________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४२३ છીએ, એ જ રીતે પ્રસ્તુતમાં પણ એવા ભવાભિનંદીજીવને પકડવાનો છે. માત્ર સાધુપણું લીધું છે ને એકાદ વાતમાં પ્રભુવચન કરતાં અલગ નિરૂપણ કરે છે. તેથી બાહ્યદૃષ્ટિએ નિદ્ભવ છે ને ભગ્નકૃતશીલ છે. આવા જીવને ગરાનુષ્ઠાન ને એના દ્વારા નવમો ગ્રેવેયેક. આવું માનવામાં કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. અથવા,
નિદ્ભવ શબ્દનો યથાશ્રુત અર્થ તરીકે સમ્યક્તભ્રષ્ટજીવ જ લેવો હોય તો ગરાનુષ્ઠાન શબ્દનો પ્રસ્તુતમાં વિશેષ અર્થ લેવો. આશય એ છે કે ભવાભિનંદીને અનુષ્ઠાનના કારણે કાળાન્તરે નુકશાન થતું હોવાથી એ અનુષ્ઠાન હકીકતમાં ગરાનુષ્ઠાન છે. નિહ્નવને એના અનુષ્ઠાનના કારણે નહીં, પણ તીવ્રઅભિનિવેશના કારણે કાળાન્તરે નુકશાન થાય છે. છતાં, એ અભિનિવેશથી સંકળાયેલું હોવાથી જાણે કે અનુષ્ઠાનથી નુકશાન થયું એમ ઉપચાર લઈ એ અનુષ્ઠાનને ઉપચારથી ગરાનુષ્ઠાન કહ્યું છે એમ માનવું.
વળી, ગરાનુષ્ઠાન માટે તો દિવ્યભોગાભિલાષ વગેરે જોઈએ. જે નિહ્નવને છે નહીં, એને તો માત્ર કોઈક કદગ્રહ પકડાઈ ગયો છે. એટલે સીધેસીધું ગરાનુષ્ઠાન તો કહી શકાતું ન હોવાથી ક્યાંક ઉપચાર જરૂરી શું ન બને ?
આ કે આવો અન્ય કોઈ અભિપ્રાય લઈને સંગતિ કરવી, પણ ઢગલાબંધ શાસ્ત્રવિધાનો એકસૂરે જે સૂચિત કરે છે કે “ચરમાવર્તમાં વિષ-ગર ન હોય' તેનો વિરોધ થાય એવો અર્થ કરવો નહીં.
શંકાઃ નિહ્નવના આ અનુષ્ઠાનને ઉપચારથી ભલે ગરાનુષ્ઠાન કહ્યું.. વાસ્તવિક એ કર્યું હોય ?
સમાધાનઃ આ નિર્ણય કઠિન છે. અમૃતઅનુષ્ઠાન નથી એ સ્પષ્ટ જ છે. તીવ્રભવાભિવંગ-મુક્તિદ્વેષ ન હોવાના કારણે વિપરીત ફલક ન હોવાથી વિષ-ગર નથી એ પણ નિઃશંક છે. હવે રહ્યા અનનુષ્ઠાન અને તદ્ધત.. જેમ ભવાભિનંદીજીવને ઈહ-પરલોક ઉભયની સ્પૃહા હોય ત્યારે બળાબળને અનુસરીને વિષ અથવા ગર થાય છે. જેમ શ્રીપાળકુંવર વગેરે જેવા ઉત્તમ પુરુષમાં પ્રબળ સંવેગની સામે ભૌતિકસ્પૃહા કામચલાઉ હોવાથી નિર્બળ હોવાના કારણે સરવાળે અનુષ્ઠાન અમૃત જ બને છે. એમ નિહ્નવને એકબાજુ ભૌતિકસ્પૃહાથી રહિત અનુષ્ઠાનતત્પરતા છે, બીજી બાજુ અભિનિવેશ છે. આમાં પ્રથમનું જોર વધારે હોય તો કદાચ તદ્ધબની શકતું હોય. બીજાનું જોર વધારે હોય તો બન્ને સામસામા ન્યુટ્રલ થઈને અનનુષ્ઠાન બનતું હોય.
શંકા : બીજાનું જોર ઓર વધારે તીવ્ર હોય તો ન્યુટ્રલ પણ ન બનતાં અશુભ જ બની શકે ને ?
સમાધાન : ના, અશુભ બનવા માટે = વિપરીત ફલક બનવા માટે તો તીવ્રભવાભિમ્પંગ જોઈએ જે સમ્યક્તભ્રષ્ટજીવને સંભવતો નથી. એટલે તો મિથ્યાત્વે ગયા પછી પણ ક્યારેય એને અંતઃકો.કો. સાગરોપમથી અધિક બંધ કહ્યો નથી.
શંકા ઃ આ રીતે સંભૂતિમુનિના અનુષ્ઠાનને પણ અનનુષ્ઠાન જ કહીએ તો ?
સમાધાન એટલે એ વિષ-ગર તો નથી જ ને ? મારો મુખ્ય પ્રયાસ એ જ સાબિત કરવાનો છે કે એને વિષ-ગર ન કહી શકાય. તદ્ધતુ કહેવું કે ન કહેવું એ વાત બીજા નંબરે છે. તેમ છતાં, પૂર્વે બતાવી ગયો છું એ ઉપદેશરત્નાકરના અધિકાર મુજબ સનિદાનધર્મ પણ કથંચિગુણકર કહેવાયેલો છે. તેથી સંભૂતિમુનિના અનુષ્ઠાનને તદ્ધ,અનુષ્ઠાન કહેવામાં કશું વાંધા જેવું જણાતું નથી.
સંવિગ્નગીતાર્થ મહાત્માઓને આના પર સૂક્ષ્મ વિચારણા કરવા વિનંતી. જેનો કોઈ વિશેષ અભિપ્રાય ખોળી કાઢવો જરૂરી છે એવું એક અન્ય વિધાન પંચાલકજીનું આ પ્રમાણે છે - તત્રનીતિ મુજબ ભાવિત કરતું આ દીક્ષાવિધાન સબંધક અને અપુનર્બન્ધકજીવોના કુગ્રહનો શીધ્ર વિરહ કરે છે. આમાં ટીકાકારે