________________
मुक्त्यद्वेषप्राधान्यद्वात्रिंशिका १३ - ૧૪
जैनवर्त्मनो जिनोदितमार्गस्य श्रद्धया = 'इदमेव तत्त्वमित्यध्यवसायलक्षणया त्वनुष्ठानममृतं स्याद्, अमरणहेतुत्वात् । तदुक्तं-"जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुङ्गवाः ।।” (યો.વિં.૧૬૦) ।।૧રૂ||
चरमे पुद्गलावर्ते तदेवं कर्तृभेदतः ।
४३०
सिद्धमन्यादृशं सर्वं गुरुदेवादिपूजनम् ।। १४ ।। ઘરમ કૃતિ । નિયમનું સ્પષ્ટમ્ ||૧૪||
વ્યાખ્યામાં ફળાપેક્ષા કહી. ને એના આલોક-પરલોકભેદે બે ભેદ હોવાથી વિષ-ગર બે ભેદ બતાવ્યા. તદ્વેતુ માટે તો સદનુષ્ઠાન રાગને જ પ્રયોજક કહ્યો. એટલે એના બે ભેદ બતાવવાની જરૂ૨ ન રહી. બાધ્ય ભૌતિકઅપેક્ષા આલોકની, પરલોકની કે ઉભયલોકની હોય.. એ બધી સદનુષ્ઠાન રાગને પેદા કરે છે ને એ સદનુષ્ઠાનરાગ અનુષ્ઠાનને તદ્વંતુ બનાવે છે.
અનુષ્ઠાનમાં શુભ ભાવાંશનો યોગ હોવા છતાં વિધિ વગેરેનું શક્યપાલન-પરિપૂર્ણપાલન, અત્યંત સંવેગ વગેરે ન હોવાથી આ અનુષ્ઠાન અમૃતઅનુષ્ઠાન બનતું નથી. તેમ છતાં એ અમૃતઅનુષ્ઠાનનો શ્રેષ્ઠ=અવંધ્ય હેતુ તો બને જ છે. તેથી એ તદ્વેતુ અનુષ્ઠાન કહેવાય છે.
(૩) અમૃતઅનુષ્ઠાન-‘અહો ! આ અનુષ્ઠાન (મારા) ભગવાને કહ્યું છે’ ‘આ જ તત્ત્વ છે' આવી જ્વલંત શ્રદ્ધાની પ્રધાનતાવાળું અને અત્યંત સંવેગ ગર્ભિત—અત્યંત મોક્ષાભિલાષાયુક્ત એવા આનેઅનુષ્ઠાનને શ્રી ગૌતમ વગેરે મુનિપુંગવો અમૃત કહે છે, કારણકે એ જ્યાં મરણ નથી એવા અમરણનું –મોક્ષનું કારણ છે. આવો અહીં યોગબિંદુના શ્લોકનો અર્થ જાણવો.
‘મારા ભગવાને કહ્યું છે’ આ જ વાતની મહત્તા ને પ્રબળ શ્રદ્ધા છે. એટલે ભગવાને વિવક્ષિત અનુષ્ઠાન જે રીતે કરવાનું કહ્યું હોય તે બધી વિધિનું સૂક્ષ્મતાથી પાલન કરવાનો સ્વારસિક આગ્રહ ઊભો થાય જ. વળી પૌદ્ગલિક સુખોની ક્ષણભંગુરતા, અવિશ્વસનીયતા, દુઃખ પ્રતિકારરૂપતા, વિપાકદારૂણતા, પરાધીનતા વગેરેની પ્રતીતિ થયેલી છે ને એની સામે અપૌદ્ગલિક સુખની કંઈક પણ અનુભૂતિ સાથે મોક્ષની સુંદરતાની પિછાણ થયેલી છે. એટલે મોક્ષની તીવ્ર ઝંખના પેદા થયેલી છે. જે પણ એના ઉપાયભૂત દેવપૂજનાદિ અનુષ્ઠાનની તીવ્રરુચિ પેદા કરાવે છે ને એના કારણે પણ એના વેળા-વિધિ વગેરે જાળવવાનો સ્વારસિક આગ્રહ ઊભો થાય છે. એટલે એક બાજુ મોક્ષની તીવ્ર અભિલાષારૂપ અત્યંત સંવેગ છે અને બીજી બાજુ વિધિનું પરિપૂર્ણ પાલન છે એટલે અનુષ્ઠાન અમૃત અનુષ્ઠાનરૂપ બને છે. ।।૧૩।। (કર્તાના ભેદે અનુષ્ઠાનનો ભેદ થાય છે એ સમજાવવા માટે પાંચ અનુષ્ઠાનો જણાવ્યા બાદ હવે તેનું નિગમન કરે છે-)
ગાથાર્થ : તેથી આ રીતે, ચરમ પુદ્ગલપરાવર્તમાં કર્તાનો ભેદ થતો હોવાના કારણે ગુરુદેવાદિપૂજન રૂપ બધું અનુષ્ઠાન અલગ પ્રકારનું હોય છે એ વાત સિદ્ધ થઈ.
ટીકાર્થ : નિગમન સ્પષ્ટ છે.
વિવેચન : યોગબિંદુગ્રન્થની વૃત્તિમાં ન્યાતૃશ=મુવન્ત્યદ્વેષાવેઃ પૂર્વપરાવર્તાતમાવિનો લેવાલિવૂનનાદ્વિલક્ષળ... આવી વ્યાખ્યા કરી છે. અર્થાત્ અચરમાવર્તનો ઉલ્લેખ મુક્તિઅદ્વેષ વગેરેથી પૂર્વના પરાવર્ત તરીકે કર્યો છે. આ જણાવે છે કે ચ૨માવર્તમાં પ્રવેશમાત્રથી મુક્તિઅદ્વેષ પ્રગટી જ જાય. અને એમાં જ્ઞાતિ શબ્દ જે પડેલો છે તે અપુનર્બન્ધુકત્વનો સમાવેશ કરી શકે છે.
વળી આ નિગમનમાં આશયભેદ ન કહેતાં માત્ર કાળકૃત કર્તાભેદ જ કહ્યો છે. એ સૂચવે છે કે જીવ