરીને નિરભિમ્પંગ અનુષ્ઠાન કરવાની જ પ્રેરણા શા માટે ન કરે ?)
(૩) સમાધાન : આ રીતે જ સૌભાગ્યાદિની ઇચ્છાથી રોહિણીતા વગેરે કરે.. એ રીતે જ માર્ગનું અનુસરણ થવું સંગત ઠરે છે. અહીં રૂત્વમેવ-આ રીતે જ... આમાં રહેલો “જ' કાર ઉપદેશદ્વારા ફળાપેક્ષાને દૂર કરી સીધા નિરભિમ્પંગ અનુષ્ઠાનરૂપ માર્ગ પર જીવને ચઢાવી દેવાની રીતનો વ્યવચ્છેદ કરે છે. આનો સૂચિતાર્થ સ્પષ્ટ છે કે “એ રીતે માર્ગોનુસરણની શક્યતા લગભગ નથી. જ્યારે અપેક્ષાવાળા અનુષ્ઠાનદ્વારા માર્ગોનુસરણ સહજ શક્ય છે. એટલે “આશય સુધારો, રાગ-દ્વેષ ઘટાડવાનો આશય ન હોય એ અનુષ્ઠાન જૈનશાસનને માન્ય નથી. અમે આશય સુધારવાની ઊંચી વાતો કરનારા..' વગેરે ફાંકો રાખવો એ ગાઢ અજ્ઞાન અને મિથ્યા અભિમાન સિવાય બીજું શું છે ? ર૩ (સદનુષ્ઠાનરાગના પ્રયોજક બનતા અદ્વેષનું પ્રાધાન્ય ગાયું. હવે એનો પ્રયોજક નહીં બનતો અદ્વેષ જીવને લાભકર્તા બની શકતો નથી એ જણાવે છે.)
ગાથાર્થ અને આવું હોવાથી વસુપાલનો ગુણઅદ્વેષ ભવભ્રમણમાં બાધક ન બન્યો. કારણ કે એ અદ્વેષ ક્રિયારાગનો પ્રયોજક નહોતો.
૧૪